Melbourne,તા.18
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ 2020-21 ની શ્રેણી દરમિયાન ભારતીય સ્પિનરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેનાથી બચવા માટે તે આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રવિચંદ્રન અશ્વિન સામે સક્રિય અભિગમ અપનાવવા માંગે છે.
અશ્વિને તે શ્રેણીમાં ત્રણ વખત સ્મિથને આઉટ કર્યો હતો. આ ભારતીય ઓફ સ્પિનરે 2023 માં ઓસ્ટ્રેલિયાનાં આ પૂર્વ કેપ્ટનને બે વખત આઉટ કર્યો હતો. આ દરમિયાન સ્મિથ અશ્વિન સામે માત્ર 22 રન જ બનાવી શક્યો હતો.
સ્મિથે ‘સિડની મોર્નિંગ હેરાલ્ડ’ને કહ્યું, ’મને ઓસ્ટ્રેલિયામાં ઓફ સ્પિન સામે આઉટ થવું પસંદ નથી. જો કે, અશ્વિન ખૂબ જ સારો બોલર છે અને તેની યોજનાઓ શાનદાર છે. કેટલાક પ્રસંગો એવાં હતાં જ્યારે તેઓ મારાં પર દબાણ બનાવવામાં સફળ રહ્યાં હતાં.
સ્મિથે કહ્યું, ‘હું સક્રિય વલણ અપનાવીને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર તેમનાં પર દબાણ બનાવવામાં સફળ રહ્યો છું. આવી સ્થિતિમાં, મારાં માટે તેની સામે સક્રિય બેટિંગ કરવી અને તેને લય ન મળવા દેવી અને તે ઇચ્છે તે રીતે બોલિંગ ન કરવા દેવું મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયામાં અશ્વિનની ટેસ્ટ બોલિંગ એવરેજ 42.15 છે જ્યારે તેની ડોમેસ્ટિક એવરેજ 21.57 છે. સ્મિથને આશા છે કે તે 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થઈ રહેલી પાંચ મેચની શ્રેણીમાં 38 વર્ષીય ભારતીય બોલર સામે પ્રારંભિક લીડ લેવામાં સફળ રહેશે.
અશ્વિન પણ તૈયાર છે:
અશ્વિને તાજેતરમાં કહ્યું હતું કે તેણે સ્મિથ સામે કેટલીક યોજનાઓ બનાવી છે. તેણે કહ્યું, સ્ટીવ સ્મિથ ખાસ કરીને સ્પિનના એક આકર્ષક ખેલાડી છે. ફાસ્ટ બોલિંગ રમવા માટે પણ તેની પાસે અનોખી ટેકનિક છે. પરંતુ સ્પિનના સંદર્ભમાં મને લાગે છે કે તે સારી વ્યૂહરચના અને સારી તૈયારી સાથે આવ્યો હતો અને હા, તેણે તેને કોઈપણ પરિસ્થિતિમાં લાગુ કરી હતી. વર્ષોથી મેં આને સમજવાની રીતો અને માધ્યમો શોધી કાઢ્યાં છે.
ઓસ્ટ્રેલિયાનાં ન્યુ સાઉથ વેલ્સનો 35 વર્ષીય સ્મિથ 10000 ટેસ્ટ રનથી 315 રન દૂર છે. તે ભારત સામેની શ્રેણીમાં તેનાં પસંદગીનાં નંબર ચાર પર બેટિંગ કરશે. સ્મિથે છેલ્લી ચાર ટેસ્ટમાં ઇનિંગ્સની શરૂઆત કરી હતી.
વિરાટ પર મેકગ્રાનું સૂચન
અનુભવી ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા માને છે કે ઓસ્ટ્રેલિયા પાસે વિરાટ કોહલીને નિશાન બનાવવાની ક્ષમતા છે. મેકગ્રાએ કહ્યું, એમાં કોઈ શંકા નથી કે ન્યૂઝીલેન્ડ સામે 0-3 થી મળેલી હાર બાદ તમારામાં ખુદને સાબિત કરવાની ઘણી ક્ષમતા છે. તેથી તેમનાં પર દબાણ બનાવો અને જુઓ કે તેઓ તેનાં માટે તૈયાર છે કે નહીં. વિરાટ છેલ્લાં કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે.
આ વર્ષે તેણે રમેલી છ મેચમાં તેની એવરેજ માત્ર 22.72 રહી છે. મેકગ્રાએ ચેતવણી આપી હતી કે વિરાટને આક્રમક રીતે નિશાન બનાવવાથી સ્ટાર બેટ્સમેનને પણ ઉતસાહિત થશે. મેકગ્રાએ કહ્યું કે મને લાગે છે કે વિરાટ થોડા પ્રેશરમાં છે અને જો શરૂઆતમાં તે ઓછો સ્કોર કરશે તો તે ખરેખર દબાણ અનુભવશે.

