- પરપ્લેક્સિટી AI (Perplexity AI): સર્ચ એન્જિનની દુનિયામાં એક ક્રાંતિ – સંપૂર્ણ માહિતી
- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
Author: Vikram Raval
સાત હનુમાન મંદિર પાસે ભિક્ષાવૃત્તિ કરતા મહિલાને રીક્ષામાં બેસાડી ધોકા વડે કર્યો હુમલો, ફોરેન્સિક PM રિપોર્ટથી સનસનીખેજ ખુલાસો વિકૃત રમેશ વૈધુકિયાની ધરપકડ: અગાઉ ચોટીલામાં હત્યા અને થોરાળામાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યાનો ગુનાહિત ઇતિહાસ ખુલ્યો Rajkot,તા.27 શહેરના આજીડેમ ચોકડી નજીક મોગલ માના મંદિર પાસેથી 5 દિવસ પૂર્વે મળેલી અજાણ્યા વૃદ્ધાની કોહવાયેલી લાશનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી નાખ્યો છે. વૃદ્ધાને ઘરે મૂકવાની લાલચ આપી દુષ્કર્મ બાદ હત્યા નીપજાવી હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે રીક્ષા ચાલક રમેશભાઈ બચુભાઈ વૈધુકિયાની ધરપકડ કરાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ શહેરના આજીડેમ ચોકડી નજીક મોગલ માના મંદિર પાસેથી ગત તારીખ…
સરકારી વકીલ મુકેશ પીપળીયાએ જામીનનો ઉગ્ર વિરોધ કરી આરોપી નાસી જશે, કેસમાં વિલંબ થશે તેવી દલીલ માન્ય Rajkot,તા.27 વિછીયા પંથકમાં 16 વરસ અને નવ માસની સગીરાને લગ્નની લાલચ આપી અને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુનામાં જેલ વાલે રહેલા અરવિંદ વાલાણી ની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ વિછીયા પંથકની વર્ષ 16 વર્ષ 9 માસ વાળી સગીરાને લાખાવાડ ગામનો અરવિંદ રણછોડભાઈ વાલાણી પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મની ફરિયાદ વિછીયા પોલીસ મથકમાં ગત તારીખ 5-8-2026 ના રોજ પીડીતાના વાલી એ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અરવિંદ વાલાણીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ…
ટ્રાયલ કોર્ટે 2024માં એક વર્ષની કેદ અને રૂ.5 લાખ વળતરનો હુકમ કર્યો હતો: vakil હેમાંશુ પારેખની દલીલ માન્ય રાખી સજા કાયમ રખાઈ Rajkot,તા.27 નાણાકીય વ્યવહારમાં થયેલ ચેક રિટર્ન કેસમાં આરોપીને થયેલ એક વર્ષની સજાના હુકમ સામેની અપીલ સેશન્સ કોન્ટેક ફગાવી દીધી છે. ટ્રાયલ કોર્ટ દ્વારા કરાયેલ એક વર્ષની કેદ અને વળતરનો હુકમ કાયમ રાખી આરોપીને કોર્ટ કસ્ટડીમાં લઈ જેલ હવાલે કરાયો છે. શહેરના યુનિ. રોડ પર રોયલ પાર્ક,રહેતા વણિક વેપારી અગ્રણી હિતેન શશીકાંત ટોલિયા પાસેથી રેસકોર્સ રીંગ રોડ મેયર બંગલા પાછળ, આદર્શ સોસાયટીમા રહેતા વેપારી ચૈતન્ય જયંતભાઈ વ્યાસએ 2019માં ધંધામાં નાણાંની જરૂરિયાત હોવાથી રૂ.5,00,000 રોકડા લીધા હતા અને તેની પ્રોમિસરી…
માતા સાથે કેટરર્સમાં કામ કરતી વેળા ભોમેશ્વરના અમૃત ઉર્ફે સની બેલમ સાથે પરિચય થયો, “કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ” કહી ધમકી આપી હવસ નો શિકાર બનાવી Rajkot,તા.27 શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. માતા સાથે કેટરર્સમાં કામ કરતી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી નરાધમે જ્યુબિલી ચોક પાસે આવેલી ઓફિસમાં લઈ જઈ ચાર વખત દુષ્કર્મ આચર્યાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી મુજબ શહેરના થોરાળા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા પોતાની માતા સાથે કેટરર્સમાં કામ કરવા જતી હોય છે. તે દરમિયાન સાથે કામ કરતા ભોમેશ્વર…
પોલીસે વધુ તપાસ હાથ ધરી :આપઘાતનું કારણ અકબંધ, પરિવાર માં ગમગીની છવાઈ Rajkot,તા.27 શહેરના નવા થોરાળા વિનોદનગરમાં રહેતા વૃદ્ધાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક 108 ને જાણ કરતા તબીબે ઘટના સ્થળ પર વૃદ્ધા ને મૃત જાહેર કરતા થોરાળા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે આ અંગે મળતી માહિતી મુજબ શહેરના નવા થોરાળા વિસ્તારમાં વિનોદ નગર ફઇવાળો ચોકમાં રહેતા જીવુબેન ઘેલાભાઈ મહાલીયા ઉંમર વર્ષ 79 વર્ષીય વૃદ્ધાએ ગઈ કાલે પોતાના ઘરે હતા ત્યારે અગમ્ય કારણોસર ઘરે ફાંસો ખાઈ લેતા તાત્કાલિક 108 ને જાણ કરતા તબીબે ઘટના સ્થળ પર જ વૃદ્ધાને મૃત જાહેર કરતા…
આસોપાલવ દુકાનમાં બે પેરના રૂ.1350ના ભાવ કહ્યા બાદ રૂ.3000નું બિલ બનાવતા વિવાદ: “લુખ્ખીના ઘરે રહેતા હોય તો કપડા લેવા ન અવાય” કહી સ્ટીલના પાઇપ સાથે દોડ્યો Rajkot,તા.27 શહેરની ગુંદાવાડી બજારમાં આસોપાલવ નામની દુકાનમાં બિલની રકઝક બાબતે વેપારી બંધુ અને મહિલા કર્મચારી સહિતનાએ શિક્ષિકા તેના પતિ અને પરિવારજનો સાથે મારમારી કરી હતી. ઝઘડમાં સાત વર્ષના બાળકને લાફો મારી દીધો હતો. આ અંગે ભકિતનગર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. વધુ વિગત મુજબ શહેરના નવા થોરાળા શેરી નંબર 4 માં રહેતા કાજલબેન મેહુલભાઈ ચૌહાણ નામની ખાનગી સ્કૂલમાં શિક્ષકે ભકિતનગર પોલીસ મથકમાં ગુંદાવાડી મેઇન રોડ પર શુભ રેસીડેન્સીમાં રહેતા અને આસોપાલવ નામની…
ભગવતી પરા, રામનગરમાં અને સનાતન પાર્કમાં જુગારની બાઝી ઉંધી વાળતી પોલીસ, 52 હજાર રોકડા કબ્જે કર્યા Rajkot,તા.27 સાતમ – આઠમના તહેવારો નજીક આવતા શહેરમાં ઠેર ઠેર જુગારના પાટલા મંડાયા છે ત્યારે શહેર પોલીસ સક્રિય બની જુગારીઓ પર તૂટી પડી છે. જેમાં ભગવતી પરામાં મકાનમાં, થોરાળા વિસ્તારના રામનગરમાં અને આજીડેમ નજીક આવેલા સનાતન પાર્કમાં જુગારના દરોડા પાડી જુગાર રમતી ચાર મહિલા સહિત ૧૮ પતા પ્રેમીને બાવન હજારની રોકડ સાથે ઝડપી લીધા છે.શહેરમાં દારૂ અને જુગાર સહિતની પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલી સૂચનાના પગલે શહેર પોલીસની ટીમે ત્રણ સ્થળે જુગારના દરોડા પાડ્યા છે. જેમાં બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી…
મોબાઇલ એસેસરીઝના ધંધાર્થી જયેશ મેઠાણીને વિશાલ પૂજારાએ ફોન કરી નીચે બોલાવ્યો, બે મહિલા સાથે વાત કરતો હતો ત્યારે શાહરૂખ જુણેજા અને મોહિત તનીયા એક્સેસ પર આવી તૂટી પડ્યા Rajkot,તા.27 શહેરમાં ખાખીનો ખોફ ઓસરીઓ હોય તેમ નાની નાની બાબતમાં મારામારીના બનાવો શેર બજારના સેન્સેક્સ ના ગ્રાફની જેમ વધી રહ્યો છે.રેલનગરમાં રહેતા વેપારી યુવાનને પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી ત્રણ શખસોએ ધોકા-પાઇપ વડે બેરહેમીથી માર માર્યો હતો. આ અંગે યુવાને પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવ અંગે શહેરના રેલ નગર વિસ્તારમાં આવેલ શિવાલય ચોક પાસે સંકલ્પ સિધ્ધ એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઈ ઉર્ફે જેકી જગદીશભાઈ મેઠાણી નામના…
સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો: PI એમ.ડી. ગઢવીની ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી, મુખ્ય સૂત્રધાર દેવેન પંત હોવાનું ખુલ્યું Rajkot,તા.27 શહેરના બે સિનિયર સિનિઝનના મોબાઈલ નંબર અને સરનામાનો મેળવી ટેલિગ્રામ પર કોલ ગર્લ તરીકે મૂકી તમામ સર્વિસ તદ્દન ફ્રી માં મળશે તેવો મેસેજ પણ મૂક્યો હતો. છેલ્લા બે મહિનામાં સિનિયર સિટીઝનને ઇન્કવાયરીના ફોનથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા. જેથી કંટાળી જઇ અંતે સિનિયર સિટીઝનોએ પોલીસનો સંપર્ક સાધતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મુજબ, શહેરમાં રહેતા બે વૃધ્ધ નાગરિકો ભારે માનસિક યાતનાનો ભોગ બન્યા છે. કોઈ વિકૃત શખસે બંને સિનિયર સિટીઝનના મોબાઈલ નંબરો ટેલિગ્રામ એપ…
Jaipur,તા.૨૭ રાજસ્થાનમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ૧૦ મ્યુનિસિપલ કોર્પોરેશનો, ૫૧ મ્યુનિસિપલ કાઉન્સિલો અને ૨૪૮ મ્યુનિસિપાલિટી સહિત ૩૦૯ મ્યુનિસિપલ સંસ્થાઓ માટે નામાંકન આજે ખુલ્લું છે. સભ્ય પદો માટે ચૂંટણીઓ બે તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન ૯ સપ્ટેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન ૧૧ સપ્ટેમ્બરે થશે. જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયામાં આમ આદમી પાર્ટીએ આગેવાની લીધી છે. ભાજપ અને કોંગ્રેસે એક પણ ઉમેદવારના નામ જાહેર કર્યા નથી, પરંતુ આમ આદમી પાર્ટીએ જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે તેના ૧૧ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર શાસ્ત્રીની પરવાનગી પછી, જિલ્લા પ્રમુખ અમિત…
