- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
ટ્રમ્પના નિવેદનોથી વૈશ્વિક ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ Washington, તા.૧૦ Americaના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી ચૂંટણીઓ બાદ વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થશે. તેમણે હતું કે ‘ઈંધણના ભાવ પ્રતિ ગેલન ૨ ડૉલરથી નીચે લાવવાનો પ્રયાસ કરશે.’ નોંધનીય છે કે, મીડિલ ઈસ્ટમાં ઈરાન સાથે વધી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષા સામે ઊભા થયેલા પડકારો વચ્ચે તેમણે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે, ‘જો ઈરાન કે તેના સમર્થિત જૂથો દ્વારા આવી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ચાલુ રહેશે,…
Kiev, તા.૧૦ Ukraine પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે જોડાયેલી એક મોટી સુરક્ષા ચૂક સામે આવી છે. નોર્વેના દિવંગત રાજા હેરાલ્ડ પંચમના અંતિમ સંસ્કારમાં ઓસ્લો જઈ રહેલા ઝેલેન્સ્કીના વિમાન સાથે મોલ્ડોવાથી ઉડાન ભરતી વખતે એક ખતરનાક ઘટના બની હતી, જેમાં તેમનું વિમાન અજાણ્યા ડ્રોન સાથે અથડાતા માંડ-માંડ બચ્યું હતું. આ ગંભીર સુરક્ષા જોખમે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઊભી કરી છે.આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોરેએ સરકારી પ્રસારક એનઆરકે સાથેની વાતચીતમાં આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે મોલ્ડોવાથી ઉડાન ભરતી વખતે યુક્રેનિયન પ્રમુખનું વિમાન લગભગ એક ડ્રોનની ચપેટમાં આવી ગયું હતું. આ ઘટના ઝેલેન્સ્કીની મુસાફરી દરમિયાનના સુરક્ષા…
Iranના હુમલામાં ૮ જેટલા અમેરિકન એફ-૧૫ ફાઈટર જેટને નુકસાન થયું હતું. જેને રિપેરિંગ કરાવવાની ફરજ પડી હતી New Delhi, તા.૧૦ અમેરિકા અને Iran વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. જેવા અમેરિકા હુમલા કરી રહ્યું છે એનાથી વધુ ઘાતક રીતે ઈરાન પણ બદલો લઈ રહ્યું હોવાનું જણાય છે. ગઈકાલે જોર્ડનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવતા ઇરાને એક જ રાતમાં અમેરિકાના અનેક ફાઈટર જેટ તથા હેલિકોપ્ટરને ડેમેજ કરી દીધા હતા. માહિતી અનુસાર ઈરાને જોર્ડનમાં મુવાફ્ફક સલાતી એરબેઝને નિશાન બનાવ્યું હતું. ત્યાં ડ્રોન અને મિસાઈલોનો વરસાદ કરી અમેરિકાની ઊંઘ ઊડાડી દીધી હતી. આ હુમલા બાદ એવા ઘણા વીડિયો સામે…
હવે અમેરિકામાં ‘મફતની રેવડી કલ્ચર Washington, તા.૧૦ અમેરિકન પ્રમુખ Donald Trumpના બે મહત્ત્વપૂર્ણ નિવેદનોને કારણે રાજકીય અને આર્થિક ક્ષેત્રે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ તેમણે અમેરિકન નાગરિકોને પાંચ હજાર ડૉલરનું ડિવિડન્ડ આપવાનું વચન આપ્યું છે, તો બીજી તરફ ઈરાન સાથેના યુદ્ધના કારણે વધી રહેલા ક્રૂડ ઓઇલના ભાવ મિડટર્મ ચૂંટણી સુધી નીચે નહીં આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ બંને નિવેદનો અમેરિકાની અર્થવ્યવસ્થા અને રાજકારણ સાથે સીધા જોડાયેલા છે.કોઈ સફળ કંપની પોતાના શેરધારકોને જે રીતે કેશ ડિસ્ટ્રિબ્યુશન આપે છે, તેવી જ રીતે અમેરિકાની આર્થિક સફળતાનો લાભ પહોંચાડતા ડોનાલ્ડ ટ્રમ્પે દરેક પુખ્ત નાગરિકને પાંચ હજાર ડૉલર (આશરે ૪.૨…
Mumbai, તા.૧૦ ભોજપુરી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી આમ્રપાલી દુબેએ ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત રિયાલિટી શો ‘Bigg Boss 20’ના ઘરમાં એન્ટ્રી કરી લીધી છે. આમ્રપાલી દુબેએ લગભગ ૧૫ વર્ષ પછી નાના પડદા પર વાપસી કરી છે. તેમણે આ વખતે એવું પ્લેટફોર્મ પસંદ કર્યું છે, જ્યાં સ્પર્ધકોની પર્સનલ લાઈફથી લઈને દરેક બાબત પર દર્શકોની નજર રહે છે. ટેલી ટોક ઈન્ડિયા સાથે વાત કરતા અભિનેત્રીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે શોમાં પોતાની વાત આગવી રીતે રજૂ કરશે અને ખોટાને ખોટું કહેવામાં પાછળ નહીં હટે.આમ્રપાલી દુબે ભોજપુરી ફિલ્મોમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂકી છે. હવે બિગ બોસ ૨૦ દ્વારા તે ફરી એકવાર…
૭ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર આશ્ચર્યજનક સફળતા મેળવી Mumbai, તા.૧૦ ‘હનુમાન અંશ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. માત્ર ૨ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ ૧૭૦ કરોડ રૂપિયાની કમાણી કરી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ફિલ્મની સફળતા બાદ હવે દર્શકો તેના આગામી ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ‘હનુમાન અંશ ૨’ને લઈને હવે નવી ચર્ચા શરૂ થઈ છે, જેણે ક્રિકેટ અને બોલીવુડના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. સવાલ એ છે કે શું Virat Kohli and Anushka Sharma ફિલ્મના બીજા ભાગમાં કેમિયોમાં જોવા મળશે? ‘હનુમાન અંશ’ ત્રણ ભાગમાં રિલીઝ થવાની…
Pooja Hegde દ્વારા આ પ્રકારની મૂર્તિ અપનાવવાથી ગ્રીન ગણપતિનબી સંકલ્પનાને પણ પ્રોત્સાહન મળ્યું Mumbai, તા.૧૦ ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર નજીક આવતાં મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘરો અને જાહેર પંડાલોમાં ગણપતિ બાપ્પાના આગમનની તૈયારીઓ ધૂમધામથી શરૂ થઈ ગઈ છે. જોકે, આ વખતે પર્યાવરણને ધ્યાનમાં રાખીને અનેક લોકો પરંપરાગત ઉજવણીની સાથે ગ્રીન ગણપતિ અને ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ પણ વળી રહ્યા છે.અભિનેત્રી પૂજા હેગડે પણ આ ઈકો ફ્રેન્ડલી પહેલનો હિસ્સો બની છે. પૂજા હેગડેએ આ વર્ષે સીડ-એમ્બેડેડ એટલે કે બીજ ધરાવતી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અપનાવી છે. આ મૂર્તિ…
‘દૃશ્યમ ૩’ વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી સાલગાંવકર પરિવારની ક્રાઈમ ગાથાનું છેલ્લું પ્રકરણ હશે Mumbai, તા.૧૦ અજય દેવગણની ક્રાઈમ થ્રિલર ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’ એટલે કે ‘દૃશ્યમ ૩’ આ વર્ષની ખૂબ જ રાહ જોવાયેલી ફિલ્મોમાંની એક છે. ‘દૃશ્યમ ૩’ વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી સાલગાંવકર પરિવારની ક્રાઈમ ગાથાનું છેલ્લું પ્રકરણ હશે. ફિલ્મના બંને ભાગ ખૂબ જ હિટ રહ્યા હતા. જ્યારે હવે ત્રીજા ભાગને લઈને પણ ચાહકોનો ઉત્સાહ ચરમસીમા પર છે. આ બધાની વચ્ચે મેકર્સે આજે બુધવારે ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું જબરદસ્ત ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે. ફિલ્મ ૨ ઓકટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું ટ્રેલર એવી ખાસ જગ્યા પર લોન્ચ કરવામાં આવ્યું…
( હિતેશ જોષી ) Una તા.૯ઃ Una થી સાત કિલોમીટર દુર દેલવાડા ગામ પાસે આવેલ પ્રાચીન અને પોરાણિક તીર્થ ધામ ગુપ્ત પ્રયાગ આવેલ છે. ત્યાં ત્રણ ગુપ્ત નદી નો કુંડ માં સંગમ થાય છે. ત્યાં પ્રાચીન નરસિંહ ભગવાન અને બળદેવજી નું મંદિર આવેલ છે. તેમજ મહા પ્રભુજી ની ૬૭ મી બેઠક પણ આવેલ છે. સેંકડો વરસ ની પરમ પરા મુજબ દર વર્ષે શ્રાવણ માસ ની ભાદરવી અમાસ નિમિતે લોક મેળો યોજાય છે. ત્રણ દિવસીય લોક મેળા નો આજે તા. ૯/૯/૨૬ ને બુધવાર ના રોજ પ્રારંભ પૂજય સંત શ્રી મુક્તાનંદજી બાપુ પ્રેરિત સંચાલિત ગુપ્ત પ્રયાગ તીર્થ ધામ અને ગુપ્ત પ્રયાગ સ્થાનિક…
માતા સાથે ઝઘડો થતા ઘરેથી જતા રહેલા મુકબધિર યુવતીનું પરિવાર સાથે સુખદ મિલન Rajkot તા. ૯ઃ પારિવારિક કલેશમાં ૧૮૧ ટીમની સૂઝબૂઝથી માતા પુત્રીનું સુખદ મિલન કરાવવાની ઘટના સામે આવી છે. જેમાં ગોંડલમાં માતા સાથે ઝઘડો થતા મુકબધિર યુવતી ઘર છોડીને બસ સ્ટેન્ડ પહોંચી ગયા હતાં. સ્થાનિક નાગરિકના ધ્યાને આ વાત આવતા તેમજ યુવતી ઘરે નહીં જવાની જીદ કરતા ૧૮૧ અભયમ ટીમને મદદ માટે કોલ કરવામાં આવ્યો હતો. અભયમ ટીમના કાઉન્સેલરશ્રી લતાબેન ચૌધરી સહીતની ટીમ ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે પહોંચી ત્યારે તેમને મળીને મુકબધિર યુવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ટીમ દ્વારા યુવતીને સાઈન લેંગ્વેજમા સમજાવવાના અથાગ પ્રયત્ન કરવામાં આવ્યાં, પરંતુ…
