(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૨
, જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ગાયત્રીચોક પાસે મળેલી બાતમીના આધારે શંકરના મંદિર પાસે શેરી નં.૧માં ભાવુભા મુળુભા જાડેજાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. મકાનમાં તપાસ દરમિયાન હાજર મળી આવેલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ધર્મેન્દ્રસિંહ જીવુભા જાડેજા, ઉંમર ૪૧, રહે. નવાગામ ઘેડ, ગાયત્રીચોક, જશવંત સોસાયટી, જામનગર, પાસેથી દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે મકાનના રસોડાના ખૂણામાંથી રોયલ સ્ટેગ ક્લાસિક વ્હિસ્કીની ૭૫૦ મિલીલીટરની ૬ બોટલ, જેની કુલ કિંમત રૂ.૭,૨૦૦, તેમજ બુડવાઇઝર મેગ્નમ પ્રીમિયમ બીયરના ૫૦૦ મિલીલીટરના ૬૦ ટીન, જેની કુલ કિંમત રૂ.૭,૫૦૦, મળી કુલ રૂ.૧૪,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી પાસે દારૂ રાખવા અંગે કોઈ પાસ-પરમિટ ન હોવાનું જણાતા પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

