Rajkot, તા. 8
શહેરમાં રહેતા આરોપી આશીષકુમાર ધીરજલાલ લાડાણીએ મિત્રતાના સબંધના દાવે ફરિયાદી મયુર અરજણભાઈ ગોધાસરા પાસેથી રૂા.11 લાખ ટુંકા સમય માટે ઉછીના પેટે લીધેલ હતા. આ રકમ પરત કરવા આરોપીએ ચેક આપેલ હતો. જે ચેક રીટર્ન થતા ફરીયાદીએ આરોપી આશીષકુમાર લાડાણી વિરૂધ્ધ ચેક રીટર્ન અન્વયેની ફરીયાદ કોર્ટમાં નોંધાવી હતી.
કોર્ટમાં આ કેસ ચાલી જતા આરોપી તેમના એડવોકેટ જી. એમ. વોરા, સોનલ તોતીયા,રચના ગોહેલ મારફત હાજર થયા હતા. કેસ ચાલી જતા આરોપી તરફે રોકાયેલ એડવોકેટ દ્વારા કાયદાકીય રીતે કરાયેલ તર્કબદ્ધ દલીલો અને રજૂ કરેલ પુરાવા, તેમજ ટાંકેલા ચુકાદા ધ્યાને લઈ રાજકોટના જયુડી. મેજી. વી. ડી. મોઢએ આરોપી આશીષકુમાર લાડાણીને નિર્દોષ જાહેર કરતો મહત્વનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ . એમ. વોરા, સોનલ તોતીયા, રચના ગોહેલ રોકાયેલ હતા.

