- પરપ્લેક્સિટી AI (Perplexity AI): સર્ચ એન્જિનની દુનિયામાં એક ક્રાંતિ – સંપૂર્ણ માહિતી
- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
Author: Vikram Raval
New Delhi,તા.27 જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા મનુસ્મૃતિ અંગે આપેલા નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. શંકરાચાર્યએ રાહુલ ગાંધી પર મનુસ્મૃતિનું ખોટું વર્ણન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી વારંવાર મનુસ્મૃતિ વિરુદ્ધ બોલે છે, પરંતુ તેમના નિવેદનોને સમર્થન આપવા માટે કોઈ નક્કર ઉદાહરણો આપતા નથી. શંકરાચાર્યએ કહ્યું હતું કે જો રાહુલ ગાંધી તેમના નિવેદનો માટે માફી નહીં માંગે, તો તેઓ કોંગ્રેસ સામે હિન્દુ બહિષ્કાર અભિયાન શરૂ કરવાનું વિચારશે. મીડિયા સાથે વાત કરતા શંકરાચાર્યએ કહ્યું કે રાહુલ ગાંધીએ અગાઉ સંસદમાં મનુસ્મૃતિ વિશે ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૭ તાજેતરમાં ટંકારા નજીક સ્કૂલ બસમાં આગ લાગી હતી અગાઉ પણ મોરબી જીલ્લામાં સ્કૂલ વાહનોના અકસ્માતના બનતા રહે છે અને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે સ્કૂલ બસના ચાલકોની બેદરકારીથી બાળકોના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે જેમાં આજે નિર્મલ વિધાલયની સ્કૂલ વાન અને મોપેડ અથડાતા અકસ્માત સર્જાયો હતો શનાળા બાયપાસ નજીક મોરબી નિર્મલ વિધાલયની સ્કૂલ વાન અને મોપેડ અથડાયા હતા જેને પગલે થોડીવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી મોપેડ ચાલકને ઈજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડાયો હતો અકસ્માતમાં સદનસીબે નિર્મલ વિધાલયની સ્કૂલ વાનમાં સવાર વિદ્યાર્થીઓ સલામત જોવા મળ્યા હતા વિદ્યાર્થીઓને કોઈ ઈજા પહોંચી ના…
Mumbai,તા.૨૭ આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ “રામાયણ” ના પ્રખ્યાત અભિનેતા અને સ્ટાર રવિ દુબે હાલમાં કામથી વિરામ લઈ રહ્યા છે અને તેમની પત્ની, અભિનેત્રી સરગુન મહેતા સાથે નવરાશનો સમય વિતાવી રહ્યા છે. રવિએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો સાથે તેમના તાજેતરના વેકેશનના સુંદર અને મનમોહક ફોટા શેર કર્યા છે. બીચ પર વિતાવેલા આ સુંદર ક્ષણોની ઝલક સાથે, અભિનેતાએ તેમની પત્નીની શાંત શક્તિ અને તેમના જીવનમાં તેમના અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરતો એક હૃદયસ્પર્શી સંદેશ પણ લખ્યો. શેર કરેલા ફોટા સાથે, રવિ દુબેએ સરગુનને પ્રેમાળ શ્રદ્ધાંજલિ લખી, તેમની પત્નીના શાંત સ્વભાવ પાછળ છુપાયેલી શક્તિને પ્રકાશિત કરી. રવિએ લખ્યું, “તે ખૂબ જ નિર્દોષ લાગે…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૭ નેપાળ-ચીન સરહદ નજીક લિબેટ તરફથી ભોટેકોશી નદીમાં અચાનક પૂર આવવાના કારણે નેપાળના વિવિધ વિસ્તારોમાં નુકસાન થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને જરૂરી મદદ અને માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ અથવા પરિચિતોમાંથી કોઈ વ્યક્તિ નેપાળમાં ફસાયેલ હોય, ગુમ થયેલ હોય, જાનમાલનું નુકસાન થયેલ હોય અથવા કોઈપણ પ્રકારની તાત્કાલિક સહાયની જરૂરિયાત હોય તો જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો.મોરબી જિલ્લા ઇમરજન્સી…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૭ વાંકાનેરના ઢુવા નજીક ફેકટરીમાં પાવડર થેલીઓ ભરવાનું કામ ચાલુ હતું ત્યારે થેલીઓનો થપ્પો માથે પડતા શ્રમિકો નીચે દબાઈ ગયા હતા જેમાં ત્રણ યુવાનને ઈજા પહોંચી હતી જયારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં નાગમતિ એન્ટરપ્રાઈઝ મિરેકલ સિરામિકમાં રહીને કામ કરતા મુકેશકુમાર (ઉ.વ.૩૭) અને અજીતકુમાર વીરેન્દ્રસિંહ બંને મિરેકલ ગોડાઉનમાં સ્ટોકનો થપ્પો મારેલ પચાસ કિલો સિરામિક પાવડર ભરેલી થેલીઓ ઓર્ડર મુજબ મોટા બોરામાં ખાલી કરતા હતા અને મુકેશકુમાર થપ્પામાંથી નીચેની પાવડર થેલી ખેંચતા ઉપર રહેલી થપ્પામાંથી પાવડર ભરેલી વજનદાર થેલીઓ માથે પડતા…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૭ શહેરના દરબારગઢ પાસે આવેલ નાની માધાણી શેરીમાં ૨૬ વર્ષીય યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબીના દરબાર ગઢ નજીક નાની માધાણી શેરીમાં રહેતા હરદેવભાઈ ઉર્ફે સાગર હરેશભાઈ બારડ (ઉ.વ.૨૬) નામના યુવાને ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું સીટી એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
Hyderabadતા.૨૭ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર ખુલ્લેઆમ મુસ્લિમ મતોના રાજકારણમાં પ્રવેશ કર્યો છે. હૈદરાબાદના એક મંચ પરથી,એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ હિજાબ મુદ્દે અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયને ખોટો ગણાવ્યો અને કહ્યું કે કોઈ પણ કોર્ટને મુસ્લિમોના ધાર્મિક મામલામાં દખલ કરવાનો અધિકાર નથી. ત્યારબાદ તેમણે સીધા રાજકીય નેતૃત્વનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે મુસ્લિમોને એક થવા અને પોતાના રાજકીય નેતૃત્વ માટે તૈયારી કરવા અપીલ કરી. બિહાર ચૂંટણીમાં બતાવેલ મુસ્લિમ એકતાને ટાંકીને, ઓવૈસીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં પણ આવી જ તાકાત દર્શાવવી જોઈએ. ઓવૈસીના રાજકારણનો મુખ્ય આધાર આ છેઃ મુસ્લિમોને લગતા મુદ્દાઓ પર સ્પષ્ટ અને સીધી વાણી. જોકે, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશમાં એક અલગ પડકારનો…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૭ મોરબી અને હળવદ પંથકમાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો હોય પોલીસે ચાર સ્થળોએ રેડ કરી મહિલાઓ સહીત ૨૮ પત્તાપ્રમીઓને ઝડપી લઈને રૂ ૭૫ હજારની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે પ્રથમ રેડ સીટી એ ડીવીઝન પોલીસે રવાપર ઘુનડા રોડ પર વૃંદાવન રેસીડેન્સી આસ્થા એ એપાર્ટમેન્ટ પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા પીયુષભાઈ ડાયાભાઇ ભટાસણા, જોનીભાઈ મહેન્દ્રભાઈ વાછાણી, નિકેતનભાઈ ઘનશ્યામભાઈ સાધરીયા, સંજય મહાદેવભાઈ બારૈયા, ભરત શીવાભાઈ પરેચા, દિપાલબેન નીકેતાનભાઈ સાધરીયા, જલ્પાબેન જોનીભાઈ વાછાણી, શર્મીલાબેન સંજયભાઈ બારૈયા, મિતલબેન પીયુષભાઈ ભટાસણા અને નિધીબેન મુકેશભાઈ મણવર એમ ૧૦ ને ઝડપી લઈને રોકડ રૂ ૨૪,૨૦૦ જપ્ત કરી છે…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ગુરુવારના સત્રમાં ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ અસ્થિરતા સાથે નકારાત્મક વલણ જોવા મળ્યું છે. જોકે શરૂઆતના તબક્કામાં વૈશ્વિક સંકેતો અને ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે બજારમાં રાહતના સંકેતો હતા, પરંતુ ઊંચા સ્તરે વેચવાલી અને રોકાણકારોની સાવચેતીને કારણે બજારની ચાલ એકતરફી રહી નથી. તાજા બજાર સંકેતો મુજબ આજે નિફ્ટી અને સેન્સેક્સમાં શરૂઆત દરમિયાન મર્યાદિત સુધારો જોવા મળ્યો હતો, પરંતુ સત્ર આગળ વધતાં નફાવસૂલી અને શેરવાર વેચવાલીથી અસ્થિરતા વધી શકે છે. આજના બજાર માટે સૌથી મહત્વપૂર્ણ સકારાત્મક પરિબળ ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો છે. પશ્ચિમ એશિયામાં હોર્મુઝ જળમાર્ગ અંગેની ચિંતાઓ થોડા હળવી થતાં બ્રેન્ટ કાચા તેલના ભાવમાં ઘટાડો થયો છે.…
વૃદ્ધ દંપતી પુત્રના ઘરે રોકાવા જતા તસ્કરો ત્રાટક્યા, સોના-ચાંદીના ઘરેણાં, જૂના ચલણી સિક્કા અને રોકડ ઉસેડી ગયા: પોલીસ ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતો સાથે દોડી, તસ્કરોનું પગેરું Kotdasangani.તા.27 કોટડા સાંગાણીના વડિયા ગામે રહેતા વૃદ્ધ દંપતી રાજકોટ રહેતા પુત્રના ઘરે રોકાવા ગયા બાદ પરત ઘરે આવતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું. તસ્કરોએ બંધ મકાને નિશાન બનાવી અહીંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સહિત રૂ. 7.82 લાખની મત્તા ચોરી કરી ગયા હતા. કોટડા સાંગાણી પોલીસ સ્ટાફ ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતો સાથે દોડી જાય તસ્કરોનું દબાવ્યું છે. ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોટડા સાંગાણી તાલુકાના વડિયા ગામે શિવ…
