Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો
    • Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!
    • રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
    • આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે
    • દીકરીઓના Educationથી ઉજળું બનતું ગુજરાત બેટી બચાવો, બેટી પઢાવોના સંકલ્પથી દીકરીઓના સપનાઓને મળી રહી છે નવી ઉડાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
    રાજકોટ

    રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો

    Vikram RavalBy Vikram RavalOctober 9, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજ્યપાલે પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું  પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા

    Rajkot તા. ૯ઃ

    રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં Rajkot તાલુકાના બેડી ગામમાં આવેલા માર્કેટ યાર્ડ ખાતે આજ રોજ ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની મુલાકાત લઈ સ્ટોલધારકો સાથે સંવાદ કર્યો હતો.

    આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ‘‘પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટે છે‘‘ તેવી ખેડૂતોની ધારણા દૂર થવી જરૂરી છે. જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ જાણી અને ગેરસમજણ દૂર કરીને ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તરફ વધવું જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, જૈવિક ખેતીમાં ઉત્પાદન ઘટવાની સંભાવનાઓ રહેલી છે, જ્યારે પ્રાકૃતિક ખેતી એ શુદ્ધ સૂક્ષ્મ જીવાણુઓ, બેક્ટેરિયા અને અળસિયાથી થતી ખેતી છે, જેમાં ઉત્પાદન ઘટતું નથી પણ વધે છે. તેમણે ઉમેર્યું હતું કે, રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવું, એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. તેમણે ખેડૂતોને સમજાવતા કહ્યું હતું કે, જેમ જંગલમાં કોઈ યુરિયા, ડી.એ.પી., જંતુનાશકો કે સિંચાઈ આપવા જતું નથી છતાં પણ વૃક્ષો ફળોથી લદાઈ જાય છે, તેવી જ રીતે પ્રકૃતિનો નિયમ છે કે, છોડ પોતે જમીનમાંથી માત્ર ૨.૫થી ૦૩ ટકા જેટલું જ ભોજન લે છે અને બાકીનું ભોજન સૂર્યપ્રકાશ તથા હવામાંથી મેળવે છે. યુરિયા અને ડી.એ.પી.નો વધુ પડતો વપરાશ જમીનને બંજર બનાવી રહ્યો છે.

    રાજ્યપાલશ્રીએ વૈજ્ઞાનિક સર્વેક્ષણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ૧૦૫ માતાઓના દૂધના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે તમામમાં યુરિયા, પેસ્ટિસાઇડ્‌સ અને ડિટર્જન્ટના અંશો મળી આવ્યા હતા. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, રાસાયણિક જંતુનાશકોના કારણે જમીન, પાણી અને હવા ઝેરી બની ચૂક્યા છે, જેના લીધે કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ અને કિડનીની બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. યુરિયાના ઉપયોગથી હવામાં બનતો નાઇટ્રસ ઓક્સાઇડ ગેસ કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૩૧૨ ગણો વધુ ખતરનાક છે, જેનાથી પર્યાવરણનું સંતુલન બગડી રહ્યું છે.

    પ્રાકૃતિક ખેતીના મુખ્ય ૦૫ આયામો જેવા કે બીજામૃતથી બીજસંસ્કાર, ઘનજીવામૃત અને જીવામૃતનો ઉપયોગ, આચ્છાદન, વાપસા અને બહુપાક પદ્ધતિ અંગે માર્ગદર્શન આપતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં હાલ ૦૯ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ગામડે-ગામડે કૃષિ સખીઓ અને માસ્ટર ટ્રેનર્સના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે.

    રાજ્યપાલશ્રીએ વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે અળસિયાં સંવર્ધન થકી કુદરતી જળ સંચય પદ્ધતિ અપનાવવાની સલાહ આપી હતી. તેમણે અળસિયાંને ખેડૂતોના સાચા મિત્ર ગણાવતા કહ્યું હતું કે, અળસિયાં દ્વારા બહાર કાઢવામાં આવતી માટીમાં સામાન્ય જમીનની સરખામણીએ વધારે પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ હોય છે. અળસિયાં અને દેશી ગાયના છાણ-ગૌમૂત્રમાંથી મળતા સૂક્ષ્મ જીવાણુઓ જમીનમાં રહેલા તમામ પોષક તત્વોને પાકના ખોરાકમાં પરિવર્તિત કરવાનું કામ કરે છે. રાસાયણિક ખેતીથી આ તમામ ઉપયોગી મિત્ર કીટક અને જીવાણુઓ નાશ પામે છે, જેથી જમીનમાં પોષક તત્વો હોવા છતાં પાક તેનો ઉપયોગ કરી શકતો નથી.

    રાજ્યપાલશ્રીએ સરાહના કરી હતી કે, રાજકોટ જિલ્લાના ૨૦ હજાર જેટલા ખેડૂતો હાલ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, તે આવકારદાયક બાબત છે. તેમણે સ્થાનિક કૃષિ સખીઓ, સરપંચો અને માસ્ટર ટ્રેનર્સ દ્વારા ગ્રામીણ સ્તરે જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ ખેડૂતોને આ ઝુંબેશમાં જોડવા અને આવનારી પેઢીઓ માટે શુદ્ધ પાણી, હવા અને ફળદ્રુપ જમીન સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.

    રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશે સ્વાગત પ્રવચનમાં જિલ્લાના કુલ ૧૧ તાલુકામાંથી ૦૯ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ પરિસંવાદમાં રાજકોટ તાલુકાના ગુંદા ગામના ખેડૂત શ્રી રાજેશભાઈ લીંબાસીયા તથા સરધાર ગામના ખેડૂત શ્રી અંકિતભાઈ ઢાકેચાએ પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી થયેલા લાભો અને પોતાના સફળ અનુભવો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદે આભારદર્શન કર્યું હતું.

    આ તકે સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય શ્રી ડૉ. દર્શિતાબેન શાહ, રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન શ્રી જયેશભાઈ બોઘરા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જય બારોટ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તૃપ્તિબેન પટેલ, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી બી. એ. પટેલ અને શ્રી હસમુખભાઈ વાદી સહિત સંબંધિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

    આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સી.આર.પી. (કોમ્યુનિટી રિસોર્સ પર્સન) અને કૃષિ સખીઓ સાથે પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા અંગે વાતચીત કરી હતી. તેમણે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા, જમીનની ફળદ્રુપતા જાળવવા, પર્યાવરણના જતન અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા માટે જણાવ્યું હતું.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે
    Next Article Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો

    October 9, 2026
    રાજકોટ

    આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે

    October 9, 2026
    રાજકોટ

    રાજ્યપાલ Acharya Devvrat ગુંદા ગામમાં પ્રગતિશીલ ખેડૂતના ઘરે ગાયનું દોહન કરી ખેડૂતો સાથે કર્યો સંવાદ

    October 9, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ડો. કમલ ડોડીયા

    October 7, 2026
    રાજકોટ

    Rajkot: બિમારીથી કંટાળી યુવકે તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત

    October 7, 2026
    રાજકોટ

    Rajkot યાર્ડની પેઢીના ૪૫ લાખ લઈ ફરાર થયેલા કર્મચારીને કોર્ટનો ઝટકો

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,160
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,650
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,150
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-10-2026 22:30
    Categories
    Latest News

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત કાર્યક્ર્‌મ યોજાયો

    October 9, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    October 9, 2026

    આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે

    October 9, 2026
    Search
    Main News

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.