Ahmedabadતા.૪
જાબડીયા ગામ ખાતે યોજાયેલી ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠકમાં સમાજના બંધારણ અને નિયમોનું ઉલ્લંઘન કરનાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે કડક કાર્યવાહી કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં બંનેને એક વર્ષ માટે સમાજ બહાર મુકવાની સજા જાહેર કરવામાં આવી.
સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, ગબ્બર અને અર્જુન ઠાકોર દ્વારા વારંવાર સમાજની પરંપરા, નિયમો અને શિસ્તને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ મુદ્દાને ગંભીરતાથી લઈને સમાજે સામાજિક, આર્થિક તેમજ ધંધાકીય તમામ બાબતોમાં બંનેને કોઈપણ પ્રકારનો સાથ સહકાર ન આપવા નિર્ણય કર્યો છે.
આ સાથે જ સમાજે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જણાવ્યું કે ગબ્બર અને અર્જુન ઠાકોરને જે કોઈ વ્યક્તિઓ સહકાર આપશે, તેમને પણ દોષિત ગણવામાં આવશે અને તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. બેઠકમાં સોશિયલ મીડિયાને લઈને પણ સ્પષ્ટ નિર્ણય લેવાયો હતો. સમાજના તમામ સભ્યોને ગબ્બર અને અર્જુન ઠાકોરને સોશિયલ મીડિયામાંથી અનફોલો કરવા અપીલ કરવામાં આવી હતી, જેથી સમાજના નિર્ણયનું સંપૂર્ણપણે પાલન થાય. સમાજના વડીલોએ જણાવ્યું કે આ પ્રકારના કડક નિર્ણયોનો હેતુ સમાજની એકતા, શિસ્ત અને ગૌરવ જાળવવાનો છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ સભ્ય સમાજના નિયમો ભંગ કરવાની હિંમત ન કરે.ગત રોજ ઠાકોર સમાજના કલાકાર અને બનાસકાંઠાના જાબડિયામાં રહેતા કલાકાર અર્જુન ઠાકોર ઉપર સમાજ દ્વારા બનાવેલ બંધારણના નિયમોને તોડવાનો આક્ષેપ છે. જે અંગે હવે અર્જુન ઠાકોરે સ્પષ્ટતા આપી છે.
વાત જાણે એમ છે કે ઠાકોર સમાજ દ્વરા હમણાં થોડા દિવસ પહેલા જ એક મોટું સંમેલન કરીને સમાજના લોકો માટે એક બંધારણ બનવાયું હતું જેમાં દીકરીના ભણતરથી લઈને, તમાકુ અને અન્ય વ્યસન મુક્તિ માટે પણ નિયમો બનાવાયા હતા અને સાથે લગ્ન અને મરણ પ્રસંગે સમાજમાં થતાં ખોટ ખર્ચને પણ ટાળવા માટે અમુક નિયમો બનાવ્યા હતા. જેમાં પણ લગ્ન માટે ખાસ નિયમો હતા કે લગ્નમાં જાન કે વરઘોડામાં મોટા ડ્ઢત્ન સાથે લઈ જવાશે નહીં. આ નિયમને નેવે મૂકીને અર્જુન ઠાકોર ડીજે લઈને લગ્નનો વરઘોડો લઈને નીકળ્યા હતા અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
આ મુદ્દાને લઈને સમાજના અગ્રણીઓમાં રોષ હતો. અને ઠાકોર સમાજમાં પણ પ્રશ્નો થયા હતા કે જો સમાજના જાણીતા કલાકારો જ નિયમોનો ભંગ કરશે તો સમાજમાં તેની શું અસર પડશે? હવે આ મુદ્દે બનાસકાંઠાના જાબડિયામાં વરઘોડામાં ડ્ઢત્ન મુદ્દે સ્પષ્ટતા કરી છે. ડ્ઢત્ન સંચાલકના ભાઈ અર્જુન ઠાકોરે આક્ષેપ ફગાવ્યાં છે અને તેમને કહ્યું છે કે અમે એકપણ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. તમે ૧૬ મુદ્દાનું બંધારણ વાંચી શકો છો.
“હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે ઠાકોર સમાજના બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તો બંધારણમાં જે ૧૬ નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેમાંથી એકનું પણ ઉલ્લંઘન નથી કર્યું. અમારા વિરોધીઓએ આ વીડિયો બનાવ્યા છે પણ અમે ૧૬ મુદ્દામાંથી એકનું પણ ઉલ્લંઘન કર્યું નથી.”
જો કે થોડા દિવસો પહેલા મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાની દીકરીના લગ્ન સાદાઈથી કરીને સમાજમાં એક મજબૂત સંદેશ આપ્યો છે કે, લગ્ન પ્રસંગોમાં ખર્ચાળ દેખાડા કરતાં સંસ્કાર અને પરંપરાનું મહત્વ વધારે છે. તેમના આ પગલાંને સમાજમાં વ્યાપક પ્રશંસા મળી હતી. તેમાં ઠાકોર સમાજના નવા બંધારણનો અમલ માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં થતો જોવા મળ્યો. મંત્રી સ્વરૂપજી ઠાકોરે નિયમોનું પાલન કરીને સમાજના અન્ય લોકોને પણ સાદાઈ અપનાવવા અને ખોટા ખર્ચ ટાળવા માટે પ્રેરણા આપી તો બીજી તરફ અર્જુન ઠાકોરે આ બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. હવે અર્જુન ઠાકોરે નિયમો તોડયા છે કે નહીં તે અંગે ઠાકોર સમાજ શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહયું.

