Ahmedabad ,તા.૨૧
અમદાવાદ શહેરમાં Hybrid cannabis વધતા નેટવર્ક વચ્ચે એસઓજી ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. વિજય ચાર રસ્તા નજીકથી મર્સિડીઝ કારમાં ફરતા એક યુવકને ઝડપી લઈને તેની પાસેથી અંદાજે ૬૯ લાખ રૂપિયાનો ૨ કિલો Hybrid cannabis જપ્ત કર્યો છે. ઝડપાયેલો આરોપી મૂળ રાજસ્થાનનો હોવાનું અને હાલ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ અને Hybrid cannabis નું નેટવર્ક ઝડપથી ફેલાઈ રહ્યું છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પેડલરો હવે પોલીસની નજરથી બચવા માટે મોંઘીદાટ અને લક્ઝરી કારનો ઉપયોગ કરી રહ્યા છે. બોપલના અર્ચિત અને તેનો સાથી લાલો પણ મર્સિડીઝ કારમાં જ ગાંજાની ડિલિવરી કરતા હોવાની વિગતો સામે આવી છે.
એસઓજીના પીઆઇ ગોહિલ અને ભટ્ટને બાતમી મળી હતી કે રાજસ્થાનથી Hybrid cannabis નો મોટો જથ્થો અમદાવાદ લાવવામાં આવ્યો છે. બાતમીના આધારે વિજય ચાર રસ્તા પાસે વોચ ગોઠવી પોલીસે હાર્દિક નામના યુવકને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન પોલીસે મર્સિડીઝ કારની તલાશી લેતા ગાંજાના બે પેકેટ મળી આવ્યા હતા. કુલ ૨ કિલો હાઈબ્રિડ ગાંજાની કિંમત અંદાજે ૬૯ લાખ રૂપિયા હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મર્સિડીઝ કાર ભુપેન્દ્ર નામના વ્યક્તિની છે. હાર્દિકે પૂછપરછમાં જણાવ્યું કે ભુપેન્દ્ર પાસેથી તેના પૈસા લેવાના હોવાથી તેણે કાર ઉપયોગ માટે લીધી હતી.
આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે હાર્દિકને એરપોર્ટ નજીક ટ્રોલી બેગમાં ગાંજો સોંપવામાં આવ્યો હતો. આરોપીએ જણાવ્યું કે તેના સંબંધી પ્રદીપના કહેવાથી તે એરપોર્ટ પાસે ગયો હતો, જ્યાંથી તેને ગાંજાના નવ પેકેટ આપવામાં આવ્યા હતા.
જે વ્યક્તિ ગાંજો લઈને આવ્યો હતો તે સાત પેકેટ સાથે પરત ગયો હતો, જ્યારે બે પેકેટ હાર્દિક પાસે રહી ગયા હતા. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે આ હાઈબ્રિડ ગાંજો ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો અને અમદાવાદમાં કોને સપ્લાય થવાનો હતો.
Trending
- Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા
- Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત
- Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud
- Morbi ની યુવતીનો Snapchatથી સંપર્ક કરી ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અપહરણ બાદ દુષ્કર્મ
- સાવરકુંડલા ગામે રાજુલાના બાબરીયાધારના યુવકની કુહાડી-પાઈપના ઘા ઝીંકી Murder
- જામનગરમાં વધુ એક કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ’Gujsitok’ અંગેનો ગુનો
- Porbandar માં સગાઈ તોડવાનો ખાર રાખી ભાવી નણંદનું ઢીમ ઢાળી દીધું
- પડધરીમાં ઘરમાં ગોડાઉન માંથી રૂ.4.62 લાખનો Alcohol ઝડપાયો

