Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ambajiના ગબ્બર ખાતે ભારે વરસાદથી પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ૧૫ વર્ષીય કિશોરનું મોત

    September 19, 2026

    Amreli: સાવરકુંડલામાં પિતાએ દીકરીની હત્યા કરી મૃતદેહ ફ્રિજમાં છુપાવ્યો, સુસાઇડ નોટમાં લખ્યું,સાથે લઈ જાઉં છું

    September 19, 2026

    Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ambajiના ગબ્બર ખાતે ભારે વરસાદથી પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ૧૫ વર્ષીય કિશોરનું મોત
    • Amreli: સાવરકુંડલામાં પિતાએ દીકરીની હત્યા કરી મૃતદેહ ફ્રિજમાં છુપાવ્યો, સુસાઇડ નોટમાં લખ્યું,સાથે લઈ જાઉં છું
    • Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત
    • Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો
    • Ahmedabad અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે
    • Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ
    • Jamnagarમાં નકલી દારૂ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું
    • Ambajiમાં નવા રેલવે સ્ટેશનનું ૩ વર્ષમાં માત્ર ૧૩% કામ!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: સાવરકુંડલામાં પિતાએ દીકરીની હત્યા કરી મૃતદેહ ફ્રિજમાં છુપાવ્યો, સુસાઇડ નોટમાં લખ્યું,સાથે લઈ જાઉં છું
    અમરેલી

    Amreli: સાવરકુંડલામાં પિતાએ દીકરીની હત્યા કરી મૃતદેહ ફ્રિજમાં છુપાવ્યો, સુસાઇડ નોટમાં લખ્યું,સાથે લઈ જાઉં છું

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli,તા.૧૯

    સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં પિતા અને પાંચ વર્ષની પુત્રીના મોતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આર્થિક સંકટથી પરેશાન ૪૦ વર્ષીય કિશોરભાઈ ધાણકે પોતાની પાંચ વર્ષની પુત્રી હિમાંશીના મોત  બાદ પોતાનું જીવન પણ ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ દરમિયાન સુસાઈડ નોટ તથા મોબાઈલ ફોન કબજે કર્યા હતા.

    કિશોરભાઈ ધાણક હાડીડા ગામમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા અને બાંધકામ સાઈટ પર સુપરવાઈઝર તરીકે કામ કરતા હતા. બનાવના દિવસે તેઓ બાકી નાણાંની ઉઘરાણી માટે મહુવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. સાંજના સમયે પત્ની મંજુબેન અને પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે મકાન અંદરથી બંધ હતું. ત્યારબાદ ગામના સરપંચ અને ગ્રામજનોની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. અંદર કિશોરભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

    ઘરમાં પાંચ વર્ષની પુત્રી હિમાંશી ઉર્ફે દીકુ જોવા ન મળતાં પરિવારજનો અને ગ્રામજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં બંને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    પોલીસને ઘટનાસ્થળેથી કિશોરભાઈ દ્વારા લખાયેલી ત્રણ સુસાઈડ નોટ મળી આવી હોવાનું સામે આવ્યું છે. તેમાં તેમણે નાણાકીય મુશ્કેલી અને બાકી નાણાં ન મળવાના કારણે ભારે તણાવમાં હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. ચિઠ્ઠીમાં તેમણે પત્ની પાસે માફી માગી હોવાનું પણ સામે આવ્યું છે. તેમણે પત્નીને પોતાની દીકરીની સંભાળ રાખવા અને તેમને માફ કરી દેવા વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું છે.

    મૃતકની પત્ની મંજુબેનના જણાવ્યા મુજબ, કિશોરભાઈ મહુવામાં મહમદભાઈ નામના વ્યક્તિની સાઈટ પર કામ કરતા હતા. તેમના જણાવ્યા પ્રમાણે ત્રણ વર્ષના કામના આશરે ૭ લાખ મળ્યા બાદ તે રકમ સાઈટમાં રોકવામાં આવી હતી. ત્યારબાદ વધુ નાણાંની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંજુબેનના જણાવ્યા મુજબ મહુવા ખાતે કરેલા કામના આશરે ૭.૨૫ લાખ બાકી નીકળતા હતા અને આ રકમ સમયસર ન મળતાં કિશોરભાઈ માનસિક તણાવમાં હતા. જોકે, આ દાવાઓ અંગે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.પાડોશી પ્રદીપભાઈ નરોત્તમભાઈ દેવગાણિયાના જણાવ્યા મુજબ, મંજુબેન સાંજના સમયે તેમના ઘરે આવી હતી અને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ તેઓ સ્થળ પર પહોંચ્યા અને સરપંચ નજુભાઈને જાણ કરી હતી. સરપંચ અને ગ્રામજનોની મદદથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની હાજરીમાં બંને મૃતદેહને બહાર કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

    સાવરકુંડલા રૂરલ પોલીસે આ મામલે મૃતકની પત્નીની ફરિયાદના આધારે બીએનએસની કલમ ૧૦૩(૧) હેઠળ ગુનો નોંધ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે કિશોરભાઈ અને તેમની પત્નીના મોબાઈલ ફોન કબજે કર્યા છે. તપાસ દરમિયાન કિશોરભાઈના મોબાઈલ ફોનમાંથી ડેટા ડિલીટ થયેલો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. હવે કોલ ડિટેઈલ્સ અને અન્ય ઉપલબ્ધ માહિતીના આધારે પોલીસ સમગ્ર ઘટનાના સંજોગોની તપાસ કરી રહી છે. પિતા અને પાંચ વર્ષની પુત્રીના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે. નાણાકીય મુશ્કેલી, બાકી નાણાં અને પરિવારની પરિસ્થિતિ સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત
    Next Article Ambajiના ગબ્બર ખાતે ભારે વરસાદથી પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ૧૫ વર્ષીય કિશોરનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!

    September 18, 2026
    અમરેલી

    Amreli: રેલવે પાઇલોટની સતર્કતાથી અકસ્માત ટળ્યો, સિંહણનો આબાદ બચાવ

    September 18, 2026
    અમરેલી

    Amreli: છેલ્લા બાવીસ વર્ષથી નાસતા ફરતા ૪ આરોપીઓને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ

    September 18, 2026
    અમરેલી

    Amreli: વ્હાલસોયી દીકરીની હત્યા કરી, મૃતદેહને ફ્રિજમાં મૂકી પિતા પોતે પંખે લટક્યા

    September 18, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 19:36
    Categories
    Latest News

    Ambajiના ગબ્બર ખાતે ભારે વરસાદથી પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ૧૫ વર્ષીય કિશોરનું મોત

    September 19, 2026

    Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત

    September 19, 2026

    Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો

    September 19, 2026

    Ahmedabad અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં નવરાત્રિના ભવ્ય આયોજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026

    Jamnagarમાં નકલી દારૂ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું

    September 19, 2026
    Search
    Main News

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026

    ૩૦+ વયના US male soldiers માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત

    September 19, 2026

    Americaમાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે

    September 19, 2026

    જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે તો આખી દુનિયા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ જશે : Donald Trump

    September 19, 2026

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ambajiના ગબ્બર ખાતે ભારે વરસાદથી પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ૧૫ વર્ષીય કિશોરનું મોત

    September 19, 2026

    Rajkot: આરોગ્ય સાથે ચેડા, ૫૦૦ કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝપ્ત

    September 19, 2026

    Ahmedabad: હવેથી મોલ-કોમર્શિયલ કોમ્પલેક્ષ પણ વસૂલશે પાર્કિંગ ચાર્જ, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદબાતલ ગણાવ્યો

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.