દિલ્હી કનેક્શન, મ્યુલ એકાઉન્ટ અને હવાલા નેટવર્કની આશંકા
અમદાવાદ,તા.૨૨
આઇપીએલ મેચ પર ઓનલાઇન સટ્ટાબાજીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલએ નિકોલ વિસ્તારના એક ફ્લેટમાં દરોડા પાડીને વિજય કરડાણી નામના શખ્સને ઝડપી લીધો છે. પોલીસે ઘટનાસ્થળેથી કાર, મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સહિત ૧૫.૭૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ સટ્ટા રેકેટના તાર દિલ્હી સુધી જોડાયેલા હોવાનું તેમજ મ્યુલ અને સગા-સંબંધીઓના બેન્ક ખાતા દ્વારા હવાલા મારફતે નાણાકીય વ્યવહારો થતા હોવાનું સામે આવ્યું છે. આ આંતરરાજ્ય નેટવર્કની તપાસ માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના ૨૬ મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલએ ઓનલાઇન આઇપીએલ ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ કરતા નિકોલના સૃષ્ટી લેવીસ ફ્લેટ ખાતે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે આરોપી વિજયકુમાર કરડાણીને ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસ મુજબ, મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન સટ્ટાનું નેટવર્ક સક્રિય હતું. વોટ્સએપ ગ્રુપ અને વર્ચ્યુઅલ નંબરના માધ્યમથી ક્રિકેટ સટ્ટાનો આખો કારોબાર ચલાવવામાં આવતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન દિલ્હી કનેક્શન પણ બહાર આવ્યું છે. આરોપીને રાજવીરસિંહ નામના વ્યક્તિ પાસેથી સટ્ટાની આઈડી મળતી હોવાનો ખુલાસો થયો છે. સાથે જ મ્યુલ એકાઉન્ટ મારફતે હારજીતના નાણાં ટ્રાન્સફર થતા હોવાની મહત્વની માહિતી પોલીસને મળી છે. પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આરોપી પોતાની પત્ની, સગા-સંબંધીઓ અને અન્ય લોકોના બેંક ખાતાનો ઉપયોગ નાણાંના વ્યવહારો માટે કરતો હતો.
સરકારી વકીલ તુષાર એલ બારોટે કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર રેકેટનું નેટવર્ક ખૂબ જ વિશાળ હોઈ શકે છે અને તેમાં અન્ય રાજ્યોના લોકો પણ સંડોવાયેલા હોવાની શક્યતા છે. આરોપીના મોબાઇલ, બેંક ટ્રાન્ઝેક્શન, વર્ચ્યુઅલ નંબર અને હવાલા કનેક્શન અંગે ઊંડાણપૂર્વક તપાસ જરૂરી હોવાનું તેમણે કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું.
આ સમગ્ર મામલામાં હવે હવાલા અને આંતરરાષ્ટ્રીય નાણાં ટ્રાન્સફર એંગલથી પણ તપાસ તેજ કરવામાં આવી છે. આરોપીની વધુ પૂછપરછ માટે એસએમસીએ ગ્રામ્ય કોર્ટ સમક્ષ ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના ૨૬ મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ આ સટ્ટા નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી રહી છે.
Trending
- Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી
- બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!
- વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી
- RBI એ પોતાનો ખજાનો ખોલી દીધો, સરકારને ૨.૮૭ લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ મળશે
- હું ઈરાનમાંથી યુરેનિયમ બહાર કાઢવાની મંજૂરી નહીં આપુંઃMojahedin Khamenei
- વિશ્વના ૨૦ સૌથી ગરમ શહેરોની યાદીમાં રહેલા બધા શહેરો ભારતના
- Everest શિખર પરથી ઉતરતી વખતે બે ભારતીયોના મોત
- CM Dhami એ પણ રસ્તાઓ પર નમાઝ પઢવા અંગે નિવેદન બહાર પાડ્યું

