(મિલન જોશી દ્વારા)
Junagadh
Manavadar તાલુકાના નાનડીયા ગામે એક ૩૦ વર્ષના યુવાને પોતાની જ વાડીમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે નાના એવા ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાનડીયા ગામના રહીશ ગોરધનભાઈ આરદેશણાના ૩૦ વર્ષીય પુત્ર ગુંજનભાઈ આરદેશણાએ પોતાની વાડીમાં કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર ઝેરી અસર થવાના કારણે યુવાનનું મૃત્યુ થયું હતું.
આ અંગે મૃતકના પિતા ગોરધનભાઈએ માણાવદર પોલીસ મથકે સત્તાવાર જાણ કરી હતી. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોત નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાને કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે અંગે એ.એસ.આઈ. વી.બી.જલુ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

