પ્રિયંકાની સાથે બ્લૂમ પણ સહનિર્માતા હતો હવે ફાઈનાન્સ, વિતરણમાં મુશ્કેલી થશે
Mumbai, તા.૨૭
પ્રિયંકા ચોપડા જોનાસ દ્વારા નિર્મિત અને અભિનિત આગામી ફિલ્મ ‘રીસેટ’માંથી હોલીવૂડના સ્ટાર ઓર્લાન્ડો બ્લૂમે એક્ઝીટ મારી હોવાની ચર્ચા થઇ રહી છે. હવે પ્રિયંકા ચોપડા જોનાસના હીરો તરીકે ત્રણ એક્ટરના નામો પર વિચારણા કરવામાં આવી રહી છે.બ્લૂમ આ પ્રોજેક્ટ સાથે પ્રિ-પ્રોજેક્ટ તબક્કાથી જોડાયેલો હતો. તે આ ફિલ્મમાં એક્ટિંગ કરવા ઉપરાંત તેના સહનિર્માતા તરીકે પણ જોડાવાનો હતો. બ્લૂમના બેનર એમેઝિંગ ઓઉલ અને પ્રિયંકાના બેનર પરપલ પેબલ પિકચર્સ હેઠળ આ ફિલ્મ બનવાની હતી. હવે બ્લૂમની એક્ઝિટ થઇ હોવાનું જાણી ટીમના સભ્યો હતાશ થઇ ગયા છે.બ્લૂમનું નામ આ ઇન્ડિપેન્ડન્ટ પ્રોજેક્ટ સાથે સંકળાયેલું હોઇ તેના માટે ફાયનાન્સ મેળવવાનું સરળ બની રહ્યું હોત.આ ઉપરાંત બ્લૂમ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીબ્યુટર શોધવામાં પણ સહાયરૂપ બનવાનો હતો. સર્વાઇવલ થ્રીલર ‘રીસેટ’ને મેટ્ટ સ્મુકલેર નિર્દેશિત કરી રહ્યો છે. જેની ૨૦૨૦માં ‘વાઇલ્ડ ફલાવર’ ફિલ્મ આવી હતી.

