Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Modi government કેમ એક દેશ,એક ચૂંટણી ઈચ્છે છે?, રાજકીય પક્ષોની અસંમતિના કારણ
    રાષ્ટ્રીય

    Modi government કેમ એક દેશ,એક ચૂંટણી ઈચ્છે છે?, રાજકીય પક્ષોની અસંમતિના કારણ

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.19

    કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારે તેના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ સાથે ફરી એકવાર ‘વન નેશન-વન ઈલેક્શન’ એટલે કે એક દેશ, એક ચૂંટણીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવી હવા જામી રહી છે કે કેન્દ્ર સરકાર તેના વર્તમાન કાર્યકાળ દરમિયાન જ તેને લાગુ કરશે. આ માટે સરકાર સંસદમાં બિલ લાવવાની તૈયારી કરી રહી છે. ચાલો જાણીએ કે, એક દેશ, એક ચૂંટણીની સિસ્ટમ ખરેખર છે શું? તે કેટલા દેશોમાં ચાલે છે અને તેના કેટલા ફાયદા છે.

    શું છે એક દેશ, એક ચૂંટણી  

    ‘એક દેશ, એક ચૂંટણી’ એટલે આખા દેશમાં એકસાથે એક જ દિવસે (અથવા ટૂંકી અવધિમાં) તમામ પ્રકારની ચૂંટણીઓ યોજવી. ભારતના સંદર્ભમાં જોઈએ તો લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવાની હોય. સાથોસાથ સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગરનિગમ (મ્યુનિસિપલ કોર્પોરેશન), નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ થઈ જવી જોઈએ. તમામ ચૂંટણીઓ એક જ દિવસે અથવા અમુક દિવસોની નિશ્ચિત સમયમર્યાદામાં થઈ જાય એ સિસ્ટમને કહેવાય ‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે ‘વન નેશન-વન ઈલેક્શન’.

    આ કારણસર અમલમાં મૂકવા માંગે છે વડાપ્રધાન

    દેશમાં છાશવારે ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી જ રહે છે. વારંવારની ચૂંટણીઓ વિકાસને અવરોધે છે, તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી સાથે જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આગ્રહ કરી રહ્યા છે. વડાપ્રધાને આ વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પરથી આપેલ ભાષણમાં પણ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની હિમાયત કરી હતી. તેમણે શના તમામ રાજકીય પક્ષોને દેશની પ્રગતિ માટે આ દિશામાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો.

    ‘એક દેશ, એક ચૂંટણી’ના ફાયદા

    1. ખર્ચમાં ઘટાડો

    ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નો સૌથી મોટો ફાયદો એ છે કે એનાથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે. અલગ-અલગ ચૂંટણીઓ કરાવવા માટે દર વખતે મોટી રકમ ખર્ચવામાં આવે છે. એક સમયે આખા દેશમાં ચૂંટણીઓ પતી જાય તો ખર્ચ પણ એક જ સમયે કરવાનો થાય.

    2. તંત્રનો બોજ ઘટશે

    વારંવારની ચૂંટણી પ્રશાસન અને સુરક્ષા દળો પર બોજ નાખે છે, કારણ કે તેમને દરેક વખતે ચૂંટણી ફરજ બજાવવાની હોય છે. ચૂંટણી કર્મચારીઓના રહેવા-ખાવાની, એમના આવાગમનની ઝંઝટ પણ એક વારમાં જ પતી જશે.

    3. વિકાસના કામો પર ધ્યાન અપાશે

    એકીસાથે ચૂંટણી પૂરી થઈ જાય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. પક્ષો વારંવાર ચૂંટણી મોડમાં નહીં જાય અને વિકાસના કામો પર ધ્યાન આપી શકશે.

    4. મતદારોની સંખ્યા વધશે

    એક જ દિવસે ચૂંટણી યોજવાથી મતદારોની સંખ્યામાં પણ વધારો થશે, કારણ કે તેમને એવું નહીં લાગે કે ચૂંટણી તો વારેવારે આવતી જ રહે છે, આ નહીં તો આગામી ચૂંટણીમાં મત આપીશું. પાંચ વર્ષે એક જ વખત મત આપવાની તક મળતાં મતદારો એને એળે નહીં જવા દે અને તેમના પ્રતિનિધિઓને ચૂંટવામાં રસ દાખવશે.

    ‘એક દેશ, એક ચૂંટણી’ સામેના પડકાર

    1. બંધારણીય ફેરફાર જરૂરી

    ‘વન નેશન-વન ઈલેક્શન સિસ્ટમ’ લાગુ કરવામાં સૌથી મોટો પડકાર બંધારણ અને કાયદામાં ફેરફારનો છે. બંધારણમાં સુધારો કર્યા પછી તેને રાજ્યની એસેમ્બલીઓમાં ‘પાસ’ કરાવવો પડશે.

    2. સરકાર ભંગ થઈ તો શું?

    જો કોઈપણ કારણોસર લોકસભા કે પછી કોઈ રાજ્યની વિધાનસભા ભંગ કરી દેવામાં આવે તો પછી ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ વ્યવસ્થા કેવી રીતે જાળવવી? એક રાજ્યની સરકાર બરતરફ થાય એટલે તમામ રાજ્યોની સરકારો રદ કરીને ફરી આખા દેશમાં ચૂંટણીઓ તો ન યોજી શકાય ને?

    3. સંસાધનોની કમી

    આપણા દેશમાં EVM અને VVPAT દ્વારા ચૂંટણી યોજવામાં આવે છે, જેની સંખ્યા મર્યાદિત છે. હાલમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ યોજાતી હોવાથી જે સંસાધનો છે એટલામાં પહોંચી વળાય છે, પણ જો આખા દેશમાં એકીસાથે તમામ પ્રકારની ચૂંટણીઓ યોજાય તો ચૂંટણી માટે જરૂરી સંસાધનો ક્યાંથી લાવવા? વહીવટી અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓની કમી પણ સર્જાય, એનું શું કરવું?

    રાજકીય પક્ષોમાં અસંમતિનું કારણ 

    ‘એક દેશ, એક ચૂંટણી’ માટે રાજકીય પક્ષોમાં સર્વસંમતિ સાધી શકાતી નથી, એનું મુખ્ય કારણ એ છે કે, રાજકીય પક્ષો એવું માને છે કે, આ પ્રકારે ચૂંટણીઓ યોજવાથી રાષ્ટ્રીય પક્ષોને ફાયદો થશે, પરંતુ પ્રાદેશિક પક્ષોને નુકસાન થશે. તેમનું કહેવું છે કે, ‘વન નેશન-વન ઈલેક્શન’ની વ્યવસ્થા કરવામાં આવશે તો રાષ્ટ્રીય મુદ્દાઓ સામે રાજ્ય સ્તરના મુદ્દાઓ ઢંકાઈ જશે, જેને લીધે રાજ્યોના વિકાસ પર પ્રતિકૂળ અસર પડશે. આ કારણસર મોટાભાગના પ્રાદેશિક પક્ષો ‘વન નેશન-વન ઇલેક્શન’ માટે તૈયાર નથી.

    આઝાદી પછી એક સાથે ચૂંટણીઓ થઈ હતી 

    દેશ 1950 માં પ્રજાસત્તાક બન્યો એ પછી 1951 થી 1967 વચ્ચે દર પાંચ વર્ષે લોકસભાની સાથે જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. વર્ષ 1952, 1957, 1962 અને 1967માં આ રીતે એક સાથે ચૂંટણી યોજાઈ હતી. એ પછી કેટલાક રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવ્યું અને કેટલાક નવા રાજ્યો બનાવવામાં આવ્યા, જેના કારણે અલગ-અલગ સમયે ચૂંટણી યોજાવા લાગી.

    આ દેશોમાં એકસાથે ચૂંટણીઓ યોજાય છે

    અમેરિકા, ફ્રાન્સ, સ્વિડન, કેનેડા, જાપાન, દક્ષિણ આફ્રિકા, બેલ્જિયમ જેવા દેશોમાં વન નેશન-વન ઇલેક્શનની સિસ્ટમ અમલમાં છે. અમેરિકામાં પ્રમુખ, કોંગ્રેસ અને સેનેટ માટેની ચૂંટણી દર ચાર વર્ષે એક નિશ્ચિત તારીખે યોજાય છે.

    કોવિંદ કમિટીએ રિપોર્ટ સોંપ્યો હતો 

    2 સપ્ટેમ્બર, 2023 ના રોજ ‘વન નેશન-વન ઇલેક્શન’ પર વિચાર કરવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ 14 માર્ચે, 2024 ના દિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને રિપોર્ટ સોંપ્યો છે. અન્ય દેશોની ઇલેક્શન પોલિસીનો અભ્યાસ કરીને, નિષ્ણાતો અને હિતધારકો સાથે 191 દિવસ સુધી ચર્ચા કર્યા બાદ સમિતિએ 18626 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ 2029 સુધી લંબાવવાનું સૂચન કરવામાં આવ્યું છે, જેથી લોકસભા ચૂંટણીની સાથે તેમની ચૂંટણી પણ કરાવી શકાય.

    આ રિપોર્ટમાં એવું સૂચન કરાયું છે કે ત્રિશંકુ વિધાનસભા અથવા અવિશ્વાસ પ્રસ્તાવના કિસ્સામાં પાંચ વર્ષના બાકીના સમયમાં નવી ચૂંટણીઓ યોજી શકાય. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે થવી જોઈએ. બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી 100 દિવસની અંદર થઈ શકે છે. આ માટે ચૂંટણી પંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓ માટે મતદાર યાદી તૈયાર કરી શકે છે. રિપોર્ટમાં સુરક્ષા દળો, વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ અને મશીનો વગેરે માટે આગોતરા આયોજન કરવાની ભલામણ કરવામાં આવી છે.

    One-Nation-One-Election one-nation-one-election-benefits one-nation-one-election-challenges
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025
    રાષ્ટ્રીય

    પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika

    June 17, 2025
    રાષ્ટ્રીય

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025
    મુખ્ય સમાચાર

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025
    રાષ્ટ્રીય

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025
    રાષ્ટ્રીય

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.