Author: Vikram Raval

Ahmedabad,તા.૨૭ Ahmedabadમાં તસ્કરોનો આતંક ફરી સામે આવ્યો છે. શહેરના નિકોલ વિસ્તારમાં વૃદ્ધ દંપતી પોતાના પુત્રને મળવા સુરત ગયા હતા, ત્યારે બંધ મકાનને તસ્કરોએ  નિશાન બનાવ્યું હતું. તસ્કરો બાલ્કનીનો દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ્યા અને દાગીના તથા રોકડ સહિત કુલ રૂ.૬.૭૭ લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નિકોલના કઠવાળા ગેલેક્ષી હોમ્સ બંગલોઝમાં રહેતા ૬૯ વર્ષીય દિનેશ પંચાલ નિવૃત્ત  જીવન જીવે છે. ગત ૧૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ તેઓ પત્ની સાથે સુરત રહેતા પોતાના પુત્રને મળવા ગયા હતા. ઘર બંધ હોવાથી તસ્કરોએ આ તકનો લાભ લીધો હતો. દંપતી…

Read More

Navsari,તા.૨૭ દેશના રાજકીય ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે. જ્યારે દેશના પ્રધાનમંત્રી કોઈ જિલ્લા કક્ષાના રાજકીય કાર્યાલયનું લોકાર્પણ કરશે. આગામી ૮ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીના ગ્રીડ હાઇવે પર આકાર પામેલા દેશના પ્રથમ એઆઇ સુસજ્જ અને હાઇટેક જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરશે. ૧૦ કરોડથી વધુના ખર્ચે અને માત્ર પોણા બે વર્ષના વિક્રમી સમયમાં તૈયાર થયેલું આ કોર્પોરેટ શૈલીનું કાર્યાલય માત્ર રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર નહીં, પરંતુ આધુનિક ટેકનોલોજી અને ગ્રીન એનર્જીનું એક આદર્શ મોડલ સાબિત થવા જઈ રહ્યું છે ૪૦,૦૦૦ સ્ક્વેર ફૂટના વિશાળ કેમ્પસમાં પથરાયેલું નવસારી જિલ્લા ભાજપનું આ ’નમો કમલમ’ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, સોલર…

Read More

Ahmedabad ,તા.૨૭ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-જીએસઆરટીસી દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ડિજિટલ સેવાઓ અને મોબાઇલ એપ્લિકેશનને રાજ્યના નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. જીએસઆરટીસી મોબાઇલ એપ દ્વારા એક જ દિવસમાં સૌથી વધુ ૮૮,૬૨૬ મુસાફરોએ એડવાન્સ બુકિંગ કરી નવો રેકોર્ડ સ્થપાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં સ્વચ્છ, સુરક્ષિત અને સલામત મુસાફરી પૂરી પાડવાની રાજ્ય સરકારની કટિબદ્ધતાના પરિણામે લાખો મુસાફરો હવે સ્માર્ટફોન થકી સરળતાથી બુકિંગ કરી રહ્યા છે. ગઈકાલે તા. ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ જીએસઆરટીસી મોબાઇલ એપ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન કુલ ૮૮,૬૨૬ મુસાફરોએ પોતાની મુસાફરી માટે એડવાન્સ ટિકિટ બુક કરાવી છે. નિગમના ઇતિહાસમાં મોબાઇલ એપ્લિકેશન…

Read More

વડાપ્રધાન મોદીની દૂરંદેશી દ્રષ્ટિ અને નક્કર આયોજનના કારણે ગુજરાતમાં જળસંચય ક્ષેત્રે દુષ્કાળ હવે ભૂતકાળ બન્યો :શાહ (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૭ Amreli જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક ગાગડિયો નદી પર ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું આજરોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરી તક્તી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્દબોધન કરતાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમરેલી પંથકમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળસંચય ક્ષેત્રે અદ્દભુત કામગીરી કરવામાં આવી છે. સંસ્થાપક શ્રી સવજીભાઈએ નદીઓને પુનઃજીવિત અને તળાવો ઊંડા કરવા માટે લીધેલા ભગીરથ સંકલ્પ હેઠળ આજે ‘‘ગુજરાત ગૌરવ સરોવર‘‘નું લોકાર્પણ કરીને…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૭ Jamnagar જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર સામે હાથ ધરાયેલા ‘‘નો ડ્રગ્સ ઇન જામનગર’’ અભિયાન અંતર્ગત એસઓજી અને પંચકોષી એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમે ફલ્લા ગામ નજીકથી ૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી રૂ. ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા નશીલા પદાર્થોના વેપાર પર રોક લગાવવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશાખોરી અને નશીલા પદાર્થોના કારોબાર સામે અસરકારક કાર્યવાહી કરવા માટે ‘‘નો ડ્રગ્સ ઇન જામનગર’’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એસઓજીના ઇન્ચાર્જ પોલીસ…

Read More

New Delhi,તા.૨૭ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના જનરલ-ઝેડ સાથે સીધો સંવાદ કર્યો. ખેલો ઇન્ડિયા ડાયલોગ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા. પીએમ મોદીએ કહ્યું કે યુવાનો પાસે નવા વિચારો હોવા જોઈએ. રમતગમત આપણને જીવનના પડકારોનો સામનો કરવાનું શીખવે છે. પીએમ મોદીએ કહ્યું, “આ ૧૫મી ઓગસ્ટે, મેં લાલ કિલ્લા પરથી રાષ્ટ્ર સમક્ષ ભારતનું રમતગમત દ્રષ્ટિકોણ રજૂ કર્યું. જ્યારે હું રમતગમત વિશે વાત કરું છું, ત્યારે તે ફક્ત મેડલ જીતવા વિશે નથી. તે વિકસિત ભારતના નિર્માણમાં ભારતની રમતગમતની ક્ષમતા અને યુવા શક્તિને એક કરવા માટેનું અભિયાન છે.” પીએમ મોદીએ કહ્યું, “જેઓ રમે છે, તેઓ ખીલે છે,…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૭ જામનગર તા. ૨૭ જામનગર સ્થિત  ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી બીએએમએસ ની શૈલય તંત્ર -૧ ની પરીક્ષા માં પેપર લીક થયાના આક્ષેપો પછી તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી .જેના રિપોર્ટમાં પેપર લીક નહીં થયું હોવાનું પરંતુ માત્ર આઈએમપી પ્રશ્નો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાનો અહેવાલ રજુ થયો છે..ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ગત માટે સલય તંત્ર -૧ ની પરીક્ષા લેવામાં આવી રહી હતી આ દરમિયાન મુખ્ય ૧૨ માંથી ૧૧ પ્રશ્નો સોશિયલ મીડિયા માં વાયરલ થયા હતા જે પ્રશ્નો પરીક્ષા માં પુછાયા હતા.આથી પેપર લીક થયું હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા હતા જેના પરિણામે સરકારની સૂચનાથી તપાસ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૭ જામજોધપુર તાલુકાના આંબરડી મેઘપર ગામની ૩૦ વર્ષીય મુકબધીર પરિણીતાએ તેણીના પતિ સહિત સાસરીયા પક્ષના ચાર સભ્યો સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ સાંકેતિક ભાષામાં શ્રી રામમુકબધીર વિદ્યાવિહારની મદદનીશ શિક્ષકની હાજરીમાં સમજાવીને નોંધવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદી કિરણબેન મનસુખભાઈ સાગઠીયાના લગ્ન રજનીકાન્ત ડાયાભાઈ વાઘેલા સાથે થયેલા હતા. લગ્ન બાદ તેઓ સણાવાવ ખાતે સાસરીયામાં પતિ, સસરા, સાસુ, દિયર અને દેરાણી સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ફરિયાદ મુજબ શરૂઆતનો આશરે એક મહિનો લગ્નજીવન સારી રીતે ચાલ્યા બાદ પતિ દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડો કરી મારકૂટ કરવામાં આવતી હતી. ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરાયો…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૭ જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામે વાડીમાં મજૂરી કામ કરતી એક મહિલાને વીજ કરંટ લાગતાં તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, કલ્યાણપુર ગામમાં સંજયભાઈ ગધેથરીયાની વાડીએ ખેતમજૂરી માટે ગયેલા સુરતાબેન લક્ષ્મણભાઈ કાળુભાઈ છારેલ (ઉ.વ.૪૩), મૂળ મોરા ગામ, તા. મોરવાહડફ, જી. પંચમહાલના વતની હતા અને હાલ કલ્યાણપુર ગામે રહેતા હતા. તા. ૨૫ ઓગસ્ટના બપોરના આશરે અઢી વાગ્યાના સમયે સુરતાબેન વાડીમાં નિંદણનું કામ કરતા હતા. દરમિયાન નિંદણ વાડીના શેઢે નાખવા જતાં ટી.સી. પાસે આવેલા વાયરના સંપર્કમાં આવતાં તેમને વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ અંગે મૃતકના પતિ લક્ષ્મણભાઈ કાળુભાઈ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૭ જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી તેજ કરતાં સણોસરા, લાલપુર, કાલાવડ અને જામનગર શહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાના ચાર અલગ-અલગ દરોડા પાડ્યા હતા. ચારેય સ્થળેથી કુલ ૨૯ શખ્સો ઝડપાયા હતા, જેમાં ૧૬ મહિલાઓ અને એક કિન્નરનો સમાવેશ થાય છે. પોલીસે ચારેય સ્થળેથી કુલ રૂ.૪૩,૨૫૦ની રોકડ તથા ગંજીપત્તાના પાનાં કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. સણોસરાના દરોડામાં એક શખ્સ પોલીસને જોઈ નાસી છૂટ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં પોમલાવાસવાળી શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે રમેશભાઈ બીજલભાઈ…

Read More