Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પહેલીવાર Aamir Khan and Rajinikanth કુલીમાં સાથે જોવા મળવાનાં છે

    July 5, 2025

    Mimi Chakraborty સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ડોનાની ભૂમિકા ભજવી શકે?

    July 5, 2025

    Robotની મદદથી કરવામાં આવી પ્રથમ સિમેન્ટલેસ સર્જરી

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પહેલીવાર Aamir Khan and Rajinikanth કુલીમાં સાથે જોવા મળવાનાં છે
    • Mimi Chakraborty સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ડોનાની ભૂમિકા ભજવી શકે?
    • Robotની મદદથી કરવામાં આવી પ્રથમ સિમેન્ટલેસ સર્જરી
    • Amarnath Yatra ની પાંચ બસો વચ્ચે ટકકર : 36 યાત્રાળુઓ ઘાયલ
    • 20 વર્ષ બાદ Uddhav and Raj Thackeray એક મંચ પર
    • Anita Hassanandani એ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી,હું સાઇન ઓફ કરી રહી છું
    • Allu Arjun and Deepika Padukone ની જોડી જોવા મળશે. તેઓ ’રાવણમ’
    • મોદી સરકાર ટેરીફ મુદ્દે ટ્રમ્પ સામે ઝુકી જશે : Rahul
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»foreign investors ની રૂ.7695 કરોડની જંગી ખરીદી
    વ્યાપાર

    foreign investors ની રૂ.7695 કરોડની જંગી ખરીદી

    Vikram RavalBy Vikram RavalSeptember 13, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા,13

    વૈશ્વિક બજારોમાં અમેરિકી બજારોમાં ગઈકાલે નાસ્દાક અને ડાઉ જોન્સ આરંભિક કડાકા બાદ ઝડપી રિકવરીએ મજબૂતી સાથે આજે એશીયા, યુરોપના બજારોમાં સાર્વત્રિક તેજી સાથે ભારતીય શેર બજારોમાં આજે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો તેજીમાં આવી આક્રમક ખરીદી કરતાં અણધારી ઐતિહાસિક તેજી થઈ હતી. વૈશ્વિક મોરચે ચાઈના દ્વારા  તેના પાંચ ટ્રીલિયન ડોલરના મોર્ગેજ પરના વ્યાજ દરમાં  ઘટાડો કરવાના અહેવાલ અને સાંજે યુરોપીય સેન્ટ્રલ બેંક (ઈસીબી) દ્વારા વ્યાજ દરમાં ૨૫ બેઝિઝ પોઈન્ટનો ઘટાડો કરાતાં પૂર્વે વૈશ્વિક બજારોમાં તેજી આવી હતી. ડેરિવેટીવ્ઝમાં નિફટી ૫૦ની એક્સપાયરીના દિવસે મંદીના ખેલંદાઓ ટ્રેપમાં આવી જઈ ઈન્ડેક્સ બેઝડ ફંડોએ વનસાઈડ તેજીનું મોટું તોફાન મચાવી ઈન્ટ્રા-ડે પ્રથમ વખત સેન્સેક્સને ૮૩૦૦૦ની સપાટી અને નિફટીને ૨૫૪૦૦ની સપાટી પાર કરાવી હતી. ખાસ નિફટી ૫૦માં એક્સપાયરીને લઈ આજે છેલ્લી ઘડીમાં  મંદીના ખેલાડીઓના મોટા વેચાણો કપાતાં બજારે ઈન્ડેક્સ બેઝડ તીવ્ર ઉછાળો નોંધાવ્યો હતો.

    આક્રમક તેજીનું તોફાન

    ગઈકાલે સેન્સેક્સ, નિફટી બેઝડ નરમાઈના બજારમાં પણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) શેરોમાં કેશમાં નેટ ખરીદદાર રહેતાં અને પ્રાઈમરી માર્કેટમાં ગઈકાલે બજાજ હાઉસીંગ ફાઈનાન્સના આઈપીઓમાં રેકોર્ડ ૮૮ લાખથી વધુ અરજીઓ સાથે ભરણું રૂ.૩.૨૦ લાખ કરોડની ડિમાન્ડ સાથે ભરાતાં અને મ્યુચ્યુઅલ ફંડોમાં એસઆઈપી થકી રોકાણ પ્રવાહ સતત વહેતો રહેતાં અને વૈશ્વિક બજારોની તેજી પાછળ ફોરેન ફંડોએ આજે ફ્રન્ટલાઈન શેરોમાં તોફાન મચાવી રેકોર્ડ તેજી કરી ઈન્ટ્રા-ડે સેન્સેક્સને પ્રથમ વખત ૮૩૦૦૦ની સપાટી પાર કરાવી ૮૩૧૧૬ની નવી ટોચે અને  નિફટી ૫૦ ઈન્ડેક્સ પણ ઈન્ટ્રા-ડે ૨૪૪૦૦ની સપાટી પાર કરાવી ૨૫૪૩૩.૩૫ નવી ટોચે લાવી દીધો હતો. અંતે સેન્સેક્સ ૧૪૩૯.૫૫ પોઈન્ટ ઉછળી ૮૨૯૬૨.૭૧ અને નિફટી ૪૭૦.૪૫ પોઈન્ટ ઉછળીને ૨૫૩૮૮.૯૦ની નવી ઊંચાઈએ બંધ રહ્યા હતા.

    ઓટો ઈન્ડેક્સ ઉછળ્યો

    ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ગઈકાલે ટાટા મોટર્સ દ્વારા વાહનોના ભાવો પર ડિસ્કાઉન્ટ વેચાણ કરવાનું જાહેર કર્યાની નેગેટીવ અસર બાદ આજે એકાએક મંદીના ઓળીયા પકડી તેજીવાળાઓએ અણધારી આક્રમક તેજી કરી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૯.૧૫ વધીને રૂ.૨૭૪૨.૨૫, બોશ રૂ.૧૦૧૩.૮૦ વધીને રૂ.૩૪,૧૨૮.૯૫, આઈશર મોટર્સ રૂ.૧૪૧.૨૫ વધીને રૂ.૪૮૭૫.૧૫, મધરસન સુમી રૂ.૪.૯૦ વધીને રૂ.૧૮૮.૭૦, બજાજ ઓટો રૂ.૩૦૧.૧૦ વધીને રૂ.૧૧,૭૨૬.૪૦, હીરો મોટોકોર્પ રૂ.૧૪૬ વધીને રૂ.૫૮૦૩.૪૦, ટીવીએસ મોટર રૂ.૬૧.૯૦ વધીને રૂ.૨૮૨૦.૫૫, મારૂતી સુઝુકી રૂ.૧૪૪.૩૫ વધીને રૂ.૧૨,૩૯૨.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૧૩૨.૪૬ પોઈન્ટ ઉછળીને ૫૮૧૬૮.૮૦  બંધ રહ્યો હતો.

    કેપિટલ ગુડઝની છલાંગ

    કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોએ આજે અણધારી આક્રમક તેજી કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૭૨.૨૯ પોઈન્ટ ઉછળીને ૭૨૬૦૬.૭૬ બંધ રહ્યો હતો. એબીબી ઈન્ડિયા રૂ.૧૩૭.૫૦ વધીને રૂ.૭૭૦૫.૫૫ રહ્યા હતા. આ સાથે અદાણી પાવર રૂ.૨૪.૫૫ વધીને રૂ.૬૫૧.૩૫, એનટીપીસી રૂ.૧૫.૧૦ વધીને રૂ.૪૦૪.૮૦, જેએસડબલ્યુ એનજીૅ રૂ.૧૯.૩૦ વધીને રૂ.૭૬૦.૨૦ રહ્યા હતા.

    આઈટી ઈન્ડેક્સ  ઉછળ્યો

    અમેરિકી શેર બજાર નાસ્દાકમાં તેજી પાછળ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ફંડોએ તેજી કરી હતી. ટેક મહિન્દ્રા રૂ.૩૯.૧૫ વધીને રૂ.૧૬૪૧.૮૦, ઈન્ફોસીસ રૂ.૩૯.૫૫ વધીને રૂ.૧૯૫૦.૩૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૧૭.૩૦ વધીને રૂ.૧૧,૫૯૦, માસ્ટેક રૂ.૫૯.૭૦ વધીને રૂ.૨૭૨૦.૮૦, સિએન્ટ રૂ.૪૬.૩૫ વધીને રૂ.૨૧૨૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૭.૧૦ વધીને રૂ.૧૮૦૫.૫૫ રહ્યા હતા.

    કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો વધ્યા

    કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે આક્રમક ખરીદી રહી હતી. વોલ્ટાસ રૂ.૨૮.૭૦ વધીને રૂ.૧૮૫૫.૭૦, ટાઈટન કંપની રૂ.૫૨.૧૫ વધીને રૂ.૩૭૬૩.૪૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૭૧.૧૦ વધીને રૂ.૧૨,૮૬૪.૫૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ૧૦૦૨.૯૨ પોઈન્ટ ઉછળીને ૬૬૦૮૩.૫૫ બંધ રહ્યો હતો.

    સ્મોલ, મિડ કેપમાં તેજી

    સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફરી તોફાની તેજીનો ટ્રેન્ડ જોવાઈ માર્કેટબ્રેડથ પોઝિટીવ બન્યા છતાં મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ફંડોએ ઉછાળે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ કરવાનું ચાલુ રાખ્યાનું અને રોકાણ પોર્ટફોલિયો હળવો કરવાનું ચાલુ રાખ્યું હતું. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી  ૪૦૬૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૦૩થી વધીને ૨૩૩૭ અને ઘટનારની સંખ્યા ૨૩૬૮થી ઘટીને ૧૬૦૯ રહી હતી.

    DIIની રૂ.૧૮૦૧ કરોડની વેચવાલી

    એફઆઈઆઈઝની આજે ગુરૂવારે કેશમાં શેરોમાં રૂ.૭૬૯૫ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૮૦૦.૫૪ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી.

    રોકાણકારોની સંપતિવધી

    શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ આક્રમક તેજી સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપના ઘણા શેરોના ભાવો ઉછળી આવતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ એક દિવસમાં રૂ.૬.૬૦  લાખ કરોડ વધીને રૂ.૪૬૭.૩૬ લાખ કરોડ રહ્યું હતું.

    Sensex
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    વ્યાપાર

    IPO ના પાણીમાં ઉતરવા હવે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ તૈયાર

    July 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પહેલીવાર Aamir Khan and Rajinikanth કુલીમાં સાથે જોવા મળવાનાં છે

    July 5, 2025

    Mimi Chakraborty સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ડોનાની ભૂમિકા ભજવી શકે?

    July 5, 2025

    Robotની મદદથી કરવામાં આવી પ્રથમ સિમેન્ટલેસ સર્જરી

    July 5, 2025

    Amarnath Yatra ની પાંચ બસો વચ્ચે ટકકર : 36 યાત્રાળુઓ ઘાયલ

    July 5, 2025

    20 વર્ષ બાદ Uddhav and Raj Thackeray એક મંચ પર

    July 5, 2025

    Anita Hassanandani એ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી,હું સાઇન ઓફ કરી રહી છું

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પહેલીવાર Aamir Khan and Rajinikanth કુલીમાં સાથે જોવા મળવાનાં છે

    July 5, 2025

    Mimi Chakraborty સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ડોનાની ભૂમિકા ભજવી શકે?

    July 5, 2025

    Robotની મદદથી કરવામાં આવી પ્રથમ સિમેન્ટલેસ સર્જરી

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.