રાજપાલ યાદવે ૨૦૧૩ની સાલમાં પોતાનો એક્ટિંગનો વ્યવસાય છોડીને નવી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો
Mumbai, તા.૧૬
બોલીવુડ હાસ્ય અભિનેતા રાજપાલ યાદવે તેની સામે હાલ ચાલી રહેલાંચેક બાઉન્સ કેસમાં પોતાના દેવા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તેણે રૂ. ૫ કરોડમાંથી રૂ.૨.૫ કરોડ પહેલાં જ ચુકવી દીધા છે. આ માહિતી તેમના વકીલ દ્વારા દિલ્હી હાઈકોર્ટની સુનાવણી બાદ જાહેર કરવામાં આવી હતી, જ્યાં કેસની આગામી સુનાવણી સુધી સ્થગિત કરવામાં આવી છે. વકીલ ભાસ્કર ઉપાધ્યાયે મિડિયા સામે જણાવ્યું કે યાદવ વધુ રકમ પણ જમા કરવા માટે તૈયાર છે અને ચુકવણી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે રાજપાલ યાદવે ૨૦૧૩ની સાલમાં પોતાનો એક્ટિંગનો વ્યવસાય છોડીને નવી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો અને તે સમયે તેણે અતા, પતા લાપતા નામની ફિલ્મ બનાવી હતી જેમાં તેને રૂ. ૧૧ કરોડનો જંગી ખર્ચો થયો હતો, પરંતુ બાદમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ઉંધા માથે પટકાઇ હતી અને યાદવને જંગી ખોટ ગઇ હતી. આ ફિલ્મને બનાવવા માટે તેણે રૂ. ૫ કરોડ એક વ્યક્તિ પાસેથી લીધા હતા જે બાદમાં પરત કરી શક્યો નહોતો.

