Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો

    September 29, 2026

    Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ

    September 29, 2026

    Rajkot સહિત રાજ્યના તમામ બાર એસો.ની ડિસેમ્બરમાં ચૂંટણીનું બ્યુગલ

    September 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો
    • Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ
    • Rajkot સહિત રાજ્યના તમામ બાર એસો.ની ડિસેમ્બરમાં ચૂંટણીનું બ્યુગલ
    • Babra માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોનો વિજય
    • Morbi: ગ્રાહક અદાલતમાં ચાલતા કેસોમાં થતા વિલંબ મામલે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે સીએમને પત્ર લખ્યો
    • કાગડાઓને Kagvas શા માટે નાખવામાં આવે છે : પૌરાણિક મહત્વ
    • માથેરાન ફરવા ગયેલા Jamnagarના સેક્શન ઓફિસર સાથે ઓનલાઈન છેતરપિંડી
    • Jamnagar શહેર અને જિલ્લામાં જુગારના નવ દરોડામાં ૧૨ શખ્સો ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાશે, અમિત ચાવડાનો ખુલાસો
    અમદાવાદ

    Ahmedabad: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાશે, અમિત ચાવડાનો ખુલાસો

    Vikram RavalBy Vikram RavalSeptember 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૯

    રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આગામી દિવસોમાં પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ફરી એકવાર કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી લીલીઝંડી મળ્યા બાદ જ આ અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭માં શંકરસિંહ વાઘેલાએ પોતાના જૂથના ધારાસભ્યો સાથે કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો હતો અને પક્ષને મોટો ફટકો પહોંચાડ્યો હતો. હવે લગભગ ૯ વર્ષના લાંબા ગાળા બાદ તેઓ ફરીથી કોંગ્રેસનો હાથ ઝાલવા તૈયાર થયા છે, જેને લઈને રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

    શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ જોડાણ મામલે નિવેદન આપતા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ખુલાસો કર્યો છે કે, શંકરસિંહ અને કોંગ્રેસ વચ્ચે જોડાણ અંગે સકારાત્મક વાતચીત ચાલી રહી છે. અમિત ચાવડાના જણાવ્યા અનુસાર, દેશ અને ગુજરાતમાં હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે તથા ભાજપની તાનાશાહીથી ત્રસ્ત થઈને ઘણા નેતાઓ કોંગ્રેસ સાથે જોડાવા માટે આગળ આવી રહ્યા છે. તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, વોટ ચોરી, હિન્દુત્વના નામે રાજકારણ અને ચંદા ચોરી કરનારી ભાજપ સામે લડવા માટે કોંગ્રેસ જ માત્ર વિકલ્પ છે. શંકરસિંહ વાઘેલા હંમેશા ભાજપ અને નરેન્દ્ર મોદી સામે ખુલ્લેઆમ બોલતા રહ્યા છે. આવનારા દિવસોમાં ભાજપ સામે તમામ વિરોધી તાકાતો એક થશે અને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં જનતાની અપેક્ષાઓ પ્રમાણે પરિણામ લાવશે.

    વાઘેલાની પાર્ટીના વિલીનીકરણ અંગે અમિત ચાવડાએ સ્પષ્ટ કર્યું કે તે અંગેનો આખરી જવાબ શંકરસિંહ પોતે જ આપશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજ્યની એટલે કે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા જ વાઘેલા વિધિવત રીતે કોંગ્રેસનો હાથ પકડી શકે છે. જો આ વાપસી થાય છે તો આગામી સમયમાં ગુજરાતના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે અને તેમને કોર્પોરેશનની ચૂંટણી માટે મહત્ત્વની જવાબદારી સોંપાય તેવી પણ પૂરી શક્યતા છે. માત્ર કોર્પોરેશન જ નહીં, પરંતુ આગામી વિધાનસભા ચૂંટણી માટે પણ તેમને કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. આ સંદર્ભે કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા સતત શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

    કોંગ્રેસના નવા પ્રભારી રણદીપ સુરજેવાલા પોતે શંકરસિંહ વાઘેલાના સતત સંપર્કમાં છે. શંકરસિંહ વાઘેલાનો બહોળો રાજકીય અનુભવ અને રાજ્યભરમાં તેમનું જનસમર્થન કોંગ્રેસને ફરી બેઠી કરવામાં મદદરૂપ થઈ શકે છે.

    બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભા પક્ષના દંડક કિરીટ પટેલે પણ આ સમાચારો પર મોહર લગાવતા શંકરસિંહ વાઘેલાના આગમનને આવકાર્યું છે. કિરીટ પટેલે દાવો કર્યો છે કે કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિમાં શંકરસિંહ વાઘેલા જેવા મજબૂત અને અનુભવી નેતા સંગઠનથી લઈને ચૂંટણીલક્ષી વ્યૂહરચના સુધી અનેક જગ્યાએ ઉપયોગી સાબિત થશે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જેવા ઉચ્ચ હોદ્દાઓ પર રહી ચૂક્યા હોવાથી તેમના અનુભવનો સીધો ફાયદો પક્ષને મળશે. ભૂતકાળમાં કોંગ્રેસને તોડવામાં શંકરસિંહની ભૂમિકા અંગે પૂછવામાં આવતા કિરીટ પટેલે હળવાશથી કહ્યું કે, “રાજકારણમાં આ બધું ચાલતું રહે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આજકાલ કોંગ્રેસમાં રહીને ભાજપ કે તેના નેતાઓને ગાળો આપનારા લોકો પણ અત્યારે ભાજપમાં ઊંચા પદો પર બેઠા છે, તેથી રાજકારણમાં ભૂતકાળને ભૂલીને આગળ વધવું જરૂરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમુંબઈની હોટલમાં Vadodaraની યુવતી પર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસઃ વાપીમાં સારવાર દરમિયાન ઘટનાનો ભાંડો ફૂટ્યો !
    Next Article Rajkotની સરકારી ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રિન્સિપાલ પરેશ રાવલ ડિસમિસ, ૨૫.૩૬ લાખની નાણાકીય ગેરરીતિમાં કાર્યવાહી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadમાં ટ્રાફિકની સમસ્યા સામે એએમસીનું કડક વલણઃ જાહેર માર્ગો પર લારીઓ ઊભી રાખવા પર પ્રતિબંધ

    September 29, 2026
    અમદાવાદ

    Ahmedabad: કેનેડાના વર્ક વિઝાના બહાને કાંકરિયાના વેપારી સાથે ૨૦ લાખની ઠગાઈ

    September 29, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ૫૦૦ ટન કચરામાંથી દરરોજ બનશે ૨૦ હજાર કિલો બાયો-સીએનજી ગેસ!

    September 29, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં પ્યોર ઘીના નામે ભેળસેળ, ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, ૫૦૦ લિટર જથ્થો સીઝ

    September 28, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઘેરદાર ઘમ્મરિયા સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી

    September 24, 2026
    અમદાવાદ

    Ahmedabad: તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,690
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,380
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-09-2026 21:09
    Categories
    Latest News

    Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો

    September 29, 2026

    Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ

    September 29, 2026

    Rajkot સહિત રાજ્યના તમામ બાર એસો.ની ડિસેમ્બરમાં ચૂંટણીનું બ્યુગલ

    September 29, 2026

    Babra માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોનો વિજય

    September 29, 2026

    Morbi: ગ્રાહક અદાલતમાં ચાલતા કેસોમાં થતા વિલંબ મામલે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે સીએમને પત્ર લખ્યો

    September 29, 2026

    કાગડાઓને Kagvas શા માટે નાખવામાં આવે છે : પૌરાણિક મહત્વ

    September 29, 2026
    Search
    Main News

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkotના યુવરાજનગરમાં ઘરમાં ઘૂસેલા શખ્સને ટપાળતા વૃદ્ધને માર માર્યો

    September 29, 2026

    Rajkot: ફોર્ચ્યુન હોટલ નજીક વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ

    September 29, 2026

    Rajkot સહિત રાજ્યના તમામ બાર એસો.ની ડિસેમ્બરમાં ચૂંટણીનું બ્યુગલ

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.