વસ્ત્રાલમાં આવેલા તક્ષશિલા રોડ પાસેનો બનાવ – ઘાયલ સારવાર હેઠળ, બીએસએફમાં ફરજ બજાવતા બે જવાનની અટકાયત
Ahmedabad, તા.૧૫
વસ્ત્રાલમાં તક્ષશીલા ચાર રસ્તા પાસે મકાનના દિવાની વિવાદમાં ફાયરિંગનો બનાવ બનવા પામ્યો છે. સોમવારે બપોરે ત્રણ ભાઈ અને અન્ય સંબંધી સહિતના લોકો આ મામલે સમાધાન માટે ભેગા થયા હતા. જ્યાં ઝઘડો થતા મ્જીહ્લ જવાને પોતાની પાસે રહેલા હથિયારથી સંબંધીને સાથળમાં ગોળી મારી દીધી હતી.
ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડાયા બાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સેક્ટર-૨ જેસીપી અને સ્થાનિક પોલીસના કાફલાએ સ્થળ પર પહોંચીને બંને આરોપીની અટકાયત કરી છે. રામોલ પોલીસે ગુનો નોંધીને તપાસ કરતા પકડાયેલા બંને ભાઈ મ્જીહ્લમાં ફરજ બજાવતા હોવાની વિગતો ખુલવા પામી છે. તક્ષશિલા ક્રોસ રોડ પાસે સોમવારે બપોરે મકાનના આંતરિક વિવાદમાં સમાધાન કરવા ભેગા થયેલા લોકો વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી.
ઘટનાની વિગત એવી છે કે આશિષ, પવન અને પ્રમોદ નામના ત્રણ સગા ભાઈ તથા અન્ય સંબંધીઓ મકાનની વહેચણી અને દિવાની બાબતને લઈને એકત્રિત થયા હતા. તે દરમિયાનમાં બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થતાં સીમા સુરક્ષા દળ(મ્જીહ્લ)માં ફરજ બજાવતા જવાને ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન સંબંધી નિવૃત્ત આર્મીમેન રાજેશ પ્રજાપતિને પગમાં સાથળના ભાગે ગોળી વાગી હતી. એકાએક દોડધામ મચી જવા પામી હતી અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. બીજી બાજુ બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. રામોલ પોલીસે મ્જીહ્લ જવાન પ્રમોદ અને પવન પ્રજાપતિની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન પવન પ્રજાપતિ, પ્રમોદ પ્રજાપતિ અને આશિષ ત્રણ સગા ભાઈ છે. જેમાં પ્રમોદ મ્જીહ્લમાં છજીૈં અને પવન સિપાઈ તરીકે નોકરી કરે છે. છેલ્લા ચાર મહિનાથી મકાનની વહેંચણી બાબતે સંબંધીઓમાં માથાકૂટ ચાલતી હતી. જે દરમિયાનમાં આજે સમાધાન માટે ભેગા થયા ત્યારે પ્રમોદે લાઈસન્સવાળા બાર બોરના હથિયારથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

