Prayagraj, તા.26
અલાહાબાદ હાઈકોર્ટે આજે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો કે ટીચર-સ્ટુડન્ટનો સહમતીથી સબંધ સેકસ્યુઅલ હેરેસમેન્ટ ન કહેવાય. અલાહાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે ટીચર જો સ્ટુડન્ટની મરજીથી તેની સાથે રિલેશનશીપમાં રહે છે તો તેને સેકસ્યુઅલ હેરેસમેન્ટ નહીં માનવામાં આવે છે.
કોર્ટે જણાવ્યું હતું કે તે મિલ કંડકટની શ્રેણીમાં આવશે પણ તેને સેકસ્યુઅલ હેરેસમેન્ટ નહિ માનવામાં આવે કોર્ટે આ ફેસલો 19 વર્ષ જુના એક કેસમાં આપ્યો હતો. જેમાં પ્રયાગરાજની મોતીલાલ નહેરૂ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના એક લેચકરરને ડિસમીસ કરી દેવામાં આવ્યો હતો.
ડિસમીસ કરાયેલા લેકચરરે એક રીટ પીટીશન દાખલ કરી હતી. જેની સુનાવણી દરમ્યાન જસ્ટીસ સૌરભ શ્યામ શમશેરીએ કહ્યું હતું કે પીટીશનર શિક્ષકે નૈતિક મુલ્યોનું પાલન નથી કર્યુ પરંતુ 2006 માં તેને ડિસમીસ કરવું ઠીક નહોતુ.

