Author: Vikram Raval

શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન) શ્રાવણ વદ ચોથ ને મંગળવાર ના દિવસે નાગ પાંચમ છે. મંગળવારે સવારના ૭.૪૧ સુધી ચોથ તિથિ છે ત્યારબાદ પાંચમ તિથિ છે જે બુધવારે સવારના ૬.૧૧ કલાકે સૂર્ય ઉદય પહેલા પૂરી થઈ જશે આમ પાંચમ તિથિ નો ક્ષય છે આથી નિયમ પ્રમાણે મંગળવારે સવારના ૭.૪૧ થી નાગ પાંચમ ની શરૂઆત થશે મંગળવારે આખો દિવસ અને રાત્રી નાગ પાચમ ગણાશે ભારતીય સંસ્કૃતિ મુજબ ઉત્સવો વ્રતો અને સંસ્કારો સાથે ખાસ સંબંધ છે. વેદોમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન આર્ય પ્રજા પણ વ્રતો અને ઉપાસના કરતાં અને દરેક પશુ પક્ષીની પુજા કરતા આથી સુખી હતા આને કારણે…

Read More

ત્રણ પેઢીની વણાટ પરંપરાને આગળ ધપાવવાની સાથે સુરેન્દ્રનગરના ૩,૦૦૦થી વધુ વણકરોના સામાજિક-આર્થિક જીવન પર કર્યું ગહન સંશોધન પરંપરાગત પટોળા વણાટની જટિલ પ્રક્રિયાને ટૂંકી અને વ્યવહારુ બનાવી ઘરઆંગણે મહિલાઓ માટે સ્વરોજગારીના નવા દ્વાર ખોલ્યા આલેખન ભાવિકા લીંબાસીયા માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર પટોળાનું નામ આવતાં પાટણની વિશ્વવિખ્યાત પરંપરા યાદ આવે છે, ત્યારે હવે સુરેન્દ્રનગર અને રાજકોટની ધરતી પર પણ પટોળા વણાટની આગવી પરંપરા વિકસી છે. આ પરંપરાને ત્રણ પેઢીથી જીવંત રાખનાર સુરેન્દ્રનગરના જોરાવરનગરના વતની અને લીંબડી નજીક ચોરણીયા ગામ પાસે પટોળા વણાટનું એકમ ધરાવતા શ્રી પંકજભાઈ મકવાણાને પટોળા વણાટકલા તથા વણકર સમાજના સામાજિક-આર્થિક ઉત્થાન અંગેના ગહન સંશોધન બદલ આઝમગઢની રાજ્ય યુનિવર્સિટી દ્વારા માનદ…

Read More

સોશિયલ મીડિયા પર ખુશી દુબે પોતાની તસવીરો અને ફેશન સ્ટાઈલથી સતત ચાહકોનું ધ્યાન ખેંચતી રહે છે Mumbai, તા.૩૧ ટીવી અને ઓટીટીની જાણીતી અભિનેત્રી ખુશી દુબે ફરી એકવાર પોતાના સ્ટાઈલિશ લુકને લઈને ચર્ચામાં આવી છે. ‘આશિકાના’ સીરિઝમાં ચિક્કી ચૌહાણના પાત્રથી લોકપ્રિય બનેલી ખુશી દુબેએ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો ગ્લેમરસ અને કંઈક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.ખુશી દુબેએ પોતાની તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, “મને ખૂબ ગમે છે જ્યારે તમે મને સેનોરિટા કહો છો!” અભિનેત્રીનો આ અંદાજ તેની તસવીરોમાં પણ સ્પષ્ટ જોવા મળે…

Read More

શ્વેતા પટેલ ‘ સેતુ ‘ અમદાવાદ ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શિવનું સ્થાન ખૂબ જ વિશિષ્ટ છે. ભગવાન શિવને મહાદેવ, ભોળાનાથ, નટરાજ, નીલકંઠ અને શંકર જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. તેઓ માત્ર એક દેવતા નથી, પરંતુ શાંતિ, ત્યાગ, કરુણા, શક્તિ અને સત્યના પ્રતીક છે. શિવનું ચિંતન એટલે જીવનનાં ઊંડાં સત્યોને સમજવાનો પ્રયત્ન.ભગવાન શિવનું સ્વરૂપ આપણને અનેક સુંદર સંદેશ આપે છે. તેમના માથે ચંદ્ર શોભે છે, ગંગા જટામાંથી વહે છે અને ગળામાં સાપ છે. તેમના હાથમાં ત્રિશૂળ અને ડમરુ છે. તેઓ કૈલાસ પર્વત પર નિવાસ કરે છે અને ધ્યાનમાં લીન રહે છે. તેમનું સાદું જીવન આપણને શીખવે છે કે સાચી ખુશી ભૌતિક…

Read More

રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ હિમાલયના હિમનદી તળાવોમાં પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ સ્થાપિત કરવા માટે રાજ્યો સાથે કામ કરી રહી છે. અમે ઉત્તરાખંડ ક્ષેત્રમાં કેટલાક પ્રોજેક્ટ્‌સ પણ સબમિટ કર્યા છે. જ્યાં સુધી મારી જાણકારી છે, એશિયન દેશોમાં ક્યાંય પણ હિમનદી વિસ્ફોટ માટે કોઈ અસરકારક પ્રારંભિક ચેતવણી પ્રણાલી નથી. ચોકસાઈ પણ ઓછી છે, અને આ એક મુશ્કેલ કાર્ય છે. જો ભૂકંપ આવે તો તમે સુનામીની આગાહી કરી શકો છો. બીજું, હિમાલય ખૂબ જ મુશ્કેલ પ્રદેશ છે. દરેક સ્થાન સુધી પહોંચવું અશક્ય છે. હિમાલયની અંદર ૧૦,૦૦૦ હિમનદીઓ છે. હિમાલય પોતે જ એક ખૂબ જ જટિલ સિસ્ટમ છે, જેને સમજવું મુશ્કેલ છે. હવે પ્રશ્ન એ…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ નકારાત્મક અને સાવચેતીભર્યું વલણ રહેવાની શક્યતા છે. વૈશ્વિક બજારોમાં નબળાઈ, કાચા તેલના ભાવમાં વધારો, અમેરિકા-ઈરાન વચ્ચે વધતો તણાવ અને અમેરિકન વ્યાજદર અંગેની નવી ચિંતા બજારના સેન્ટિમેન્ટ ઉપર દબાણ લાવી રહી છે. આજે જીએફટી નિફ્ટીના સંકેતો પણ નબળા રહ્યા હોવાથી સ્થાનિક બજારમાં શરૂઆતથી વેચવાલીનું દબાણ રહેવાની શક્યતા છે. આજના સત્રની ખાસ બાબત એ છે કે બજારમાં માત્ર સામાન્ય નફાવસૂલી નહીં પરંતુ વૈશ્વિક જોખમો અને મહિનાના અંતના પોર્ટફોલિયો સમાયોજનને કારણે અસ્થિરતા વધવાની શક્યતા છે. એમએસસીઆઈના સૂચકાંકમાં ફેરફાર આજે અમલમાં આવવાના હોવાથી દિવસના અંતિમ તબક્કામાં કેટલાક શેરોમાં અસામાન્ય ખરીદી-વેચવાલી જોવા મળી…

Read More

Bengaluru, તા 31 દુલીપ ટ્રોફીની સેમિફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ અર્ધશતક લગાવતાં એક વધુ રેકોર્ડ બનાવી દીધો. હવે તે દુલીપ ટ્રોફીમાં ફિફ્ટી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. વૈભવે 15 વર્ષ 157 દિવસની ઉંમરે આ પરાક્રમ કર્યું. આ પહેલાં આ રેકોર્ડ લક્ષ્મણ સિંહનાં નામે હતો, જેમણે 1969માં 16 વર્ષ 23 દિવસની ઉંમરે અર્ધશતક ફટકાર્યું હતું. એટલે કે વૈભવે 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. 92 રન બનાવીને આઉટ થયો વૈભવ  વૈભવ પોતાની પહેલી ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી તરફ ઝડપથી વધી રહ્યો હતો. અને જેવું રમી રહ્યો હતો, તેનાથી તેની સદી નક્કી લાગી રહી હતી. પરંતુ હર્ષ દુબેના બોલ પર છગ્ગો મારવાના પ્રયાસમાં…

Read More

New Delhi તા, 31 ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની કુલ ઇનામી રકમ 1,032 કરોડ રૂપિયા છે જ્યારે પુરુષ સિંગલ્સ ચેમ્પિયનને ટાઇટલ જીતવા પર 52.60 કરોડ રૂપિયાની જંગી ઇનામી રકમ મળશે. પરંતુ શું તમે જાણો છો કે ટેનિસ ઇતિહાસમાં સૌથી વધુ ઇનામી રકમ જીતનાર ખેલાડી કોણ છે… આ રેકોર્ડ સર્બિયાના દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચના નામે નોંધાયેલો છે. 37 વર્ષીય જોકોવિચ અત્યાર સુધી આશરે 1,861 કરોડ રૂપિયાની ઇનામી રકમ જીતી ચૂક્યા છે. આ માત્ર એ જ રકમ છે, જે તેમણે કોર્ટ પર અલગ-અલગ ટૂર્નામેન્ટ જીતીને પ્રાપ્ત કરી છે. સેરેના મહિલાઓમાં મની ક્વીન…  જો મહિલાઓની વાત કરીએ તો 23 સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ…

Read More

London, તા. 31 ઓલી રોબિન્સનની ચાર વિકેટ અને સાથી બોલરોના શાનદાર પ્રદર્શનથી ઇંગ્લેન્ડે બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 195 રનથી હરાવ્યું છે. મેચનાં ચોથા દિવસે રવિવારે આ જીત સાથે જ યજમાન ટીમે ત્રણ ટેસ્ટની સીરીઝમાં 2-0ની અજય સરસાઈ મેળવી લીધી છે. પહેલી ટેસ્ટ તેણે ઇનિંગ્સથી જીતી હતી. ત્રીજી ટેસ્ટ 9 સપ્ટેમ્બરથી બર્મિંગહામમાં રમાશે. આ પહેલાં સવારે વરસાદનાં કારણે સતત પડતાં વિઘ્ન વચ્ચે ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 389 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. તેણે માત્ર 14 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, બાદમાં શાાન મસૂદ (26) અને સાઉદ શકીલ (97) એ ચોથી વિકેટ માટે…

Read More

Johannesburg તા. 31 સાઉથ આફ્રિકાનાં સ્ટાર પેસર કાગિસો રબાડા ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણાની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. તેમની જમણી હેમસ્ટ્રિંગમાં ગંભીર ઈજા (ગે્રડ-3 ટિયર) પહોંચી છે. 31 વર્ષીય રબાડાને હવે આશરે બે મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવું પડી શકે છે. મેડિકલ તપાસ બાદ તેમને આ સીરિઝમાંથી સંપૂર્ણપણે બહાર કરી દેવામાં આવ્યાં છે. ટેસ્ટ સીરિઝની શરૂઆત 9 ઓક્ટોબરે ડરબનમાં થશે. આ પછી 18 અને 27 ઓક્ટોબરથી આગામી ટેસ્ટ રમાશે. શ્રીલંકા પાસેથી યજમાની છીનવાઈ  આઈસીસીએ શ્રીલંકા પાસેથી વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીનો અધિકાર છીનવી લીધો છે. નવા યજમાન અંગેનો નિર્ણય આઈસીસીની આગામી બેઠકમાં લેવામાં આવશે.

Read More