(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧
બૃહદ ગીરનો વિસ્તાર ગણાતા રાજુલા પંથકમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. અને સિંહો દ્વારા માનવ હુમલાઓ કરતા હોવાની ચોંકાવનારી ઘટનાઓ પણ ઘટે છે. ત્યારે આજે રાજુલાના કોવાયા ગામે રેસ્ટોરન્ટમાં કામ કરતો ઉતરાખંડનો પ્રકાશચંદ નામના યુવકને વ્હેલી સવારે સિંહણે ફાડી ખાધો હતો અલ્ટ્રાટેક પાવર પ્લાન્ટની સામે યુવક પર સિંહણે હુમલો કરીને બાજુની કાંટાળી ઝાડીમાં યુવકને ફાડી ખાધો હતો.
મૃત યુવક પ્રકાશચંદ્રના માત્ર ખોપડી જેવી અવશેષો બાકી રહ્યા હતા ને યુવકને સિંહણ શિકાર કરીને ખાઇ ગયેલ હતી ગંભીર ઘટનાની જાણ થતા વનવિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યું હતું ને આસપાસમાં સિંહોનું સ્કેનિંગ કરીને ૪ સિંહ પરિવાર રહેતા હોવાની વિગતો મળતા જેમાંથી એક સિંહને વનવિભાગે ટ્રાન્ગ્યુલાઈજ કરીને પાંજરે પૂરી દીધો હતો જ્યારે અન્ય સિંહોને પકડવાની કવાયત શરૂ કરી હતી. ત્યારે સિંહોની હુમલાની ઘટનાથી સ્થાનિકોમાં રોષ હતો તો સ્થાનીક રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ સિંહોના માનવીઓ પર થતા હુમલાની ચિંતાઓ વ્યક્ત કરીને સરકારમાં રજૂઆત કરી હતી.

