New Delhi,તા.27
બેન્કોમાં જો તમારી બાંધી મુદતની થાપણો હોય અને તેને ઓટો રિન્યુઅલમાં મુકી હોય તો પણ સમયાંતરે ચેક કરતા રહેજો કે તમારી આ થાપણો પર કોઈ ઓવરડ્રાફટ કે લોન લેવાઈ ગઈ નથી.
ગ્રાહકો બેન્કોના ભરોસે ચાલતા હોય છે એવા ગ્રાહકોની મોટી સંખ્યા છે જે બેન્ક થાપણો મુકીને ભુલી જાય છે. ખાસ કરીને એનઆરઆઈ આ પ્રકારની થાપણો મુકયા બાદ બે થી પાંચ વર્ષ ભારત આવે છે.
આવી આઈડલ થાપણોનો ઉપયોગ બેન્કના મીડલેવલના અધિકારીઓ પોતાના નાણાકીય વ્યવહારમાં તેના પર ધિરાણ મેળવીને હાલમાં જ એક એનઆરઆઈ મહિલાને આવો અનુભવ થયો જેણે કદી લોન લીધી ન હતી તેવી થાપણો પર બેન્કનો `લીયન’ પ્રથમ હકક બની ગયાનું દર્શાવાતું હતું.
આ લીયન એ બેન્કને આ પ્રકારે થાપણો કે બેન્ક બેલેન્સ પર પ્રથમ હકકનો કાનુની અધિકાર આપે છે. બેન્ક કર્મચારીઓ બનાવટી દસ્તાવેજોની આ થાપણો પર બોજો ઉભો કરે છે. વાસ્તવમાં થાપણદારોને કર્યુ જ હોતુ નથી પણ થાપણોના ઉપાડ-બ્લોક કરે છે.
થાપણદારને ઓનલાઈન તેની થાપણને સલામત છે પણ તેનું ફંડનો એક ભાગ `બ્લોક’ હોય છે જેમ શેરમાં આઈપીઓમાં આવી રીતે બેન્કો ચોકકસ રકમ બ્લોક કરે છે. મુળ બેલેન્સ ઓકે દેખાય છે પણ જો એલોટ્ટ થાય તો તે રકમ ખાતામાંથી કપાઈ જાય છે.
નહીતર બ્લોક- રીન્યુલ થાય છે પણ કર્મચારી આ પ્રકારે નાણા પર બ્લોક કરી તે ફંડ પોતાની નાણાકીય જવાબદારીમાં ઉપયોગ કરે છે. રાજય સભામાં આ અંગે અપાયેલા આંકડા મુજબ 2025ના નાણાકીય વર્ષમાં બેન્કોમાં આ પ્રકારે 1935 ફ્રોડ નોંધાયા હતા અને 2026માં 400 જેટલા કેસ રિપોર્ટ થયો છે તો આઈઆઈએસ બંગલોના રિપોર્ટ મુજબ આઈડલ એટલે કે લાંબા સમયથી વ્યવહારો થયા ન હોય તેવા ખાતામાં 34% રકમ બેન્ક કર્મચારીઓ પોતાના લાભ માટે ઉપયોગ કરે છે.
જેમાં એનઆરઆઈ ભંડોળમાં સૌથી વધુ ફ્રોડ થાય છે તેમની થાપણો સામે ગીરોખતના બોગસ દસ્તાવેજથી ધિરાણ મેળવે છે. ઓરીજનલ થાપણો રસીદ જે ગ્રાહક પાસે હોય તેને તે ખ્યાલ જ હોતો નથી.
આવી રીતે બેન્ક લોન થોડો સમય વાપરી બીજા ખાતામાં આ પ્રકારે ફ્રોડ કરે છે. તે પ્રથમ એકાઉન્ટ કલીયર કરી શકે છે. તેના પુરાવા સમાન દસ્તાવેજો ધિરાણ ભરપાઈ થયા બાદ `ગુમ’ કરી દે છે.
બેન્કોમાં કર્મચારીઓની સિન્ડીકેટ રચીને પણ આ રીતે નાણા મેળવે છે જે મોટાભાગે શેરબજાર, આઈપીઓમાં રોકી કમાણી કરે છે. ચેન્નઈમાં 2025માં આ રીતે ફ્રોડમાં 49 બેન્ક કર્મચારીઓએ 18 ખાતામાં ફ્રોડ કરી લાખો રૂપિયા મેળવ્યા હતા. જેમાં મેનેજર કક્ષાના અધિકારી પણ સંડોવાયેલા હતા. આ મુદે એક ફ્રોડ ઝડપાયા છે પણ બેન્કીંગ વર્તુળો માને છે કે નહી ઝડપાયેલા ફ્રોડ વધુ હશે.

