(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૫
જામનગરમાં રૂ.૬૦ હજાર નો ચેક પરત ફરવા ના કેસ માં આરોપી ને એક વર્ષ ની સાદી કેદ ની સજા નો અદાલતે હુકમ કર્યો છે. જામનગર તાલુકાના દડીયા ગામના ધર્મેશ નીતિનભાઈ નંદા પાસેથી માધવ હીરાભાઈ પરમાર દ્વારા રૂ. ૬૦,૦૦૦ ની રકમ ઉછીની લેવામાં આવી હતી. તેની પરત ચુકવણી માટે ચેક આપવામાં આવ્યો હતો. જે ચેક નાણા ના અભાવે બેંક માંથી પરત ફર્યો હતો. આથી જામનગર ની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી . જે કેશ જામનગર એડી.ચીફ જેયુડી. મેજિસ્ટ્રેટ એમ માર લાલવાણી ની અદાલતમાં ચાલી જતા ચાલી જતાં આરોપી ને એક વરસ ની સાદી કેદ ની સજા તથા રૂ.૬૦,૦૦૦ ચેક મુજબ ની રકમ ના દંડ નો હુકમ કરેલ છે. જો દંડ ની રકમ ભરપાઈ કરવામાં આરોપી કસુર કરે તો વધુ ત્રણ માસ ની સાદી કેદ ની સજા નો પણ હુકમ કરેલ છે. આ કેસ માં ફરિયાદી તરફે વકીલ ભગીરથસિંહ ઝાલા તથા કલ્પેન વી.રાજાણી રોકાયા હતા.

