- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
Author: Vikram Raval
Mumbai,તા.૩૧ આજકાલ, કિયારા અડવાણી તેની ફિલ્મ ’ટોક્સિક’ માટે સતત સમાચારમાં છે. યશ સાથેની આ ફિલ્મમાં તેના પાત્ર અને બોલ્ડ શૈલીએ ઘણું ધ્યાન ખેંચ્યું છે. દરમિયાન, તેની આગામી ફિલ્મ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, નિર્માતાઓ લગભગ ૧૦ વર્ષ પછી “કી એન્ડ કા ૨” બનાવવાની તૈયારી કરી રહ્યા છે. વાર્તા પાછલી ફિલ્મની વાર્તા ચાલુ રાખશે નહીં. તેના બદલે, એક સંપૂર્ણપણે નવી વાર્તા રજૂ કરવામાં આવશે, જેમાં “કી” અને “કા” પાત્રો યથાવત રાખવામાં આવશે.એવું અહેવાલ છે કે ફિલ્મમાં “કી” ની ભૂમિકા માટે કિયારા અડવાણીનો સંપર્ક કરવામાં આવ્યો છે. કિયારાએ પણ આ પ્રોજેક્ટમાં રસ દર્શાવ્યો છે. જોકે, તેણીએ હજુ સુધી આ…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ કાલાવડમાં સોનીની દુકાનમાં જઈ સોનાના દાગીના ખરીદવાના બહાને વિશ્વાસ કેળવી બાદમાં પત્નીને ઘરે દાગીના બતાવવાના છે તેમ કહી સોની પાસેથી દાગીના લઈ જઈ પરત નહીં આપી ઠગાઈ કરનારા બે શખ્સોને જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના, બે મોબાઇલ ફોન તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બાઇક મળી કુલ રૂ.૧૭,૬૯,૫૩૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એમ.વી. ભાટીયા તથા સ્ટાફની ટીમો વારા કાલાવડ ના સોની વેપારી સાથે સગાઈ કરવાના પ્રકરણમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જે તપાસ દરમિયાન સી.સી.ટી.વી. ફૂટેજ તથા ટેકનિકલ સોર્સના આધારે એલ.સી.બી.ના…
પ્રેમસંબંધ બાબતે ઘરના સભ્યોએ ઠપકો આપતાં મનમાં લાગી આવવાથી વાડીની ઓરડીમાં ઝેરી દવા પી લીધી (નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ જામનગર તાલુકાના વીજરખી ગામમાં ૧૪ વર્ષની કિશોરીએ પ્રેમસંબંધ બાબતે ઠપકો મળ્યા બાદ વાડીની ઓરડીમાં જંતુનાશક ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં અકસ્મિક મૃત્યુની નોંધ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ વીજરખી ગામમાં મહેશભાઈ દેવાયતભાઈ લોખીલની વાડીમાં રહેતા રાયચદભાઈ વાસ્કેલાની ૧૪ વર્ષની પુત્રી રેશમાબેનને જગદીશ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતે તેને ઠપકો આપવામાં આવતા રેશમાબેનને મનમાં લાગી આવ્યું હતું. દરમિયાન તા.૨૮ ઓગસ્ટના સાંજના સાડા પાંચ વાગ્યા પહેલાં કોઈ સમયે તેણે…
ગર્લફ્રેન્ડ તાતીઆના પણ તેના સાળા સાથે હાજર રહી Mumbai,તા.૩૧ પ્રિયંકા ચોપરા હાલમાં તેની આગામી ફિલ્મ ’વારાણસી’ માટે સમાચારમાં છે. તે તેના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન, તે તેના પરિવાર અને પોતાના મનોરંજન માટે પણ સમય કાઢે છે. તાજેતરમાં, તેણીએ તેના પરિવાર સાથે “બેકસ્ટ્રીટ બોયઝ” ના એક પ્રદર્શનમાં હાજરી આપી હતી. તે ત્યાં ડાન્સ કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર તેના વીડિયો વાયરલ થયા છે. વાઈરલ વીડિયોમાં પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ સાથે જોઈ શકાય છે. તેમની સાથે નિક જોનાસનો ભાઈ જોનાસ અને તેની ગર્લફ્રેન્ડ તાતીઆના ગેબ્રિયલ પણ છે.પ્રિયંકા અને નિક પ્રખ્યાત સ્થળ પર બાલ્કનીમાં સાથે ઉભા રહીને સંગીતનો…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ જામનગર શહેરમાં મિગ કોલોની નજીક જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે ઝૂંપડામાં રહેવા બાબતે કાકા-ભત્રીજા સહિતના બે જૂથ વચ્ચે થયેલી તકરાર મારામારીમાં પરિણમી હતી. બનાવને પગલે સિટી-એ ડિવિઝન પોલીસ મથકમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક ફરિયાદમાં કાકા સહિત ચાર સામે, જ્યારે બીજી ફરિયાદમાં બે ભાઈઓ સામે મારામારી, લોખંડના સળિયા તથા લાકડાના ધોકાથી હુમલો અને ધમકીના આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ, મિગ કોલોની નજીક ઝૂંપડામાં રહેતા વિપુલભાઈ સામાભાઈ વાઘેલા (ઉ.વ.૨૪)એ ભરતભાઈ તખુભાઈ વાઘેલા અને ભાવુભાઈ તખુભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા.૨૯ના સવારે સાડા દસ વાગ્યાના અરસામાં વિપુલભાઈના પિતા…
મરચાંની ભૂકી ઉડાડવા બાબતે બોલાચાલી બાદ મહિલાએ પોતાના પુત્રને આધેડને પતાવી દે કહેતાં ધોકાનો ઘા ઝીંકાયો; સારવાર મળે તે પહેલાં જ મોત (નયના દવે દ્વારા) Jamnagar તા.૩૧ જામનગરના સેતાવાડ વિસ્તારમાં બાળકોને ઘરની બહાર રમવા દેવા મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારીમાં એક આધેડનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યા માં પલટાયો છે. નાના બાળકો સાથે બોલાચાલી કરી મરચાંની ભૂકી ઉડાડવા બાબતે સમજાવવા ગયેલા ઈબ્રાહીમભાઈ સીદીકભાઈ ચાકીને પાડોશી મહિલાએ પોતાના પુત્રને સંબોધીને આને પતાવી દે તેમ કહેતાં પુત્ર અમન અસલમભાઈ ઘાંચીએ લાકડાના ધોકાથી ઈબ્રાહીમભાઈના માથાના પાછળના ભાગે એક ઘા માર્યો હતો. ગંભીર ઇજાને પગલે તેઓ ઢળી પડ્યા હતા અને…
ભારત અને ચીનને એક થવાની અપીલ કરી Mumbai,તા.૩૧ બોલીવુડ અભિનેત્રી મનીષા કોઈરાલાએ ભારત, ચીન અને નેપાળને સાથે મળીને કામ કરવા અપીલ કરી છે કારણ કે દેશ અચાનક પૂરની દુર્ઘટનાનો સામનો કરી રહ્યો છે. અભિનેત્રીએ ૩૦ ઓગસ્ટ, રવિવારના રોજ આધ્યાત્મિક નેતા સદ્ગુરુના નેતૃત્વમાં “ઇન સોલિડેરિટી વિથ નેપાળ” નામના એક ખાસ એકતા કાર્યક્રમમાં આ અપીલ કરી હતી. મનીષાએ ગ્લોબલ વોર્મિંગને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરના એક કારણ તરીકે ગણાવ્યું હતું. તેમણે પડોશી દેશોને હવામાન સંબંધિત આફતોના વધતા જોખમનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરી. અગાઉ, અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર લોકોને એકબીજાને મદદ કરવા અપીલ કરી હતી. શેર કરાયેલા એક…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૩૧ નેકનામ પડધરી રોડ પરથી આધેડ બાઈક ચલાવી જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે પુરઝડપે પોતાનું વાહન ચલાવી બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં આધેડને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી વાહન લઈને ચાલક નાસી ગયો હતો પડધરી તાલુકાના દહીંસરડા (આજી) ખાખરા ગામના રહેવાસી દેવજીભાઈ ચનાભાઈ ચાવડા (ઉ.વ.૫૦) વાળાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ ઓગસ્ટના રાત્રીના સાડા સાત વાગ્યાના અરસામાં ફરિયાદીના મોટાભાઈ ભાનુભાઈ ચનાભાઈ ચાવડા બાઈક જીજે ૦૩ આરઆર ૬૦૪૯ ;લઈને નેકનામ પડધરી રોડ પરથી જતા હતા ત્યારે સીલ્પન કારખાના સામે રોડ પર અજાણ્યા વાહનચાલકે પુરઝડપે ચલાવી બાઈક સાથે…
Mumbai,તા.૩૧ રશ્મિકા મંડન્ના આખરે હિપ ઈજા પછી કામ પર પાછા ફરવા અંગે અપડેટ આપી છે, જેના કારણે આ વર્ષની શરૂઆતમાં તેનું કામ અટકી ગયું હતું. “મૈસા” ના ડાન્સ સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે હિપ ઈજા થયા પછી, અભિનેત્રીએ હવે એક નવી પોસ્ટમાં તેના સ્વાસ્થ્ય અપડેટ્સ શેર કર્યા છે, જેમાં ખુલાસો થયો છે કે તે ઘરે સમય વિતાવવાનું સૌથી વધુ મિસ કરશે. શૂટિંગ દરમિયાન હિપ ઈજા થયા બાદ રશ્મિકા મંડન્નાએ તાજેતરમાં જ અભિનયમાંથી વિરામ લીધો હતો. પોતાની ઈજાની ચર્ચા કર્યાના લગભગ એક મહિના પછી, અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે તે ટૂંક સમયમાં કામ પર પરત ફરશે. તાજેતરની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, રશ્મિકા મંડન્નાએ…
Mumbai,તા.૩૧ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી અને અભિનેતા સની દેઓલ ફરી એકવાર સાથે કામ કરવા તૈયાર છે. આ વખતે, તેઓ સનીની ૧૯૯૬ની વખાણાયેલી એક્શન ફિલ્મ ’ઘાટક’માંથી એક પ્રિય પાત્ર પરત લાવી રહ્યાં છે. ફિલ્મ નિર્માતાએ પુષ્ટિ આપી છે કે તેમના આગામી પ્રોજેક્ટનું નામ “ઘાતક ઘુસ કે મારેગા” છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સની “ઘાતક ઘુસ કે મારેગા” માંથી તેની ભૂમિકા ફરીથી ભજવશે, પરંતુ નવી ફિલ્મ તેની સિક્વલ નહીં હોય. “પાર્ટીશન ૧૯૪૭” પછી, સની દેઓલ અને રાજકુમાર સંતોષી હવે “ઘાતક ઘુસ કે મારેગા” માટે જોડાયા છે. રાજકુમાર સંતોષીએ તેમની ૧૯૯૪ ની ફિલ્મ “અંદાઝ અપના અપના” ની દુનિયા પર આધારિત બીજા…
