- પરપ્લેક્સિટી AI (Perplexity AI): સર્ચ એન્જિનની દુનિયામાં એક ક્રાંતિ – સંપૂર્ણ માહિતી
- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
Author: Vikram Raval
સીઆઈએ ડિરેક્ટરની આ મુલાકાત દરમિયાન ધ વોલ સ્ટ્રીટ જર્નલે લીક થયેલી અમેરિકી ગુપ્તચર માહિતીના આધારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો Washington, તા.૨૮ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયા નાટો ના કોઈ પણ સભ્ય દેશ પર હુમલો નહીં કરે. તેમનું આ નિવેદન સીઆઈએ ડિરેક્ટર જોન રેટક્લિફની અચાનક યોજાયેલી મોસ્કો મુલાકાત બાદ સામે આવ્યું છે. રિપોટ્ર્સ અનુસાર, રેટક્લિફે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને નાટોના દેશો પર હુમલો કરવા સામે કડક ચેતવણી આપી હતી. ૨૭ ઓગસ્ટે ઓવલ ઓફિસમાં વાતચીત દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે પુતિન સાથે તેમની સરાહનીય વાતચીત થઈ છે અને રશિયા નાટોના કોઈ પણ ક્ષેત્ર પર આક્રમણ કરવાનો…
E૧૦ પેટ્રોલમાં ૧૦% ઇથેનોલ અને ૯૦% પેટ્રોલ હોય છે, જ્યારે E૨૦ માં ૨૦% ઇથેનોલ અને ૮૦% પેટ્રોલ હોય છે New Delhi, તા.૨૮ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ()ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય ખન્નાએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈ૨૦ પેટ્રોલના બદલે ઈ૧૦ કરવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ નથી. તેમણે જણાવ્યું કે હાલમાં ચાલી રહેલી ચર્ચા માત્ર એ બાબત પર છે કે શું જૂના વાહનો માટે ૧૦% ઇથેનોલ મિશ્રણ ધરાવતા ઈ૧૦ ઇંધણનો વિકલ્પ આપવો જોઈએ કે નહીં. મ્ઁઝ્રન્ની વાર્ષિક સામાન્ય સભા પછી યોજાયેલી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી.સંજય ખન્નાએ જણાવ્યું કે જો સરકાર ઇથેનોલ મિશ્રણ નીતિમાં કોઈ ફેરફાર…
૨૦૧૫ના ભૂકંપ દરમિયાન, મોટી સંખ્યામાં વિદેશી ટીમો અને દેશો વચ્ચેની સ્પર્ધાએ સંકલનમાં નોંધપાત્ર મુશ્કેલીઓ ઉભી કરી હતી Nepal, તા.૨૮ નેપાળમાં વિનાશક ભોટકોશી પૂરથી થયેલી તબાહી ચાલુ છે. દરમિયાન, આ ભયાનક આફતમાં સેંકડો વિદેશી નાગરિકો ગુમ થયા હોવા છતાં, નેપાળ સરકારે અન્ય દેશોની રાહત અને બચાવ ટીમોની સહાય સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. સરકારનું કહેવું છે કે દેશની પોતાની સુરક્ષા એજન્સીઓ આ કામગીરીને સંભાળવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. આ નિર્ણય નેપાળ સેના અને પોલીસની ભલામણ પર લેવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૨૦૧૫ના ભૂકંપ દરમિયાન, મોટી સંખ્યામાં વિદેશી ટીમો અને દેશો વચ્ચેની સ્પર્ધાએ સંકલનમાં નોંધપાત્ર મુશ્કેલીઓ ઉભી કરી હતી.નેપાળી સમાચાર એજન્સીના…
નાટો પર સંભવિત રશિયન હુમલાની અટકળો વચ્ચે ટ્રમ્પે પોતાના નિવેદનમાં યુક્રેન યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવા પર ભાર મૂક્યો New Delhi, તા.૨૮ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયા દ્ગછર્ંના કોઈ પણ સભ્ય દેશ પર આશ્ચર્યજનક રીતે હુમલો નહીં કરે. ઝ્રૈંછના ડિરેક્ટર જ્હોન રેટક્લિફની તાજેતરની મોસ્કો મુલાકાત અને વ્લાદિમીર પુતિન સાથેની બેઠક બાદ ટ્રમ્પનું આ નિવેદન વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રશિયા ક્યારેય પણ દ્ગછર્ંના ક્ષેત્ર કે સભ્ય દેશો પર હુમલો કરવાના નથી. ઓવલ ઓફિસમાં મીડિયા સાથે વાતચીત કરતા ટ્રમ્પે દિનપ્રતિદિન વધતા તણાવ વચ્ચે શાંતિ જાળવવાનો સંકેત આપ્યો છે.…
યુક્રેને વળતો જવાબ આપતા રશિયાના ૧૪ પ્રાંતોને ટાર્ગેટ બનાવીને અનેક મિસાઈલો અને ડ્રોનથી હુમલા કર્યા Ukraine , તા.૨૮ રશિયાએ યુક્રેનને નિશાન બનાવીને મિસાઈલમારો કર્યો હતો. એક સાથે નવ શહેરોને ટાર્ગેટ કરીને થયેલા આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. યુક્રેનના ડિફેન્સ વિભાગે દાવો કર્યો હતો કે રશિયાએ નવેસરથી મિસાઈલો તૈનાત કરીને મોટાં હુમલા શરૂ કર્યા છે. તેનાથી નાગરિકોની સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે. એક ૧૬ માળની રેસિડેન્શિયલ બિલ્ડિંગ અને બે શિક્ષણ સંસ્થાઓને ખૂબ નુકસાન થયું છે. બીજી તરફ રશિયાએ નાગરિકો પર હુમલા કર્યા ન હોવાનું જણાવ્યું. હુમલા લશ્કરી ફેસિલિટી પર થયા હોવાનો બચાવ કર્યો હતો.છેલ્લાં થોડા દિવસથી રશિયા-યુક્રેન વચ્ચે ફરીથી…
તેનો ‘ફિલ્ડ ઓફ વ્યૂ’ હબલ કરતા ૧૦૦ ગણો વધુ : ડાર્ક એનર્જી, ડાર્ક મેટર, એક્સોપ્લેનેટ્સના અભ્યાસમાં મદદ મળશે Washington, તા.૨૮ નાસા નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપને સ્પેસમાં મોકલવાની તૈયારીઓ કરી રહ્યું છે. આશરે ૪ અબજ ડોલરના આ મિશનનું લોન્ચિંગ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી સ્પેસએક્સના ફાલ્કન હેવી રોકેટથી કરવામાં આવશે. રોમન સ્પેસ ટેલિસ્કોપ તેના નિર્ધારિત સમય કરતા લગભગ ૯ મહિના વહેલું લોન્ચ થવાનું છે.રોમન સ્પેસ ટેલિસ્કોપનો મુખ્ય હેતુ બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યોનો અભ્યાસ કરવાનો છે. તેમાં, ડાર્ક એનર્જી, ડાર્ક મેટર, બ્રહ્માંંડના વિસ્તરણ અને એક્સોપ્લેનેટ્સનો સમાવેશ થાય છે. નાસાના જણાવ્યા અનુસાર, રોમનનો ફિલ્ડ ઓફ વ્યૂ હબલ કરતા ઓછામાં ઓછો ૧૦૦ ગણો…
ભારતે નેપાળની મદદ માટે અત્યાર સુધીમાં ૪૭.૫ ટન રાહત સામગ્રી મોકલી છે, જેમાં દવાઓ અને ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે New Delhi, તા.૨૮ નેપાળ અને તિબેટની સરહદ પર આવેલી ભયાનક પૂરની હોનારતને ૩ દિવસ વીતી ગયા હોવા છતાં મલબામાંથી મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં મૃત્યુઆંક ૪૬૯ પર પહોંચી ગયો છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ હોનારતમાં ૩૦થી વધુ દેશોના નાગરિકો ગુમ છે. જેમાં ભારત, અમેરિકા, ચીન, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુક્રેન સહિતના દેશોના પ્રવાસીઓ તથા મજૂરો સામેલ છે. નેપાળ પોલીસના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ૧,૬૦૦થી વધુ લોકોને હેલિકોપ્ટર અને જમીની માર્ગે સુરક્ષિત રીતે…
એનેસ્થેસિયા આપ્યા વગર ગરમ ચીપિયાથી હરસ-મસાના ઓપરેશન કરતો અને ૨૫૦૦૦ વસૂલતો, છેલ્લા ૧૦ વર્ષથી ચાલવતો દવાખાનુ Vadodaraતા.૨૭ વડોદરાના અકોટા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ધોરણ-૧૦ નાપાસ બોગસ ડૉક્ટરે પ્રેમિલા ક્લિનિક ખોલી લોકોના જીવ સાથે ખુલ્લેઆમ ખેલ ખેલ્યો. એનેસ્થેસિયા આપ્યા વગર ગરમ ચીપિયાથી હરસ-મસાના ઓપરેશન કરતા આ ઝોલાછાપ તબીબનો ઝોન-૨ ન્ઝ્રમ્ ટીમે પર્દાફાશ કર્યો છે. સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતો મૂળ પશ્ચિમ બંગાળનો ૪૫ વર્ષીય બિશ્વજીત હાલદાર ઝડપાયો છે. પોતે ધોરણ-૧૦ માં ફેલ હોવા છતાં આ શખ્સે મ્ૈંછસ્જીની બોગસ ડિગ્રી ક્લિનિકમાં લગાવી રાખી હતી. ગુજરાત આયુર્વેદિક કે મેડિકલ બોર્ડમાં કોઈ પણ પ્રકારના રજીસ્ટ્રેશન વિના તે છેલ્લા ૧૦ વર્ષથી…
આરોપી અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આ દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો Vav-Tharad,તા.૨૭ વાવ-થરાદ પંથકમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદે હેરાફેરી સામે થરાદ પોલીસે લાલ આંખ કરી છે. વાંતાડા ભારતમાલા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસની આ ત્વરિત અને સાવચેત કાર્યવાહીને કારણે અસામાજિક તત્વોમાં ભારે ફાળ પડી છે. બૂટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કસબ અજમાવવામાં આવતા હોય છે, ત્યારે આ કિસ્સામાં પણ એક બંધ બોડીની ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રકમાં પ્લાસ્ટિકની ખાલી થેલીઓની આડમાં ખૂબ જ ચાલાકીપૂર્વક વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. જોકે, થરાદ…
તેમના જૂથ સાથે ફ્લેશ ફ્લડની ઘટના બાદ સંપર્ક તૂટી જતાં પરિવારમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે Ahmedabad,તા.૨૭ મૂળ વડનગરના રહેવાસી અને હાલ અમદાવાદ ખાતે રહેતા ભાવિન રાવલ પોતાના ત્રણ મિત્રો સાથે ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યા બાદ ચંદીગઢથી નેપાળ થઈને કૈલાશ માનસરોવર યાત્રા માટે રવાના થયા હતા. આ દરમિયાન બુધવારે નેપાળમાં સર્જાયેલી ફ્લેશ ફ્લડની વિનાશક હોનારત બાદ તેઓ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે. તીબેટ બોર્ડર પર ઈમિગ્રેશન પ્રક્રિયા માટે પહોંચેલા ભાવિનભાઈ અને તેમના જૂથ સાથે ફ્લેશ ફ્લડની ઘટના બાદ સંપર્ક તૂટી જતાં પરિવારમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ભાવિન રાવલે ગઈકાલે જ તેમની પત્ની આરતી રાવલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી…
