- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૧ જામનગર શહેરના હર્ષદમીલની ચાલી મહાવીરનગર વિસ્તારમાં એક યુવાને નશાની હાલતમાં ઘરેથી નીકળી ગયા બાદ મંદિરની દિવાલમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ, હર્ષદમીલની ચાલી મહાવીરનગર વાલ્મીકીવાસ, રામદેવપીરના મંદિર પાસે રહેતા આકાશ બાબુભાઈ ઝાલા ઉંમર વર્ષ ૨૮ નામના યુવાને આજે વહેલી સવારે સાડા પાંચથી સાડા છ વાગ્યાના સમયગાળા દરમિયાન નશાની હાલતમાં બકવાસ કરી ઘરેથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ પોતાને મનમાં લાગી આવતાં તેણે ઘરની સામે આવેલી શેરીમાં રામદેવપીરના મંદિરની દિવાલમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ…
(નયના દવે દ્વારા) Jamnagar તા ૧૧ જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેવાસી એક શખ્સએ પોતે શિપિંગ કંપની સાથે જોડાયેલો અને સિગરેટના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં રોકાણ કરાવી બમણું વળતર આપવાની લાલચ આપી સિક્કામાં જનરલ સ્ટોર ચાલવતા એક વેપારી ની રૂ.૧૨ લાખની રકમ મેળવી પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે.ઉપરાંત આશરે ૧૫૦ થી વધુ વ્યક્તિ પાસેથી રોકાણના બહાને પાંચેક કરોડ રૂપિયાની રકમ મેળવી લઈ છું મંતર થઈ ગયા નું ફરિયાદમાં જણાવ્યું છે સિક્કા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૨) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી સિક્કા ગામના જનરલ સ્ટોરના સંચાલક સુરજભાઈ રામજીભાઈ ભગોરાએ પોલીસને જણાવ્યું છે કે, સિક્કા…
જોગવડ સીમના રામદૂતનગર વિસ્તારમાં મેઘપર પોલીસની કાર્યવાહી, રૂ. ૪.૯૪ લાખનો મુદ્દામાલ કબજે, સપ્લાયર ફરાર (નયના દવે દ્વારા) Jamnagar,તા.૧૧ નશીલા માદક પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને સેવન સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનની ટીમે જોગવડ ગામની સીમમાં રામદૂતનગર વિસ્તારમાં દરોડો પાડી હેરોઈન સહિતના માદક પદાર્થોના જથ્થા સાથે પંજાબના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ૨૩.૮૫ ગ્રામ હેરોઈન, મોફીન અને કોડેનનો જથ્થો, જેની કિંમત રૂ. ૪,૭૭,૦૦૦ થાય છે, તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૪,૯૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે જોગવડ ગામની સીમમાં રામદૂતનગર વિસ્તારમાં જયેશભાઈ ઉનડકટની…
મશીનમાં છાતીમાંથી હાથ ખેંચાઈ જતાં શરીરના અવયવો બહાર આવી ગયાં, ગંભીર હાલતમાં જી.જી. હોસ્પિટલમાં શ્રમિકે દમ તોડ્યો (નયના દવે દ્વારા) Jamnagar તા ૧૧ જામનગર તાલુકાના ચેલા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક કારખાનામાં ડ્રો મશીનમાં શર્ટ ફસાઈ જતાં હાથ પણ મશીનમાં આવી જવાથી મૂળ બિહારના ૨૦ વર્ષીય શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મશીનમાં ખેંચાઈ જવાના કારણે યુવાનના શરીરમાંથી અવયવો બહાર આવી જતાં ગંભીર હાલત સર્જાઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની વિગતો મુજબ, ચેલા ખાતે વિઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નં. ૨૪૧માં આવેલા ઇન્ડિયન બ્રાસ નામના કારખાનામાં મૂળ બિહારના રહેવાસી રહીસકુમાર…
પ્રાચી તીર્થ ખાતે આજ રોજ અંદાજે ૮૦૦૦૦ જેટલી માનવ મેદની ઉમટી હતી હાર્દિક કાનાબાર Prachi સુત્રાપાડા તાલુકાના સો વાર કાશી એક વાર પ્રાચી સમાન ગણાતા એવા યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આજ રોજ ભાદરવી અમાસ ના પાવન દિવસે મોક્ષ પીપળે પાણી રેડવા યાત્રિકોનો ભારે ઘસારો જોવા રહ્યો છે ભાદરવી અમાસ નુ અનેરું મહત્વ હોવાથી પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં થી તેમજ દૂર દૂરથી આવતા યાત્રિકો નો મધ્યરાત્રી થી જ લોકો નો ઘસારો જોવા મળ્યો હતો પ્રાચી તીર્થ ખાતે આવતા યાત્રીઓ સૌ પ્રથમ મોક્ષ પીપડે પોતાના પિતૃઓ ના મોક્ષાર્થે પાણી રેડી પૂજા અર્ચના કરી મોક્ષ પીપળા ની પ્રદક્ષિણા કરી બ્રાહ્મણો ને યથા શક્તિ…
શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ, જલાભિષેક-રુદ્રાભિષેક સાથે પિતૃ તર્પણ (નયના દવે દ્વારા) Jamnagar તા. ૧૧ છોટી કાશી તરીકે પ્રચલિત જામનગર શહેરમાં શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે પવિત્ર શ્રાવણી અમાસે પણ શિવભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભક્તિ અને ધાર્મિક આસ્થાનું વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને આજે શ્રાવણ માસની વિદાયના દિવસે પણ વહેલી સવારથી જ અનેક શિવ મંદિરોમાં ભક્તોની અવરજવર જોવા મળી હતી. જામનગર શહેરમાં આવેલા વિવિધ શિવ મંદિરોને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરોમાં જળ, હરિયાળી તથા રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન ખાસ કરીને…
પાંચ દિવસીય કામકાજની માંગ સાથે દેશભરમાં બેન્ક કર્મચારીઓની હડતાળ (નયના દવે દ્વારા) Jamnagar તા. ૧૧ પાંચ દિવસીય કામકાજની સપ્તાહ પદ્ધતિ લાગુ કરવાની સહિતની વિવિધ માંગણીઓને લઈને દેશભરના બેન્ક કર્મચારીઓ દ્વારા આજે એક દિવસીય હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે જામનગર શહેર તથા જિલ્લામાં આવેલી વિવિધ બેન્કોની શાખાઓમાં પણ કર્મચારીઓ હડતાળમાં જોડાતા બેન્કિંગ કામગીરીને અસર પહોંચી હતી અને કરોડોના નાણાકીય વ્યવહારો અટકી ગયા હતા. બેન્ક કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી પાંચ દિવસીય કામકાજ સપ્તાહની માંગ સહિત વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. આ માંગણીઓના સમર્થનમાં આજે કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા. હડતાળને પગલે બેન્કોમાં રોકડ ઉપાડ-જમા, ચેક ક્લિયરિંગ…
ગરબાઓમાં આવતા લોકોને કંકુનું તિલક, ગૌમૂત્રનો છંટકાવ અને માતાજીની પ્રસાદી ફરજિયાત આપવાની માંગ (નયના દવે દ્વારા) Jamnagarતા ૧૧ સમાજમાં ઘણા સમયથી અમુક ઉગ્રપંથીઓ દ્વારા પ્રેમ જેવી કોમળ ભાવનાને જેહાદમાં હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. નવરાત્રીમાં કુમળી વયની કન્યાઓને પોતાનું લક્ષ્ય બનાવી પ્રેમ જાળમાં ફસાવી તેમને લગ્નની લાલચ આપી, ધર્મ પરિવર્તન કરાવાય છે. આ બધા લવ જેહાદીઓના અંગો છે જે બહેનો લવ જેહાદની શિકાર બને છે તે હંમેશા નશીલા, પદાર્થો દેહવ્યાપાર આવા અનેક રીતે બિન હિન્દુઓએ યોજનાબંધ તૈયાર કરેલી રણનીતિઓમાં ફસાવે છે અને તેના જ સમાજમાં અમુક લોકો અને સંગઠનો દ્વારા સફળ કરવા માટે ધનની સહાયતા અપાય છે એટલું જ…
ધ્રોલના ખીજડિયા ગામની સીમમાં વાડીમાં બનાવ, ૬૫ વર્ષીય હરસુખભાઈ રામોલીયાનું સારવાર માટે લઈ જતી વેળાએ મોત (નયના દવે દ્વારા) Jamnagar તા. ૧૧ ધ્રોલ તાલુકાના ખીજડિયા ગામની સીમમાં આવેલી વાડી ખાતે ઈલેક્ટ્રિક મોટરનો વાયર રિપેર કરતી વેળાએ અચાનક કરંટ લાગતાં ૬૫ વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ જાળિયા માનસર ગામના હરસુખભાઈ કરમશીભાઈ રામોલીયા (ઉ.વ. ૬૫)ની ખીજડિયા ગામની સીમમાં વાડી આવેલી છે. તા.૧૦ સપ્ટેમ્બરના સાંજના છથી સાડા સાત વાગ્યાના અરસામાં તેમની ઈલેક્ટ્રિક મોટરનો વાયર સ્ટાર્ટરમાંથી નીકળી જતાં તેઓ વાયર રિપેર કરવા ગયા હતા. દરમિયાન વાયર રિપેર કરતી વખતે અચાનક હરસુખભાઈના જમણા હાથની હથેળીના ભાગે ઈલેક્ટ્રિક શોક લાગ્યો હતો. કરંટ લાગતાં…
(રવિ નિમાવત દ્વારા) Morbi મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મેયર અને કમિશ્નરના અધ્યક્ષ સ્થાને મળી હતી સામાન્ય સભામાં ૨ કલાક પ્રશ્નોતરી ચાલી હતી જેમાં કોર્પોરેટરોએ શહેરમાં ગટર, સફાઈ સહિતની સમસ્યાઓ અંગે પ્રશ્નો કર્યા હતા સામાન્ય સભામાં બાયપાસ ઓવરબ્રિજ અને તળાવના નામકરણ કરવામાં આવ્યા હતા. સામાન્ય સભામાં મોરબી ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક ઓવરબ્રિજ સુધીના માર્ગને સ્વામીનારાયણ માર્ગ જાહેર કરવામાં આવ્યો રવાપર ઘુનડા રોડ પર આવેલા સર્કલને કર્તવ્ય જીવદયા કેન્દ્ર સર્કલ નામકરણ કરવામાં આવ્યું છે વોર્ડ ૧૦ માં ગોકળદસ પરમારના સ્મરણાર્થે ગોકુલનગર લાયન્સનગર મેઈન રોડને ગોકળદાસ પરમાર રોડ નામ આપવામાં આવ્યું છે અને લીલાપર તળાવનું નામકરણ શ્યામાપ્રસાદ મુખર્જી તળાવ કરવાનો નિર્ણય કર્યો…
