ફરીયાદીએ હોમગાર્ડ યુનિટ વિસનગર ખાતેથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી કરવા સારૂ અરજી કરેલ
Mehsana,તા.૩
મહેસાણામાં હોમગાર્ડ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડીંગ ઓફીસર બદલી કરવા માટે રૂ.૨૦૦૦ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે, પોલીસે ઝડપાયેલાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી.
આ કામે હકિકત એવી છે કે, ફરીયાદીએ હોમગાર્ડ યુનિટ વિસનગર ખાતેથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી કરવા સારૂ અરજી કરેલ. જે અરજી આધારે ફરીયાદીની હોમગાર્ડ યુનિટ વિસનગરથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી થયેલ. જે બદલીની ફાઈલના કાગળો આરોપીએ ફરિયાદીને આપવા સારૂ રૂ.૨૦૦૦ની લાંચની માંગણી કરી હતી.
જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનાહીત ગેરવર્તણુક કરી ગુનો કર્યો હતો.

