Ahmedabad તા. ૨૯
Ahmedabad શહેરમાં સતત વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં ટ્રાફિક માટે બાધારૂપ બનતા અને વાહનવ્યવહારમાં અડચણ ઊભી કરતા ફેરિયાઓ સામે હવે તંત્ર લાલ આંખ કરશે. છસ્ઝ્રના નવા આદેશ અનુસાર, હવેથી શહેરના મુખ્ય અને જાહેર માર્ગો પર શાકભાજી કે ફળોની લારીઓ ઊભી રાખી શકાશે નહીં. રસ્તાઓ પર આડેધડ ઊભી રહેતી લારીઓને કારણે નાગરિકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડતો હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે.
તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય માત્ર ટ્રાફિક નિયંત્રણ માટે છે, ફેરિયાઓની રોજીરોટી છીનવવાનો તેમનો કોઈ હેતુ નથી. ફેરિયાઓના હક અને રોજગારને ધ્યાને રાખીને છસ્ઝ્ર દ્વારા ખાસ વેજિટેબલ માર્કેટ તૈયાર કરવામાં આવ્યા છે.
એએમસીના ચોપડે હાલ ૨૫,૪૭૫ શાકભાજી અને ફળોના રેંકડી ધારકો નોંધાયેલા છે. આ તમામ નોંધાયેલા ફેરિયાઓએ તેમને ફાળવવામાં આવેલા નિયત વેજિટેબલ માર્કેટમાં જ રહીને પોતાનો ધંધો-રોજગાર કરવાનો રહેશે. છસ્ઝ્ર દ્વારા શહેરમાં રસ્તાઓ મુક્ત કરવા માટે ખાસ માર્કેટોનું નિર્માણ કરાયું છે, જેમાં ૧૨ વેજિટેબલ માર્કેટ હાલ સંપૂર્ણ રીતે કાર્યરત છે. ૧૮ નવા માર્કેટ બનાવવાની કામગીરી હાલ પ્રક્રિયા હેઠળ છે. ૨ માર્કેટ કોર્ટ મેટર (કાનૂની વિવાદ) હેઠળ હોવાથી હાલ વપરાશમાં નથી.
એએમસી દ્વારા ફેરિયાઓને સમયાંતરે તંત્ર દ્વારા ફાળવવામાં આવેલી જગ્યાનો જ વપરાશ કરવા માટે સમજાવવામાં આવ્યા છે અને ફરી એકવાર તમામ ફેરિયાઓને આ અંગે વિગતે સમજ કરવામાં આવશે. જોકે, માત્ર સમજાવટ પૂરતી ન રહેતા આ નિયમનું કડકપણે પાલન થાય તે માટે તંત્રએ ખાસ આયોજન કર્યું છે. જેમાં નિયમોની ચુસ્ત અને કડક અમલવારી કરાવવા માટે ખાસ એક્સ-આર્મીમેન (પૂર્વ સૈનિકો)ની ટીમ રાખવામાં આવી છે, જેઓ રસ્તાઓ પર સતત વોચ રાખશે. જે ફેરિયાઓ છસ્ઝ્ર ચોપડે નોંધાયેલા નથી અને જો તેઓ જાહેર રસ્તાઓ પર ઊભા રહીને ટ્રાફિકની મુશ્કેલી કે અડચણ ઊભી કરશે, તો તેમની સામે તંત્ર દ્વારા કાયદેસરની અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે.

