- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
Author: Vikram Raval
(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ જામનગર, તા. ૩૧ જામનગર જિલ્લા પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિઓ સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં કુલ ૮ દરોડા પાડી તીનપત્તી રોન-પોલીસ તથા વર્લી મટકાનો જુગાર રમતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જુદા જુદા દરોડાઓમાં કુલ રૂ. ૯૭,૧૫૦નો રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મેઘપર-પડાણા પોલીસ મથકના બે દરોડા મેઘપર(પડાણા) પોલીસે ઝાખર ગામની જૂની સોસાયટી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી રોન-પોલીસનો જુગાર રમતા અર્જુનસિંહ ભરતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ સંજયસિંહ જાડેજાને ઝડપી લઈ તેમની પાસેથી રૂ. ૧૧,૦૦૦નો રોકડ મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ ન્યૂ પડાણા રેસીડેન્સી પાસે વાડીવાળા રસ્તે સ્ટ્રીટલાઇટના અજવાળે રમાતા જુગાર પર દરોડો…
New Delhi,તા.૩૧ મહિલા એશિયા કપ ૨૦૨૬ ની ત્રીજી મેચ ભારત અને થાઇલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ ટીમ ઇન્ડિયાની સ્ટાર સ્પિનર દીપ્તિ શર્મા માટે યાદગાર હતી. આ તેની કારકિર્દીની ૧૫૦મી ટી ૨૦ મેચ હતી. આ મેચમાં તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો. આ સાથે, તે હવે મહિલા ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગઈ છે. આ સંદર્ભમાં, તેણીએ થાઇલેન્ડની સ્પિનર થિપાચા પુથાવોંગનો રેકોર્ડ તોડ્યો છે. થાઇલેન્ડ સામેની મેચમાં દીપ્તીએ ૭ બોલમાં ૩ વિકેટ લીધી હતી. મહિલા ટી૨૦માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીનો ઉલ્લેખ કરીએ તો, દીપ્તિ શર્માએ ૧૫૦ મેચમાં ૧૭૧ વિકેટ લીધી છે અને આ યાદીમાં ટોચ…
New Delhi,તા.૩૧ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી, જે અગાઉ શ્રીલંકાને આપવામાં આવી હતી, તે ૨૦૨૭ ની શરૂઆતમાં પ્રથમ વખત યોજાવાની છે. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ એક મોટું પગલું ભર્યું છે અને શ્રીલંકાને યજમાની અધિકારોથી વંચિત રાખ્યા છે. આનો અર્થ એ થયો કે શ્રીલંકા હવે આ ઐતિહાસિક ટુર્નામેન્ટનું આયોજન કરી શકશે નહીં. આઇસીસી અને શ્રીલંકા સરકાર વચ્ચેના વણઉકેલાયેલા વિવાદોને કારણે, તેમની પાસેથી યજમાની અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. જોકે, કયા દેશ ટુર્નામેન્ટનું આયોજન કરશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઇએસપીએન ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં લાંબા સમયથી ચાલી આવતી સરકારી અને રાજકીય દખલગીરી બોર્ડ માટે સમસ્યા…
તપાસનો ધમધમાટ (નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમારના મૃત્યુ પ્રકરણમાં તેમના પુત્ર દેવ પરમાર દ્વારા ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ મથકમાં ૧૧ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ હવે તપાસનો દોર જામનગર સુધી પહોંચ્યો છે. આ ફરિયાદના અનુસંધાને ગાંધીનગર પોલીસની તપાસ ટુકડી ગઈકાલે રવિવારે બે-ત્રણ વાહનોના કાફલા સાથે જામનગર આવી પહોંચી હતી અને સ્થાનિક સી-ડિવિઝન પોલીસની મદદથી આરોપીઓ સાથે સંકળાયેલા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરતાં શહેરમાં આ કાર્યવાહી ટોક ઓફ ધ ટાઉન બની હતી. મેરામણભાઈ પરમારના મૃત્યુને લઈને તેમના પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબ આ બનાવ કુદરતી મૃત્યુનો નહીં પરંતુ માનસિક ત્રાસને કારણે ઝેરી પદાર્થ પી આપઘાતનો હોવાનું જણાવાયું…
જામજોધપુરમાં બાઈક સ્લીપ થતાં આદિવાસી મજૂરે, કનસુમારા પાસે ટ્રક અડફેટે ૧૬ વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો (નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ જામનગર નજીક કનસુમરા પાસે તેમજ જામજોધપુર વિસ્તારમાં જુદા-જુદા બે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. જામજોતપુર નજીક હોથીજી ખડબા ગામ પાસે મોટરસાઇકલ સ્લીપ થતાં એક આદિવાસી ખેતમજૂરનું મોત થયું હતું, જ્યારે કનસુમરા પાટીયા પાસે ટ્રકની અડફેટે મોટરસાઇકલસવાર ૧૬ વર્ષીય કિશોરનું મૃત્યુ નીપજ્યું હતું. જામજોધપુર તાલુકાના જામવાળી ગામની સીમમાં વાડી પાસે ઝૂંપડામાં પરિવાર સાથે રહેતા મુકેશભાઈ સોબાનભાઈ ભુહા બપોરે પત્ની રમીલાબેનને મજૂરીના પૈસા લેવા જવાનું કહી મોટરસાઇકલ લઈને નીકળ્યા હતા. દરમિયાન હોથીજી ખડબા ગામ પાસે વળાંકમાં મોટરસાઇકલ સ્લીપ થઈ રોડની…
Chandigarh,તા.૩૧ શેર-એ-પંજાબ ટી ૨૦ લીગ ૩૦ ઓગસ્ટના રોજ શરૂ થઈ હતી. ટુર્નામેન્ટની પહેલી મેચ અમૃતસર સુરમા અને મોહાલી કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં, મોહાલી કિંગ્સે ૨૫૯ રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કર્યો અને ૭ વિકેટે જીત મેળવી. પ્રથમ બેટિંગ કરતા, અમૃતસર સુરમાએ અભિષેક શર્માની ધમાકેદાર ઇનિંગને કારણે ૧૯.૫ ઓવરમાં ૨૫૮ રન બનાવ્યા. મોહાલી કિંગ્સે ૧૯.૩ ઓવરમાં ૨૫૯ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. આ મેચમાં અભિષેક શર્માની ધમાકેદાર ઇનિંગ નિષ્ફળ ગઈ. મેચની વાત કરીએ તો, મોહાલી કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, અમૃતસર સુરમાએ ઉજ્જવળ શરૂઆત કરી, સહજ ધવન અને અભિષેક શર્માએ માત્ર ૫.૧ ઓવરમાં પ્રથમ વિકેટ…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ જામનગર જિલ્લામાં જાહેરમાં ગંજીપત્તાના પાનાથી તીનપત્તીનો જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે કાલાવડ, જામનગર તાલુકાના દરેડ તથા લાલપુર તાલુકાના બબરઝર ગામની કોટડા સીમમાં પોલીસે અલગ-અલગ ચાર દરોડા પાડી કુલ ૧૭ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને ગંજીપત્તાના પાના મળી કુલ રૂ. ૨૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ ૧૨ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. કાલાવડના કૈલાશનગર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી ગોળ કુંડાળું વળી તીનપત્તીનો જુગાર રમતા ધર્મેન્દ્રસિંહ હાલુભા જાડેજા (ઉ.વ. ૪૧), બાબુભાઈ ગોબરભાઈ સાગઠીયા (ઉ.વ. ૩૮), સંજયભાઈ માધાભાઈ શેખા (ઉ.વ. ૩૬) તથા ગૌતમભાઈ કાનજીભાઈ સાગઠીયા (ઉ.વ. ૪૪)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી…
Lords,તા.૩૧ જો રૂટની કેપ્ટનશીપ હેઠળ, ઇંગ્લેન્ડે લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને ૧૯૪ રનથી હરાવ્યું. આ જીત સાથે, જો રૂટ હવે એશિયન ટીમો સામે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર ઇંગ્લેન્ડના કેપ્ટન બની ગયા છે. આ સંદર્ભમાં, તેમણે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એન્ડ્રૂ સ્ટ્રોસનો રેકોર્ડ તોડ્યો છે. પાકિસ્તાન સામે ચાલી રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં, ઇંગ્લેન્ડે પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં અજેય લીડ મેળવી છે. ઇંગ્લેન્ડ હવે ક્લીન સ્વીપ પર નજર રાખશે. જો રૂટ હવે એશિયન ટીમો સામે સૌથી વધુ ટેસ્ટ જીત સાથે ઇંગ્લેન્ડના કેપ્ટનોની યાદીમાં ટોચ પર છે. રૂટે અત્યાર સુધી એશિયન ટીમો સામે ૨૨ ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી છે, ૧૫…
બાળકો સહિત સાત ઘાયલ (નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર મધરાતે આશરે બે વાગ્યાના અરસામાં ચંગા રોડ વિસ્તારમાં ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાતાં ભારે અરેરાટી ફેલાઈ હતી. એક કિયા કાર, પેસેન્જર ઓટોરિક્ષા અને ડબલસવારી બાઇક વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં ત્રણેય વાહનોના ડુચ્ચા નીકળી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ઓટોરિક્ષા ચાલક સહિત બાઇક પર સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. આ ઉપરાંત અન્ય વાહનોમાં સવાર નાના બાળકો સહિત કુલ છ થી સાત વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે.…
Lords,તા.૩૧ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડનો વિનાશક પ્રવાસ રહ્યો છે. લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને ૧૯૪ રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો, જે શ્રેણીમાં તેની સતત બીજી હાર છે. આ કારમી હારથી કેપ્ટન બાબર આઝમના પ્રદર્શન અને કેપ્ટનશીપ પર પ્રશ્નો ઉભા થયા છે. લોર્ડ્સ ટેસ્ટ હાર્યા બાદ, કેપ્ટન બાબર આઝમે બેટ્સમેન અને બોલરો બંનેની આકરી ટીકા કરી હતી. તેમનું માનવું છે કે ટીમને દરેક ક્ષેત્રમાં સુધારો કરવાની જરૂર છે. મેચ પછી, કેપ્ટન બાબર આઝમે સ્વીકાર્યું કે તેમની ટીમ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નહીં. તેમણે સમજાવ્યું કે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય વાદળછાયા વાતાવરણનો લાભ લેવા માટે લેવામાં આવ્યો…
