(મિલાપ રૂપારેલ) Amreli , તા.31
અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ તથા જામનગર જિલ્લાની અલગ અલગ હોટલોમાં રોકાવવાના બહાને હોટલ અને તેની આજુબાજુમાંથી ચોરી કરતા અને છેતરપીંડી કરી પૈસા પડાવતા ઇસમને પકડી પાડી, અમરેલી સીટી પોલિસ સ્ટેશન સહીતના સૌરાષ્ટ્રના જિલ્લાના ગુના ભેદ અમરેલી એલ.સી.બી. ટીમે ઉકેલી આગળની વધુ તપાસ માટે અમરેલી સીટી પોલીસને સોંપી આપેલ છે.
જે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.ની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા અમરેલી બસ સ્ટેશન નજીકની હોટલમાંથી ચોરી કરનાર અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ હતી. આ ગુનાના આરોપીના વર્ણન અંગે માહિતી મેળવી, આરોપીને પકડી પાડવાના સઘન પ્રયાસો શરૂ કરવામાં આવેલ હતા. તે દરમિયાન બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે સુરતના પાસોદરા પાટીયા, અંબા લકઝરીયસમાં રહેતા અને મુળ જામનગરના વતની જીકેશભાઇ રાજેશભાઇ પાનસુરીયા નામના ઇસમને પકડી પાડી તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 15,500 કબ્જે કરી હતી.
પકડાયેલ આરોપીની પુછપરછ દરમિયાન અલગ અલગ જગ્યાઓએ તે હોટલમાં રોકાતો હતો. તે દરમિયાન યેનકેન બહાને સામેવાળાને વિશ્ર્વાસ માં લઇ ઓનલાઇન રૂપિયા બાદમાં ટ્રાન્સફર કરી આપવાના બહાને રોકડ રૂપિયા લઇ જતો રહેતો હતો. તેમજ હોટલના કાઉન્ટરમાંથી તેમજ હોટલની બાજુમાં આવેલ જગ્યાએથી ચોરી કરતો હોવાની કબુલાત આપી હતી.
પકડાયેલ મુકેશની પુછપરછમાં ગત તા.22 ના રોજ વડોદરાથી અમરેલી આવેલ અને અમરેલી બસ સ્ટેશન ખાતે આવેલ અને અમરેલીની હોટલ વેલકમ ઇનમાં ચાવી વડે કાઉન્ટરનું ડ્રોવર ખોલી રૂપિયા 21,000 ની ચોરી કરી લઇ ગયેલ હતો.
આ ઉપરાંત રાજકોટ રૂદ્રાણ ગેસ્ટ હાઉસ ઉના ખાતે આવી, એક મોબાઇલ દુકાન પોરબંદર ખાતે કુબેર હોટલ વેરાવળ મુકામે રેવી હોટલ રાજકોટ મુકામે ક્રિસ્ટલ હોટલ જામનગર મુકામે કૈલાસ હોટલ જુનાગઢ મુકામે વિલા હોટલ અમદાવાદ મુકામે યુવરાજ હોટલ વડોદરા મુકામે ગોલ્ડન હોટલ અને અંકલેશ્ર્વર ખાતે આવેલ હોટલ વેલકમ ઇનમાં રોકાયેલ હોય તે દરમિયાન મેનેજરને વિશ્વાસમાં લઇ, ઓનલાઇન ટ્રાન્સફર સાથે ચોરી કર્યાની કબુલાત આપી હતી.

