- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
Author: Vikram Raval
Ahmedabad,તા.૩૧ અમદાવાદમાં યુવાનોને નશાના રવાડે ચઢાવવા માટે ડ્રગ્સ માફિયા દ્વારા જાહેરમાં નશાલા પદાર્થ વેચવાનું વ્યવસ્થિત કારસ્તાન ચાલી રહ્યું છે. પોલીસે વટવામાંથી જાહેરમાં ગાંજો વેચતા યુવકને ૬૬ હજાર રૂપિયાની કિંમતના ૨૧૫ ગ્રામ ગાંજો તથા ૧૮ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડ્યું છે. જેમાં આરોપી ૧૦૦ રૂપિયામાં ગાંજાની પકડીઓ વેચતો હતો જેને લેવા માટે લાઈન લાગતી હતી. જેની તેને ૫૦૦ રૂપિયા મજૂરી મળતી હતી. પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચને વોટ્સએપ પર ફોન આવ્યો હતો કે વટવામાં એક રિક્ષામાં એમ.ડી.ડ્રગ્સ છે જેને લઈને પોલીસે વટવા ગામ પાસે જૈન તીર્થ માર્ગ નવા પુરા ખાતે તપાસ કરતાં આકાશ…
વાયરલ દાવાઓમાં તેમને ઓસ્ટ્રિયાના છેલ્લા સમ્રાટ ચાર્લ્સની પૌત્રી તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે Islamabad, તા.૩૧ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ના વડા અને પાકિસ્તાનના જાણીતા રાજકીય નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમની રાજનીતિ નહીં પરંતુ તેમના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર અટકળો તેજ બની છે. સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે ૩૮ વર્ષીય બિલાવલ યુરોપિયન રાજવી પરિવાર સાથે જોડાયેલી ગ્લોરિયા વોન હેબ્સબર્ગ સાથે લગ્ન કરી શકે છે. જોકે, આ દાવાઓને દ્વારા સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા છે.બિલાવલના પિતા અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી જ્યારે સાત દિવસની ખાનગી મુલાકાતે ઓસ્ટ્રિયા પહોંચ્યા ત્યારે લગ્નની અટકળોએ…
હર્ષ સંઘવી, રિવાબા, વાઘાણી, મહિડા, બાવળિયા સહિતના મંત્રીઓના ફોલોઅર્સ ઘટ્યા Ahmedabad,તા.૩૧ જનતાના પ્રશ્નો હલ કરવાને બદલે સોશિયલ મીડિયા પર ’રીલ્સના રાજા’ બનવા નીકળેલા મંત્રીઓને ગુજરાતની જનતાએ અસલી અરીસો બતાવી દીધો છે. સચિવાલયની એસી કેબિનોમાં બેસીને મોંઘા કેમેરા અને પ્રોફેશનલ પીઆર એજન્સીઓ પાછળ લાખો રૂપિયા ખર્ચનારા મંત્રીઓની ડિજિટલ લોકપ્રિયતાનો કિલ્લો કડડભૂસ થઈ ગયો છે. એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, ઈશ્વરસિંહ પટેલ, સંજય મહિડા, મોઢવાડિયા, કમલેશ પટેલ સહિત અન્ય મંત્રીના ફેસબુક, ટિ્વટર અને ઈન્સ્ટાગ્રામ પરથી ફોલોઅર્સ રોકેટની ગતિએ ઘટી રહ્યા છે, જેને પગલે હવે સચિવાલયના ગલિયારા ઉપરાંત કમલમમાં ફફડાટ ફેલાયો…
Surat,તા.૩૧ સુરતમાં શેર ટ્રેડિંગના નામે ૨૬ વર્ષીય એન્જિનિયર સાથે રૂ.૧૩.૧૦ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી છે. અડાજણના યુવકને રોજના પાંચ ટકાથી વધુ નફાની લાલચ આપી બોગસ પત્રો બતાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને અરટાઈ એપના જૂથમાં ઉમેરી તબક્કાવાર લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હતા. અડાજણના ૨૬ વર્ષીય એન્જિનિયરને શેર બજારમાં રોકાણ કરી નફો કમાઈ આપવાની લલાચ આપી છેંંતરપિડી આચવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. શેર ટ્રેડિંગમાં રોકાણ કરવાથી રોજના પાંચ ટકાથી વધુ નફો મળશે તેવી લાલચ આપી આરોપીઓએ વિશ્વાસ સંપાદન કર્યો હતો. વધુમાં વિવિધ બોગસ પત્રો અને દસ્તાવેજો પણ બતાવ્યા હતા. યુવકને રોકાણથી મોટો નફો થવાની ખાતરી…
Kheda,તા.૩૧ ખેડા જિલ્લાના વસો તાલુકાના ટુંડેલ ગામમાં જૂની અદાવતને લઈને થયેલા હુમલામાં ૩૬ વર્ષીય યુવકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગામના કુવાવાળા એક જ ફળિયામાં રહેતા મહેશ મફત ગોહિલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા મહેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ મહેશ ગોહિલ અને કેટલાક ઈસમો વચ્ચે અગાઉથી જૂની અદાવત ચાલી રહી હતી. આ જ બાબતને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં મામલો ઉગ્ર બનતાં હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. બોલાચાલી બાદ હુમલાખોરોએ મહેશ ગોહિલ પર તીક્ષ્ણ…
૧૦ દિવસમાં પ્રશ્નોનું સમાધાન કરો, નહીં તો થશે તાળાબંધી Gandhinagar ,તા.૩૧ હાલ દેશભરમાં અનામતને લઈને ઉકળતો ચરું જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ સવર્ણ અનામત મુદ્દે આરપારની લડાઈ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં સવર્ણ સમાજોની એક ચિંતન શીબીર યોજાઈ ગઈ. આ ચિંતન શિબિરમાં ૪ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. જેમાં અનામત વ્યવસ્થાની સમીક્ષા બાદ સુધારો કરાય, યુજીસીના કાળા કાયદાને સંપૂર્ણપણ નાબૂદ કરાય તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઇડબ્લ્યુએસની પણ માંગ કરવામાં આવી. શિબિરમાં ચર્ચા થયેલા મુદ્દાઓ પર પ્રકાશ પાડતા પાટીદાર અગ્રહણી દિનેશ બાંભણિયાએ કહ્યું કે યુજીસીના કાયદાને સમગ્ર દેશમાંથી નાબૂદ કરવા માટે, એના માટેની મૂવમેન્ટ અહિંયાથી ચલાવવામાં આવશે અને ચાલતી…
અનામતને લઈને રાજકારણ વધુ ગરમાયું Bihar,તા.૩૧ Bihar માં અનામતની સમીક્ષા અને વર્ગીકરણના મુદ્દા પર રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. લઘુ જળ સંસાધન રાજ્યમંત્રી સંતોષ કુમાર સુમનએ આ મુદ્દે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે જો જરૂર પડશે તો તેઓ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન એકસાથે રાજીનામું આપશે. હાજીપુરમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું હતું કે અનામતનો મુદ્દો રાજીનામાના તબક્કે પહોંચી ગયો છે, તેથી પહેલા કોણ રાજીનામું આપશે, ત્યારે મંત્રીએ જવાબ આપ્યો. સામાજિક ભેદભાવનો ઉલ્લેખ કરતા મંત્રી સંતોષ સુમનએ કહ્યું કે અનામત મૂળ રીતે સામાજિક દરજ્જાના આધારે હતું, પરંતુ લગભગ ૮૦ વર્ષ પછી પણ, સમાજના ઘણા વર્ગો…
Ayodhya ,તા.૩૧ રામ મંદિરના પ્રસાદની ચોરીના કેસમાં શરૂઆતમાં એફઆઇઆર ન નોંધવાનું કારણ માત્ર લાંબા સમય સુધી તપાસનો ડર જ નહીં, પણ આગામી વિધાનસભા ચૂંટણીઓ પર સંભવિત રાજકીય અસર અંગેની ચિંતા પણ હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના તત્કાલીન મહાસચિવ ચંપત રાય દ્વારા નોંધાયેલી ડાયરીમાં આ પ્રતિબિંબિત થાય છે. ડાયરી અનુસાર, ૮ જૂને અયોધ્યા પહોંચેલા ચંપત રાયએ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અને અનૂપ મિત્તલને ૪ જૂનથી બનેલી સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. પીએફસી બિલ્ડિંગમાં યોજાયેલી આ બેઠકમાં ડૉ. અનિલ મિશ્રા અને ગોપાલ રાવ પણ હાજર હતા. આ બેઠક દરમિયાન, નૃપેન્દ્ર મિશ્રાએ પ્રશ્ન કર્યો હતો કે પોલીસ હ્લૈંઇ હજુ…
(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૩૧ દામનગર પોલિસ સ્ટેશનના પોકસો ક.૪,૬,૧૦,૧૨,૧૭ તથા આઇ.ટી.એક્ટ ક.૬૬(ઇ), ૬૭(બી) મુજબના ગુન્હાના કામે સંડોવાયેલ આરોપીઓ પૈકી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા સાગરભાઇ વિપુલભાઇ નાથાણી ને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકન્ીકલ સોર્સ આધારે સુરત, નાના વરાછા ખાતેથી તથા આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી તા.૩૦ ના રોજ રાઉન્ડ અપ કરી દામનગર પોલિસને સોંપી આપવા તજવીજ કરેલ છે. આ બનાવમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને અભ્યાસ કરતી એક ૧૬ વર્ષીય તરૂણી લાઠી તાલુકાના આંબરડી ગામે રહેતા આરોપી ભૌતીક વિપુલભાઇ તળાવીયાએ તેણી સગીરવયની હોવાનુ જાણતા હોવા છતા આરોપીએ ભોગ બનનારને તેના ઘરના સભ્યોને જાનથી પતાવી દેવાની ધમકી…
(સલીમ પતાણી દ્વારા) Kotdasangani તા.૩૧ રિપોર્ટર સલીમ પતાણી દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ, કોટડા સાંગાણી તાલુકા પંથકમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા અન્નદાતાઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે અને ખેડૂતો ચિંતાના વાદળો વચ્ચે ઘેરાયા છે. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતા ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર-દવાઓની ખરીદી કરીને ભારે જહેમત અને ખર્ચ કરીને વાવેતર કર્યું હતું. ખેડૂતોએ પોતાના પાક પાછળ આશરે ૭૦ થી ૮૦ ટકા જેટલો ખર્ચ કરી નાખ્યો છે. પરંતુ, હવે વર્તમાન સમયમાં ચોમાસુ વિદાય લેવાના આરે હોય અને વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે જાણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ…
