ચેક રિટર્ન કેસમાં સોની વેપારીને ટ્રાયલ કોર્ટે સજા ફટકારતા સેશન્સ કોર્ટમાં દાદ માંગી તી
Harpalsinh Jadeja,Rajkot,તા.19
શહેરના સોની વેપારીને ચેક રિટર્ન કેસમાં નીચેની કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજા અને વળતરના હુકમને ઉપલી કોર્ટે રદ કરી કેસની ટ્રાયલ ફરી ચલાવવા હુકમ કર્યો હતો.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં સોની બજાર મેઈન રોડ ઉપર આવેલી રાગનીલ જવેલર્સમાંથી કનકનગરમાં રહેતા હસમુખભાઈ ગોવિંદભાઈ માલણે વેપારી મીત્રતાના સંબંધના દાવે ૧૨૦.૭૫૫ ગ્રામ સોનાનો માલ ખરીદ કર્યો હતો. જેની ચુકવણી માટે આપેલો ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો. જે અંગે રાગનીલ જવેલર્સના ભાગીદાર સુનીલભાઈ વ્રજલાલ શાહે પોતાના વકીલ મારફત પાઠવેલી નોટીસ બજી જવા છતાં રકમની ચુકવણી નહિ કરતા રાજકોટની અદાલતમાં હસમુખભાઈ માલણ વિરુદ્ધ ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરી હતી. જે કેસમાં કોર્ટ દ્વારા હસમુખભાઈ માલણને એક વર્ષ અને ૬ માસની સાદી કેદની સજા અને રૂા.૬ લાખ વળતર પેટે ૬૦ દિવસમાં ચુકવી આપવા હુકમ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરોપીએ સજાના હુકમ સામે રાજકોટની સેસન્સ અદાલતમાં અપીલ દાખલ કરી હતી. જે અપીલ ચાલી જતા સેસન્સ અદાલતે સજાનો હુકમ રદ કરી ફરીવાર સમગ્ર કેસ ટ્રાયલ કોર્ટમાં હાજર રહી નીયમીત રીતે ચલાવવા અને આરોપીએ ખર્ચની રકમ ફરીયાદીને ચુકવવા હુકમ કર્યો છે.આ કામમાં આરોપી વળી યુવા લો ફર્મ એસોસીએટના એડવોકેટ કિરીટ નકુમ, હેમાંસુ પારેખ, કુલદિપ ચૌહાણ, યશપાલ ચૌહાણ, અશ્વિન અખેજા, નીધી રાયચુરા, ડેનીશા રાઠોડ, યાસ્મીન શેખ અને દીલીપ વઘેરા રોકાયા હતી.

