Author: Vikram Raval

ઘટના વર્ષ ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘યુવરાજ’માં બંને સાથે કામ કરવાના હતા તે પહેલાં બની હતી Mumbai, તા.૩૧ બોલિવૂડમાં સેલેબ્સ વચ્ચેના મતભેદો અને ઝઘડા કોઈ નવી વાત નથી, પરંતુ જ્યારે બે દિગ્ગજો વચ્ચેનો વિવાદ માફી અને નવી મિત્રતામાં બદલાઈ જાય ત્યારે તે ઘટના હંમેશા ચર્ચામાં રહે છે. જાણીતા ફિલ્મમેકર સુભાષ ઘાઈએ તાજેતરમાં સુપરસ્ટાર સલમાન ખાન સાથે થયેલા એક મોટા વિવાદ અને ઝઘડા અંગે યાદ કરતાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે એક પાર્ટી દરમિયાન તેમનો અને સલમાન ખાનનો ઝઘડો થઈ ગયો હતો.આ રસપ્રદ ઘટના વર્ષ ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘યુવરાજ’માં બંને સાથે કામ કરવાના હતા તે પહેલાં બની હતી. સુભાષ ઘાઈએ ભૂતકાળના તે…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૩૧ Morbi જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે જેમાં મોરબી, વાંકાનેર અને ટંકારા તેમજ હળવદ પંથકમાં નવ સ્થળોએ રેડ કરી પોલીસે જુગાર રમતા ૪૪ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ અને મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે પ્રથમ રેડ બી ડીવીઝન પોલીસે મોરબીના કુબેર ટોકીઝ પાછળ કરી હતી જાહેરમાં જુગાર રમતા જગદીશ રમેશભાઈ પાટડીયા, જયપાલ મુળજીભાઈ કુંવરીયા, હિતેશ રાજુભાઈ મુંધવા, કિશન સુરેશભાઈ પરમાર અને દિનેશ ઘોઘાભાઇ વરાણીયાને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૩૦૦ જપ્ત કરી છે બીજી રેડ બી ડીવીઝન પોલીસે હાઈવે પર આવેલ બાપાકે પ્લાઝામાં નીયોર એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં કરી હતી દુકાનમાં જુગાર…

Read More

Mumbai ૩૧ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આયોજીત એક સુંદર કાર્યક્રમ રેડિયો અને દૂરદર્શનની સોનેરી અવિસ્મરણીય સફર નામે મુંબઈના વિલે પાર્લે ખાતે કલા ગુર્જરી ના સહયોગથી શનિવાર, ૨૯, ઓગષ્ટની સાંજે યોજાઈ ગયો જેના પરિકલ્પના અને સંયોજન નિરંજન પંડ્યાના હતાં. આ કાર્યક્રમ અંતર્ગત પરિસંવાદમાં રાજુભાઈ ભરત યાજ્ઞિક, ઉત્કર્ષ મઝુમદાર , હરીશ ભીમાણી, કિરીટ બારોટ અને દીપક મહેતા એ રસાળ શૈલીમાં પોતપોતાની વાત રજૂ કરી હતી. સતીશ વ્યાસ અને પ્રીતિ જરીવાલાએ ધીરુબેન પટેલ લિખિત રેડિયો નાટિકાનું ભાવવાહી પઠન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપા દેસાઈએ કર્યું હતું તો આભાર વિધિ વિકાસ ઘનશ્યામ નાયક દ્વારા થઈ હતી. કાર્યક્રમ માટે આકર્ષક સેટ પરેશ…

Read More

કડવને સાયન્સ ફિક્શન, કાલ્પનિક કથાઓ અને માનવીય સંબંધો પર આધારીત ફિલ્મો માટે વ્યાપક માન્યતા મળી Mumbai, તા.૩૧ કરીના કપૂર ખાન ‘મીસીસ’ના સર્જન માટે લોકપ્રિય બનેલી આરતી કડવ સાથે એક પ્રોસીજ્યુરલ ડ્રામા માટે કોલબરેશન કરી રહી છે. કરીનાએ પટકથાથી પ્રભાવિત થઈને તાત્કાલિક પ્રોજેક્ટ માટે મંજૂરી આપી દીધી હોવાનું માનવામાં આવે છે. હાલ પ્રીપ્રોડક્શન કામ ચાલી રહ્યું છે અને ફિલ્મનું શૂટ સપ્ટેમ્બરમાં શરૂ થવાનીસંભાવના છે.કરીના અગાઉ કમર્શિયલ મનોરંજન ફિલ્મો સાથે પડકારજનક, કેન્ટેન્ટ આધારીત રોલ ધરાવતી ફિલ્મો ‘ચમેલી’, ‘દેવ’ અને ‘ઓમકારા’ કરી ચૂકી છે. આરતી કડવ સાથે કામ કરવાનું નક્કી કરી તેણે ફરી વિશિષ્ટ પટકથા આધારિત ફિલ્મ પર પસંદગી ઉતારી છે.કડવને સાયન્સ ફિક્શન,…

Read More

કાર્યક્રમમાં સની દેઉલ અને પ્રીતિ ઝિન્ટા પર ‘કલ હો ના હો’માંથી ‘પ્રીટી વુમન’ ગીત જરૂરી મંજૂરી વિના વગાડવામાં આવ્યું હતું Mumbai,તા.૩૧ ‘બટવારા ૧૯૪૭’ના પ્રમોશનલ કાર્યક્રમે એક કોપીરાઈટ વિખવાદ જગાવ્યો છે, જેમાં ફોનોગ્રાફિક પર્ફોમન્સ લિમિટેડ (પીપીએલ)એ આમિર ખાન પ્રોડક્શન, જુનૈદ ખાન અને નિખત ખાન હેગડેને રૂા. એક કરોડની કાનૂની નોટિસ ફટકારી છે. નોટિસમાં આરોપ કરાયો છે કે ૧૨ ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં સની દેઉલ અને પ્રીતિ ઝિન્ટા પર ‘કલ હો ના હો’માંથી ‘પ્રીટી વુમન’ ગીત જરૂરી મંજૂરી વિના વગાડવામાં આવ્યું હતું.પીપીએલનો દાવો છે કે સંબંધિત મ્યુઝિક કંપની ટ્રેકના માલિકી હક્ક ધરાવે છે જ્યારે તેની પાસે પાંચસોથી વધુ સંગીત કંપનીઓએ…

Read More

તા. ૨ અને ૩ સપ્ટેમ્બરે નેવી બેન્ડ દ્વારા વિવિધ ૧૩ જેટલી સંગીતની મનમોહક ધૂનો રજૂ કરાશે Rajkot તા. ૩૧ રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે આગામી તા. ૨ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા વિરાસતથી વિકાસ લોકમેળો ૨૦૨૬માં આ વર્ષે એક વિશેષ આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. વિશ્વભરમાં પોતાના ઉત્કૃષ્ટ પરફોર્મન્સ માટે જાણીતું ભારતીય નૌકાદળ બેન્ડ (નેવી બેન્ડ) લોકમેળામાં તા. ૨ અને ૩ સપ્ટેમ્બરના રોજ શાનદાર પરફોર્મન્સ રજૂ કરશે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થવા માટે નેવી બેન્ડને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકોટના લોકમેળાના ઈતિહાસમાં પહેલીવાર નેવી બેન્ડ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવા માટે સામેલ થઈ રહ્યું છે. મેળાના પ્રથમ…

Read More

ટૉક્સિકે અત્યારસુધીમાં કૂલ ૧૦૫ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જ્યારે ફિલ્મની કૂલ પેન ઈન્ડિયા કમાણી ૧૭૭.૫૮ કરોડ રહી છે Mumbai, તા.૩૧ યશની ફિલ્મ ટૉક્સિક ખરાબ વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી છતાં ૪ દિવસમાં બોક્સ ઓફિસ પર રેકોડ્‌ર્સ તોડી રહી છે. હિન્દી કમાણીનો આંકડો ૧૦૦ કરોડને પાર કરી ચૂક્યો છે. આ સાથે જ યશની આ ફિલ્મે એસ.એસ.રાજામૌલીને પણ પાછળ છોડી દીધા છે. એ પણ એવા સમયે જ્યારે ફિલ્મનાં રિવ્યૂ મોટાભાગે ખરાબ મળી રહ્યાં હતા. અમુક લોકો પર મેકર્સે કાયદેસરની કાર્યવાહી પણ કરી, જેની ઘણી ચર્ચા પણ થઈ છે.યશની આ ફિલ્મ ૨૬ ઓગસ્ટે ઓનમનાં તહેવારે રિલીઝ થઈ હતી. જે બુધવારે રિલીઝ થઈ…

Read More

અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી ‘યે જવાની હૈ દીવાની’ વર્ષ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી Mumbai, તા.૩૧ બોલિવૂડની લોકપ્રિય ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ફિલ્મને ઓસ્કાર પાછળની સંસ્થા, એકેડેમી ઓફ મોશન પિક્ચર આટ્‌ર્સ એન્ડ સાયન્સિસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર યાદ કરી છે. એકેડેમીએ ફિલ્મનું રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ દર્શાવતું એક યાદગાર દ્રશ્ય શેર કર્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ભારતીય ચાહકો પણ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એકેડેમીની આ પોસ્ટને કારણે ૨૦૧૩માં આવેલી આ ફિલ્મ ફરીથી ચર્ચામાં આવી છે.એકેડેમીએ શેર કરેલા વીડિયોમાં રણબીર કપૂરનો…

Read More

ફિલ્મ નીમ કરોલી બાબાના જીવન અને તેમના આધ્યાત્મિક વ્યક્તિત્વથી પ્રેરિત છે : સપ્ટેમ્બર ૧૯૭૩માં તેમનું અવસાન થયું હતું Mumbai, તા.૩૧ બોક્સ ઓફિસ પર ફિલ્મોનું ગણિત સમજવું થોડું અઘરું છે. રીલીઝ સમયે ફ્લોપ લાગતી ફિલ્મ અચાનક હીટ સાબિત થઈ શકે છે. ગત  ૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ કોઈ ખાસ પ્રમોશન કે ચર્ચા વિના રિલીઝ થયેલી ‘હનુમાન અંશ’ શરૂઆતમાં ફ્લોપ તરફ આગળ વધતી લાગી હતી. ફિલ્મે પહેલા દિવસે માત્ર ૧૦ લાખની કમાણી કરી હતી અને બે અઠવાડિયા બાદ તેની કુલ કમાણી માત્ર ૧.૪૮ કરોડ હતી. જોકે, ત્રીજા અઠવાડિયાથી ફિલ્મની કમાણીમાં અચાનક મોટો ઉછાળો આવ્યો અને હવે તેણે ભારતમાં ૨૭ કરોડથી વધુની કમાણી કરી…

Read More

બિહાર અને કાશ્મીર પર મજાક બાદ સોશિયલ મીડિયા પર હંગામો એપિસોડ દરમિયાન સમય રૈનાએ શેરોન વર્માની પૃષ્ઠભૂમિ અંગે મજાક કરતાં બિહાર સાથે જોડાયેલી ટિપ્પણી કરી હતી Mumbai, તા.૩૧ કોમેડિયન સમય રૈનાનો શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. શોના તાજેતરના એપિસોડમાં બિહાર અને કાશ્મીરને લઈને કરવામાં આવેલી ટિપ્પણીઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. આ મામલે કેટલાક રાજકીય નેતાઓએ પણ શોની ટીકા કરી છે.‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની સીઝન એકમાં સ્પર્ધક તરીકે જોવા મળેલી સ્ટેન્ડ-અપ કોમેડિયન શેરોન વર્મા તાજેતરના એપિસોડમાં પેનલિસ્ટ તરીકે સામેલ થઈ હતી. આ દરમિયાન સમય રૈના અને શેરોન વર્મા વચ્ચે બિહાર તથા…

Read More