(નયના દવે દ્વારા)
Jamnagar તા.૮
Jamnagar તાલુકાના નવી મોખાણા ગામ પછી હવે દીપડો ખીમલીયા ગામમાં દેખાયા ની ફરિયાદ ગ્રામજનો એ કરતાં વનવિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જો કે દીપડા ની અવરજવર અંગે સતાવાર કોઈ ફુટમાર્ક મળ્યા નથી. નવી મોખાણા માંથી પાંજરા દૂર કરાયા છે.
જામનગર તાલુકાના નવી મોખાણા ગામની સીમમાં થોડા દિવસ પહેલા દીપડો દેખાયો હતો. આથી વનવિભાગની તપાસમાં દીપડા ના ફુટમાર્ક મળી આવ્યા હતા. આથી દીપડાને પકડવા વનવિભાગ દ્વારા ગામની સીમમાં બે સ્થળે મારણ સાથે પાંજરા મૂકવામાં આવ્યા હતાં. આ દરમ્યાન, દીપડો પાંજરા પાસે આવ્યો હતો, અને ટ્રેપ કેમેરો તોડી નાસી ગયો હતો. જો કે, છેલ્લા બે-ત્રણ દીવસથી દીપડો દેખાયો નથી. પરંતુ આથી નવી મોખાણા ગામની સીમમાં દીપડાને પકડવા જે બે સ્થળે પાંજરા મૂકાયા હતાં તે દૂર કરવામાં આવ્યા છે. પરંતુ દીપડો હવે સોમવારે ખીમલીયા ગામમાં દેખાયો હોવાની ફરિયાદો ગ્રામજનોએ કરી છે. આથી વન વિભાગ દ્વારા નવી મોખાણા બાદ ખીમલીયા ગામમાં દીપડાને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
પરંતુ દીપડાના કોઈ ફુટમાર્ક નહી મળ્યા નું વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, પખવાડીયા થી વધુ સમય થી ડેમ વિસ્તાર માં દીપડા એ અડીંગો જમાવ્યો હોય અને આ વિસ્તારમાં રહેઠાણ બનાવ્યું હોવાની આશંકા પણ વનવિભાગના અધિકારીઓએ વ્યકત કરી છે. આથી ડેમ વિસ્તારની નજીક આવેલા ગામડાઓમાં દીપડાના આંટાફેરા યથાવત રહ્યા છે. જો કે, બીજી બાજુ દીપડાને પકડી પાડવા વનવિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

