Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા

    May 21, 2026

    Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત

    May 21, 2026

    Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud

    May 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા
    • Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત
    • Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud
    • Morbi ની યુવતીનો Snapchatથી સંપર્ક કરી ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અપહરણ બાદ દુષ્કર્મ
    • સાવરકુંડલા ગામે રાજુલાના બાબરીયાધારના યુવકની કુહાડી-પાઈપના ઘા ઝીંકી Murder
    • જામનગરમાં વધુ એક કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ’Gujsitok’ અંગેનો ગુનો
    • Porbandar માં સગાઈ તોડવાનો ખાર રાખી ભાવી નણંદનું ઢીમ ઢાળી દીધું
    • પડધરીમાં ઘરમાં ગોડાઉન માંથી રૂ.4.62 લાખનો Alcohol ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»જ્વેલર્સ શોરૂમમાં થયેલી ચોરીમાં હર્ષિદા પાસેથી ૨૨ લાખના બાદ પ્રેમી મયુર પાસેથી ૧૬ લાખના દાગીના રિકવર
    અમદાવાદ

    જ્વેલર્સ શોરૂમમાં થયેલી ચોરીમાં હર્ષિદા પાસેથી ૨૨ લાખના બાદ પ્રેમી મયુર પાસેથી ૧૬ લાખના દાગીના રિકવર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 21, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad ,તા.૨૧
    શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા આભૂષણ જ્વેલર્સ શોરૂમમાં થયેલી કરોડો રૂપિયાના Jewelry ની ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં અગાઉ મહિલા આરોપી હર્ષિદા શેટ્ટીની ધરપકડ બાદ હવે તેના પ્રેમી અને ફરાર આરોપી મયુર માળીની પણ નિકોલ પોલીસે અમદાવાદ રિંગ રોડ પરથી ધરપકડ કરી છે. ત્યારે સમગ્ર મામલે તપાસમાં સામે આવ્યું છે કે, આ ચોરીના કાવતરાનો માસ્ટરમાઈન્ડ મયુર જ હતો.
    વિગતવાર વાત કરીએ તો, અમદાવાદના નિકોલ વિસ્તારમાં અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં દર્શનભાઈ આભૂષણ નામનો સોના-ચાંદીનો શો રૂમ ચલાવે છે. દર્શનભાઈના આ શોરૂમમાં અલગ અલગ પોસ્ટ પર કુલ ૧૯ જણા કામ કરે છે. જેમાં હર્ષિદા શેટ્ટી નામની આ યુવતી પણ સેલ્સ ગર્લ તરીકે કામ કરી રહી હતી. શો રૂમમાં બધું જ રાબેતા મુજબ ચાલતું હતું જોકે ગત ૧૧ મેના રોજ સાંજના સમયે શો રૂમમાંથી કરોડો રૂપિયાના દાગીના ચોરી ખડભળાટ મળ્યો હતો અને મામલો પોલીસ સ્ટેશને પહોંચતા આ ચોરી અન્ય કોઈએ નહીં પણ શોરૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હર્ષિદાએ જ કરી હોવાનો ભાંડાભોડ થયો હતો.
    પોલીસ પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી મયુર માળી છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર સાથે અમદાવાદમાં રહેતો હતો. તેણે પોતાની પ્રેમિકા હર્ષિદાને જ્વેલરી શોરૂમમાં ચોરી કરવા માટે પ્રેરિત કરી હતી. બંનેએ ચોરી બાદ રાજ્ય બહાર જઈ નવી જિંદગી શરૂ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે પોલીસની ઝડપી કાર્યવાહીથી તેમનો પ્લાન નિષ્ફળ ગયો અને તે સમયે પોલીસે હર્ષિતાને પકડી પાડી હતી. જોકે તેનો બોયફ્રેન્ડ મયુર હાલ સુધી ફરાર હતો, જેને પોલીસે હાલ અમદાવાદ રિંગ રોડ પરથી પકડી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે.
    તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. મયુર અને હર્ષિદા વચ્ચે છેલ્લા ૧૧ મહિનાથી પ્રેમ સંબંધ હતો. બંનેની મુલાકાત એક બિઝનેસ સમિટ દરમિયાન થઈ હતી અને ત્યારબાદ બંને નજીક આવ્યા હતા. હર્ષિદા પોતાના પતિથી અલગ રહેતી હતી અને તેના વ્યક્તિગત જીવનમાં પણ અનેક સમસ્યાઓ ચાલી રહી હતી. બંનેએ સાથે નવી જિંદગી શરૂ કરવા માટે ચોરીનો પ્લાન બનાવ્યો હતો.જોકે ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ હર્ષિતાને પણ તેના પ્રેમી મયુરે દગો આપ્યો હતો.
    મયુર અને હર્ષિદાએ ૧૧ મેના રોજ ચોરીને અંજામ આપવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે તે દિવસે શોરૂમમાં બે માલિક પૈકી માત્ર એક જ હાજર હતો અને મોટાભાગનો સ્ટાફ રજા પર હતો. પરિસ્થિતિ અનુકૂળ હોવાથી બંનેએ કરોડોની ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી બાદ બંને સૌથી પહેલા ઉદયપુર ગયા હતા. ત્યારબાદ જયપુર, દિલ્હી અને ઋષિકેશમાં ફર્યા હતા. ચોરી બાદ હર્ષિતા અને મયુર બંને એક હોટેલમાં રોકાયા હતા ત્યારે કોઈ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે દરમિયાન હર્ષિદા નાહવા ગઈ ત્યારે મયુર સોના-ચાંદીના Jewelry લઈને ફરાર થઈ ગયો હતો.
    નોંધનીય છે કે, અગાઉ આ મામલે પોલીસે હર્ષિદા પાસેથી રૂ. ૨૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે હવે મયુર પાસેથી રૂ. ૧૬ લાખનું Jewelry મળી આવ્યું છે. જ્યારે બાકીનો મુદ્દામાલ રાજસ્થાનમાં છુપાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવતા તેને શોધવા માટે પોલીસની ટીમ કામગીરી કરી રહી છે. ત્યારે હાલ હર્ષિદા ૨૨ મે સુધી પોલીસ રિમાન્ડ પર છે જ્યારે મયુરની ધરપકડ બાદ બંનેની સામસામે પૂછપરછમાં હજુ વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે આખા અમદાવાદમાં ચકચારી બનેલા આ કેસ પર હાલ તમામની નજર ટકેલી છે

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    અમદાવાદઃ મર્સિડીઝ કારમાંથી અંદાજે ૬૯ લાખ રૂપિયાનો ૨ કિલો Hybrid cannabis જપ્ત

    May 21, 2026
    અમદાવાદ

    અમદાવાદમાં વોચમેનની રૂમમાંથી ૮૩ હજારનું Charas ઝડપાયું

    May 21, 2026
    અમદાવાદ

    Builder સમયસર કબ્જો ન સોંપે તો ગ્રાહકને સંપૂર્ણ રિફંડ ચુકવવું પડે : `ગુજરેરા’નો ચુકાદો

    May 20, 2026
    અમદાવાદ

    Ahmedabad: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ

    May 19, 2026
    અમદાવાદ

    વીઝા કૌભાંડમાં શરતોનો ભંગ કરનાર ત્રણ આરોપીઓના આગોતરા જામીન હાઇકોર્ટે રદ કર્યા

    May 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ

    May 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા

    May 21, 2026

    Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત

    May 21, 2026

    Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud

    May 21, 2026

    Morbi ની યુવતીનો Snapchatથી સંપર્ક કરી ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અપહરણ બાદ દુષ્કર્મ

    May 21, 2026

    સાવરકુંડલા ગામે રાજુલાના બાબરીયાધારના યુવકની કુહાડી-પાઈપના ઘા ઝીંકી Murder

    May 21, 2026

    જામનગરમાં વધુ એક કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ’Gujsitok’ અંગેનો ગુનો

    May 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા

    May 21, 2026

    Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત

    May 21, 2026

    Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud

    May 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.