સરકારી વકીલ દિવ્યેશ ગાંધીની દલીલો અને પુરાવા ગ્રાહ્ય: ગેરકાયદે હથિયારના કિસ્સા વધી રહ્યા છે, દાખલો બેસાડવો જરૂરી, નહિતર સમાજ વ્યવસ્થા પડી ભાંગે, કોર્ટ
Jafrabad.તા.25
જાફરાબાદ પંથકમાં છેલણા ગામની દિવ્યમ પબ્લિક સ્કૂલ પાસે દેશી જામગરી બંધુક સાથે ઝડપાયેલા વિજપડીના રમઝાનભાઈ બાઉદીનભાઈ સમાને 3 વર્ષની સખત કેદ અને રૂ.5000 દંડની સજા ફટકારી છે. અત્રે કેસની વિગત એવી છે કે, આશરે પાંચેક વર્ષે અગાઉ એ.ટી.એસ.નો સ્ટાફના નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામગીરીમાં હતા ત્યારે બાતમી રાહે હકીકત મળેલ કે છેલણા ગામની દિવ્યમ પબ્લીક સ્કુલ પાસે ગેરકાયદેસર અગ્ની શસ્ત્ર રાખી ઉભો છે અને ગુનો કરવાની પેરવીમાં છે જેથી તાત્કાલીક તે સ્થળે જઈને આરોપી રમઝાનભાઈ બાઉદિનભાઈ સમા રહે. વિજપડી વાળાને પકડી અને પાસ પરમીટ વગર ગેરકાયદે હથીયાર બંધુક લઈને ફરતા હોય તે અંગેનો ગુન્હો નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં નોધાયેલો. બાદમાં તપાસ કરનાર અધિકારી એ તપાસ કરીને આ કામના આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરેલુ અને કેસ શરૂ થતા બાદમાં ફરીયાદી, નજરે જોનાર સાહેદો, પંચો અને તપાસ કરનાર અધિકારી ની જુબાનીઓ તથા વિવીધ દસ્તાવેજી પુરાવાઓનું મુલ્યાંકન કરીને આરોપીઓ વિરૂધ્ધ પુરતો પુરાવો હોય જાફરાબાદના જયુડી. મેજી. પી. એમ. કામદાર સરકારી વકીલ દિવ્યેશ બી. ગાંધીની દલીલો અને પુરાવાઓનું મુલ્યાંકન કરીને એવુ તારણ કાઢેલ કે, સમાજમાં ગેરકાયદેસર હથિયાર ધારણ લઈને જાનહાનીને નુકશાન થાય એવા કિસ્સાઓ સમાજમાં બહુ વધી રહયા હોય ત્યારે જો આવા લોકોની છોડવામાં આવે તો અને સમાજ વ્યવસ્થા પડી ભાંગે તેમ હોય અને સમાજમાં કાયદો અને વ્યવસ્થાની અસ્થીરતા જોવા મળે તેમ હોય અને તે બાબતે સમાજ પર દાખલો બેસાડવો જરૂરી હોય જેથી આરોપી રમઝાનભાઈ બાઉદિનભાઈ સમા રહે.વિજપડી વાળાને ૩ વર્ષની સખત કેદ તથા રૂા. ૫૦૦૦/- દંડનો હુકમ કરતા અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.ઉપરોકત કામે સરકાર પક્ષે સરકારી વકીલ દિવ્યેશ બી. ગાંધી રોકાયલ હતા.

