Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો
    • વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ
    • ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું
    • ’ચાલો હરિદ્વાર ફ્રી સેવા’ના નામે લાલચ આપી Cheatsએ વ્યક્તિ દિઠ ૫૦૦૦ ખંખેર્યા
    • કઠ ઉપનિષદનો ઋષિ પુત્ર નચિકેતા આપણને ભોગ વિષય પાછળની દોડમાં થોભવા કહે છે!
    • બનાસકાંઠામાં Honeytrap scandalનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
    • સુરતમાં યુવતીને Message કરવા બાબતે મિત્રો વચ્ચે લોહિયાળ જંગ, કારખાનામાં કાતરના ઘા ઝીંકી હત્યા
    • 10 મેનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»સસરા હિડન કેમેરાથી વહુના વીડિયો ઉતારતા, વહુએ Domestic violence , દહેજ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી
    અમદાવાદ

    સસરા હિડન કેમેરાથી વહુના વીડિયો ઉતારતા, વહુએ Domestic violence , દહેજ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૯

    શહેરના રાણીપ વિસ્તારમાં સભ્ય સમાજને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં ઉચ્ચ હોદ્દા પર રહી ચૂકેલા સાસરીયાઓએ પોતાની જ પુત્રવધૂનું જીવન નરક બનાવી દીધું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. પૂર્વ જેલ સુપ્રિટેન્ડેન્ટ સસરા દ્વારા વહુના અશ્લીલ વીડિયો ઉતારવા અને પતિ દ્વારા પરસ્ત્રીઓ સાથેના સંબંધો રાખી ત્રાસ ગુજારવા મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાઈ છે.

    પીડિત મહિલાના લગ્ન વર્ષ ૨૦૦૯માં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ નિરવ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને બે સંતાનો (દીકરી અને દીકરો) છે. મહિલાના વડસસરા નિવૃત ડેપ્યુટી એજ્યુકેશન ડિરેક્ટર રહી ચૂક્યા છે, જ્યારે સસરા અરવિંદભાઈ જેલ વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે. આવા પ્રતિષ્ઠિત પરિવારમાં વહુ તરીકે આવેલી મહિલાને અંદાજો પણ નહોતો કે તેની સાથે આવું કૃત્ય થશે.

    ફરિયાદમાં સૌથી ચોંકાવનારો ખુલાસો સસરા અરવિંદભાઈની કરતૂત અંગે થયો છે. પીડિતાએ આક્ષેપ કર્યો છે કે સસરા તેને કહેતા હતા કે, “તું મને બહુ ગમે છે” અને તેને બાહુપાશમાં જકડી અશ્લીલ માંગણીઓ કરતા હતા. ઘરમાં સીસીટીવી અને રૂમમાં હિડન કેમેરા ગોઠવી પીડિતાના નહાતા અને કપડાં બદલતા વીડિયો ઉતાર્યા હોવાનો દાવો કરી માનસિક ત્રાસ આપતા હતા. પોતાના જેલ વિભાગના સંપર્કોનો રોફ જમાવી સસરા ધમકી આપતા હતા કે, મારી પાસે ખૂંખાર કેદીઓની ફોજ છે, તને અને તારા બાળકોને ગાયબ કરી દઈશ. પીડિતાને શારીરિક નુકસાન પહોંચાડવા માટે સીડીઓ પર ઓઈલ ઢોળી દેવા જેવા જીવલેણ પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.

    માત્ર સસરા જ નહીં, પતિ નિરવ પણ પીડિતાને શારીરિક-માનસિક ત્રાસ આપવામાં કોઈ કસર બાકી રાખતો નહોતો. પતિ અવારનવાર મિત્રો સાથે દારૂ-નોનવેજની પાર્ટીઓ કરતો અને શાકાહારી પત્નીને પણ દારૂ પીવા અને ફેશનેબલ બનવા દબાણ કરતો હતો. પતિ પત્નીને જબરદસ્તી પોર્ન ફિલ્મો બતાવતો અને ત્યારબાદ શરીર સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. પતિના ફોનમાંથી કોલગર્લ્સના ફોટા અને પ્રેમિકા સાથેની ચેટ મળી આવી હતી. પતિની પ્રેમિકા બિન્ધાસ ઘરે કેક લઈને આવતી અને પીડિતાને છૂટાછેડા આપવા દબાણ કરાતું હતું. સાસરીયાઓએ પીડિતાના પિયરના મકાન પર કબજો જમાવવા દબાણ કર્યું હતું અને બળજબરીથી ૯ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ઉપરાંત, પીડિતાને ભણવા કે નોકરી કરવા પર રોક લગાવી તેને આખી જિંદગી ’રસોડામાં જ કાઢવાની છે’ તેમ કહી અપમાનિત કરવામાં આવતી હતી.

    Ahmedabad domestic violence
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026
    અમદાવાદ

    ગુજરાત BJP માં મોટા ફેરફાર, ૧૫ મે બાદ નગરપાલિકા અને પંચાયતોના નવા હોદ્દેદારો જાહેર થશે

    May 9, 2026
    અમદાવાદ

    ગુજરાતમાં Suicide ના વધતા કેસો ચિંતાજનક, એક વર્ષમાં ૮૯૮૪ લોકોએ જીવન ટૂંકાવ્યું

    May 9, 2026
    અમદાવાદ

    ગુજરાતમાં પારો ૪૫ ડિગ્રીને પાર જશે, ૧૫ મે થી વાવાઝોડું અને Pre-monsoon activity ના સંકેત

    May 9, 2026
    અમદાવાદ

    હિંમતનગર-તલોદ સ્ટેટ હાઈવે, બાઈકને ટક્કર માર્યા બાદ કાર પલટી ખાઈ ગઈ,બેના Death

    May 9, 2026
    અમદાવાદ

    છાત્રાલયમાં સગીર પર જાતીય હુમલાના પાંચ આરોપીઓને ૪૫ દિવસની સજા

    May 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026

    ’ચાલો હરિદ્વાર ફ્રી સેવા’ના નામે લાલચ આપી Cheatsએ વ્યક્તિ દિઠ ૫૦૦૦ ખંખેર્યા

    May 9, 2026

    કઠ ઉપનિષદનો ઋષિ પુત્ર નચિકેતા આપણને ભોગ વિષય પાછળની દોડમાં થોભવા કહે છે!

    May 9, 2026

    બનાસકાંઠામાં Honeytrap scandalનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

    May 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.