- પરપ્લેક્સિટી AI (Perplexity AI): સર્ચ એન્જિનની દુનિયામાં એક ક્રાંતિ – સંપૂર્ણ માહિતી
- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
Author: Vikram Raval
૭૬ વર્ષીય ભિક્ષુક વૃદ્ધાની હત્યા અને દુષ્કર્મનો ભેદ Rajkot પોલીસે ઉકેલી નાખ્યો, એક આરોપીની ધરપકડ કરી
Rajkot,તા.૨૭ Rajkotમાંથી એક ચોંકાવનારી અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવતા ૭૬ વર્ષીય વૃદ્ધાનું અપહરણ કરી, તેના પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી નાખવામાં આવી. આજીડેમ પોલીસે ગણતરીના દિવસોમાં આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલીને આરોપી રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો છે. ગત તા. ૨૧/૦૮/૨૦૨૬ ના રોજ રાજકોટ-ભાવનગર હાઇવે પર મોગલ માતાજીના મંદિર પાસે આજીડેમના કાંઠે એક અજાણી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને ઓળખ માટે અખબારોમાં જાહેરાત આપી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ લીલાબેન ટપુભાઈ ઉર્ફે ટીબુભાઈ સોલંકી ઉંમર વર્ષ ૭૬ તરીકે થઈ હતી. તેમના પૌત્ર અજયભાઈ…
Ahmedabad,તા.૨૭ બ્લડ પ્રેશરની દવા ખરીદતા પહેલા હવે દર્દીઓએ પણ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે અમદાવાદમાં નકલી દવાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગએ સંયુક્ત તપાસમાં અમદાવાદ અને લખનઉના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નકલી દવામાં અસલી કંપનીનું નામ, લેબલ અને બેચ નંબર સુધીનો ઉપયોગ કરવામાં આવતો હતો.. આ નકલી દવાઓ અનેક દર્દીઓએ લીધી હોવાનો થયો ખુલાસો. ક્રાઇમ બ્રાન્ચે આ નકલી દવાના નેટવર્કને લઈને તપાસ શરુ કરી છે. ૧૯ ઓગસ્ટના રોજ અંકલેશ્વરમાં જે બી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા પોતાની પ્રોડક્ટ નિકાર્ડિયા રિટાર્ડ ૧૦ની બનાવટી દવા બજારમાં વેચાતી હોવાની ફરિયાદ ફૂડ એન્ડ…
સિક્યોરિટી ગાર્ડની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવી તસ્કરો ૨૨૮૧ મીટર કેબલ ઉપાડી રફૂચક્કર Gandhinagar, તા.૨૭ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પાણી પુરવઠા બોર્ડના વાવોલ ખાતેના સ્ટોરમાંથી ૬.૨૮ લાખના કોપર કેબલની ચોરીના બનાવે ભારે ચકચાર મચાવી છે. કારણ કે આ સરકારી સ્ટોરના ગેટ અને કમ્પાઉન્ડમાં ૨૪ કલાક સિક્યુરિટી ગાર્ડ બંદોબસ્તમાં તહેનાત હોય છે, તેમ છતાં તસ્કરો ૨૨૮૧ મીટર પીવીસી કોપર કેબલ ચોરીને અંજામ આપી સરકારી સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવી રફૂચક્કર થઇ ગયા છે. આ અંગે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં તસ્કર ટોળકી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, ખ-૩ સર્કલ નજીક આવેલા વાવોલ સ્ટોર ખાતેથી બોર બનાવવામાં ઉપયોગમાં લેવાતા ૧૬ એમએમ અને ૧૦ એમએમ ડાયામીટરના…
New Delhi,તા.૨૭ ક્રિકેટ જગતમાં ડોપિંગ સંબંધિત વધુ એક કેસ સામે આવ્યો છે.યુએઈ ના અનુભવી બેટ્સમેન આસિફ ખાન પર પ્રતિબંધિત પદાર્થનું સેવન કરવાના દોષી સાબિત થયા બાદ ૧૫ મહિના માટે ક્રિકેટમાંથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આઇસીસી એન્ટી-ડોપિંગ કોડના ઉલ્લંઘનની કબૂલાત કર્યા પછી, આસિફે વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સાથે કેસ રિઝોલ્યુશન કરાર હેઠળ સજા સ્વીકારી. ૩૬ વર્ષીય આસિફ ખાનના નમૂનામાં મેસ્ટેરોલોનનું મેટાબોલિટ જોવા મળ્યું હતું. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ કરવામાં આવેલા તેના સ્પર્ધા બહારના પરીક્ષણમાં પ્રતિબંધિત પદાર્થની હાજરીની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ આસિફે આઇસીસી એન્ટી-ડોપિંગ કોડની કલમ ૨.૧ નું ઉલ્લંઘન કર્યું હોવાનું સ્વીકાર્યું. આસિફ પર લાદવામાં આવેલ ૧૫ મહિનાનો…
Ahmedabad એરપોર્ટ પર મહિલા પેસેન્જરો દ્વારા કસ્ટમ ડ્યૂટીની ચોરીના પ્રયાસના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે Ahmedabad, તા.૨૭ અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ એક જ દિવસમાં શારજાહ, અબુધાબી અને કુવૈતથી આવેલી ત્રણ મહિલા પેસેન્જર સહિત એક દંપતીને સોનાના દાગીનાની દાણચોરી કરતા ઝડપી લીધા છે. ચારેય પેસેન્જર પાસેથી કુલ ૨૪૦.૯૦ ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા છે, જેની કિંમત ૪૯.૨૩ લાખ થાય છે.કસ્ટમ્સના સૂત્રોના જણાવ્યા મુજબ, અબુધાબીથી ઇતિહાદ એરલાઇન્સની ફ્લાઇટમાં અમદાવાદ આવેલી એક મહિલા પેસેન્જરની તપાસ દરમિયાન બે ગોલ્ડ ચેન મળી આવી હતી. તેનું વજન ૧૦૦.૬૦ ગ્રામ અને અંદાજિત માર્કેટ વેલ્યૂ ૧૬.૭૨ લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત કુવૈતથી કુવૈત એરલાઇન્સની ફ્લાઇટમાં અમદાવાદ આવેલી…
New Delhi,તા.૨૭ કોલંબોના એસએસસી ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં, ૨૫ વર્ષીય સોનલ દિનુષા શ્રીલંકન ટીમ માટે મુખ્ય ખેલાડી સાબિત થઈ. પ્રથમ ઇનિંગના ઝડપી પતન પછી, શ્રીલંકન ટીમને ફોલો-ઓનનો સામનો કરવો પડ્યો. સોનલ દિનુષાએ બીજી ઇનિંગમાં સદી ફટકારી, ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. સોનલ દિનુષા હવે ભારતને ફોલો-ઓન આપવામાં આવ્યું ત્યારે બંને ઇનિંગમાં સદી ફટકારનાર ટેસ્ટ ક્રિકેટની પ્રથમ ખેલાડી બની ગઈ છે. ટેસ્ટ ઇતિહાસમાં, તે આ સિદ્ધિ મેળવનાર ફક્ત ત્રીજી ખેલાડી છે. કોલંબો ટેસ્ટ મેચમાં, શ્રીલંકાના બેટ્સમેન સોનલ દિનુષાએ પ્રથમ ઇનિંગમાં ૧૦૩ રન બનાવ્યા. ત્યારબાદ, જ્યારે તેની ટીમને ફોલો-ઓન કરવાની ફરજ…
બનાવટી બિલો અને દસ્તાવેજોના આધારે લોન મેળવી ધંધા બંધ કરી દીધા હોવાનો આક્ષેપ; બાજવા બ્રાન્ચને લાખોનું નુકસાન Vadodara, તા.૨૭ વડોદરામાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની બાજવા બ્રાન્ચ સાથે આશરે ૧.૪૫ કરોડની કથિત લોન છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. બનાવટી દસ્તાવેજો અને બિલોના આધારે લોન મેળવી બાદમાં ધંધાકીય એકમો બંધ કરી દેવાના આરોપસર છ લોકો સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.મૂળ રાજસ્થાનના અને હાલમાં વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા રત્નમ લક્ઝુરિયા ખાતે રહેતા આશીષ વેદ પ્રકાશ સુવાલકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૦થી ૨૦૨૫ દરમિયાન આરોપીઓએ કથિત રીતે પૂર્વઆયોજિત કાવતરું રચી અલગ-અલગ વ્યવસાય માટે બેંકમાંથી લોન મેળવી હતી. ત્યારબાદ સંબંધિત બિઝનેસ યુનિટ…
ડીઝેનું બોર્ડ પડવાને લઈને વિવાદ ઉગ્ર બન્યો, રેહાન અને સાથીઓ પર તલવારથી હુમલો કરવાનો આક્ષેપ Vadodara, તા.૨૭ વડોદરાના સંવેદનશીલ ગણાતા ભાંડવાડા-એહમદનગર વિસ્તારમાં ઈદના દિવસે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ડ્ઢત્નનું બોર્ડ નીચે પડવાને લઈને શરૂ થયેલો વિવાદ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન તલવાર જેવા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે બાળક સહિત કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ, ઈદના તહેવાર નિમિત્તે વિસ્તારમાં ડ્ઢત્ન વગાડવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન ડ્ઢત્નનો વાયર નીચે લબડતો હતો. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહનનો…
વેરિફિકેશનના નામે વૃદ્ધા પાસેથી મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને તેમજ ડિજિટલ કરન્સી ચકાસવાના બહાને ટુકડે-ટુકડે કુલ રૂ.૫૬ લાખ ટ્રાન્સફર કરાવ્યાં Ahmedabad, તા.૨૭ અમદાવાદમાં ૭૫ વર્ષનાં વૃધ્ધાને અશ્લીલ ફોટાના બહાને ડરાવીને ડિજિટલ એરેસ્ટ કરી ૫૬ લાખ પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. મુંબઈથી ખરીદેલા સીમ કાર્ડ પર ૨૫ એફઆઈઆર નોંધાઈ હોવાનું કહીને વૃદ્ધને ડરાવ્યા હતા. તેમજ સીબીઆઈના કેસ હોવાનું જણાવ્યું હતું.મળતી વિગત પ્રમાણે, અમદાવાદના ઘુમા વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફેસરને સાયબર ગઠિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરીને રૂ.૫૬ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. ગઠિયાઓએ નછૈં અને પોલીસના નામે ફોન કરીને વૃદ્ધાને કહ્યું કે તેમના નામે મુંબઈથી ખરીદેલા સિમકાર્ડ પરથી ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ છે…
Ahmedabad,તા.૨૭ અમદાવાદ શહેર પોલીસે પ્રથમ વખત ૧૫૦થી વધુ ડ્રગ્સ હોટસ્પોટને ઓળખી કાઢ્યા છે. સતત દરોડા અને કાર્યવાહીના આધારે ડ્રગ્સના પેડલર્સ તથા ટ્રાફિકર્સ વારંવાર જ્યાંથી ઝડપાયા છે તે સ્થળોને ઓળખી નાર્કોટિક્સની સપ્લાય ચેઈન તોડવાનો પ્રયાસ શરૂ કરાયો છે. ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાંચ (ડીસીબી) અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (એસઓજી)ની હાલની કામગીરીને વધુ મજબૂત બનાવતાં નવી એન્ટિ-ડ્રગ ટાસ્ક ફોર્સ શહેરનાં ૪૯ પોલીસ સ્ટેશનમાંથી પાંચ-પાંચ અધિકારી અને કર્મચારીને મેપ કરાયેલાં સ્થળોએ તહેનાત કરશે. આ ટીમો આવા વિસ્તારો પર નજર રાખશે, શંકાસ્પદ પેડલર્સ અને ટ્રાફિકર્સને ઓળખશે તથા સ્થાનિક સ્તરે ડ્રગ્સના સપ્લાય અંગે મળતી માહિતીના આધારે કાર્યવાહી કરશે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર એસજી હાઈવે અને સિંધુ ભવન…
