- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
Rajkot જિલ્લામાં વિરપુર, જસદણ અને આટકોટ ખાતે એસ.ટી. બસ સ્ટેશન પર ગ્રામ હાટ શરૂ થશે Rajkot તા. ૯ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે Rajkot ખાતેથી આવતીકાલે તા. ૧૦ ઓક્ટોબરે ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ કરવામાં આવશે. રાજ્યભરમાં અગત્યના સ્થળોએ નિર્મિત આ ગ્રામહાટ મહિલાઓની કલા કારીગરી અને વ્યવસાયિક ઉત્પાદનોને મંચ આપવા સાથે નારી સશક્તિકરણ અને સ્વાવલંબનની દિશામાં મહત્વપૂર્ણ બની રહેશે. ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ તથા ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સવારે ૧૦ કલાકે આ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓનો શુભારંભ પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી દ્વારા સખી મંડળની બહેનોને…
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાથી તેજસ્વી દીકરીઓના ઉચ્ચ Educationને મળી રહ્યું છે આર્થિક પીઠબળ અને પ્રોત્સાહન વઢવાણની દીકરી માહી પાટડિયાની પ્રતિભાને મળ્યું પ્રોત્સાહન, CET મેરિટમાં સ્થાન મેળવી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી વિશેષ અહેવાલ- ભાવિકા લીંબાસીયા, માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર જ્યાં દીકરીના હાથમાં પુસ્તક આવે છે, ત્યાં પરિવારના ભવિષ્યને નવી દિશા મળે છે અને જ્યાં દીકરી શિક્ષણ સાથે આગળ વધે છે, ત્યાં સમાજ પ્રગતિની નવી ઊંચાઈ સર કરે છે. ગુજરાતમાં દીકરીઓના શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણને પ્રાથમિકતા આપતી સરકારી પહેલોના સકારાત્મક પરિણામો આજે અનેક દીકરીઓની સફળતામાં જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા બેટી બચાવો, બેટી પઢાવો જેવા રાષ્ટ્રીય અભિયાનથી…
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મના મંત્ર સાથે વિકાસની રાજનીતિ અને પોલિટિક્સ ઓફ પર્ફોર્મન્સનો નવો અધ્યાય શરૂ કર્યો: Cm Bhupendra Patel Cm Bhupendra Patel પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને રાષ્ટ્ર માટે સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમની અવિરત જનસેવા, રાષ્ટ્ર સમર્પણ અને નિર્ણાયક નેતૃત્વને બિરદાવતાં જણાવ્યું હતું કે, આ ૨૫ વર્ષ સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રા છે, તેમાં સત્તા નહીં, સેવા અને રાષ્ટ્ર પ્રથમનો મંત્ર શાસનના કેન્દ્રમાં રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને પ્રવકતા મંત્રી શ્રી જીતુ ભાઇ વાઘાણી સાથે પત્રકાર પરિષદને સંબોધતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ બદલ…
રાજ્યપાલ Acharya Devvratએ ગુંદા ગામમાં પ્રગતિશીલ ખેડૂતના ઘરે ગાયનું દોહન કરી ખેડૂતો સાથે કર્યો સંવાદ
Rajkot તા. ૯ઃ રાજ્યપાલ Acharya Devvratએ રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે સવારે ગુંદા ગામે પ્રગતિશીલ ખેડૂત શ્રી રાજેશભાઈ લીંબાસીયાના મોડેલ ફાર્મ ‘‘વિશ્વંતી નેચરલ્સ‘‘ની મુલાકાત લીધી હતી. ખેતી, ગાય અને ગ્રામ્ય સંસ્કૃતિનું મહત્વ દર્શાવતા રાજ્યપાલશ્રીએ અહીં જાતે ગૌ દુગ્ધ દોહન કર્યું હતું. તેમણે મોડેલ ફાર્મમાં પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરાતા વિવિધ ખાતર અને પ્લાન્ટ તેમજ પ્રાકૃતિક ખેતી અને પાકનું નિરીક્ષણ કર્યું હતું. અહીં વિવિધ પાકમાં ફળ અને ફૂલનું સારું પ્રમાણ તેમજ તમામ પાક કીટક અને બીમારીમુક્ત જોઈ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. ખેડૂત શ્રી રાજેશભાઈનો યુવાન દીકરો કેવિન પણ પ્રાકૃતિક કૃષિ કાર્યમાં સહભાગી થતો હોવાનું જાણીને રાજ્યપાલશ્રીએ આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું…
Ahmedabad તા. ૯ઃ ગુજરાતમાં કબડ્ડીની રમતને વધુ વ્યાપક અને વ્યવસ્થિત પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી ગુજરાત કબડ્ડી લીગના આયોજનની દિશામાં અમદાવાદ હેરિટેજ હીરોઝ ટીમની સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. પેન્ટાફોર્સ સ્પોટ્ર્સ સાથે સંકળાયેલી આ ટીમ દ્વારા લીગમાં ભાગ લેવા ઉપરાંત કબડ્ડીના લાંબા ગાળાના વિકાસ, ખેલાડીઓ માટેની તકો અને રમતગમતની માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન દ્વારા રાજ્યમાં કબડ્ડીની રમતને વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાત કબડ્ડી લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલ સાથે જોડાયેલા સ્પોટ્ર્સ પ્રમોટર જગત પટેલે જણાવ્યું હતું કે, ‘‘ગુજરાત કબડ્ડી લીગના આયોજનની જાહેરાત બાદ સ્પોટ્ર્સ સાથે સંકળાયેલી વ્યક્તિ તરીકે…
આલેખનઃવિનોદ માછી નિરંકારી આજે Bhadarva વદ અમાસ-સર્વપિતૃ અમાવસ્યા એ પિતૃપક્ષ-શ્રાદ્ધ પક્ષનો અંતિમ અને સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ છે.આ દિવસને મહાલય અમાસ પણ કહેવામાં આવે છે.શાસ્ત્રો અનુસાર આ દિવસે તમામ પિતૃઓ પૃથ્વીલોક પરથી પોતાના લોકે પાછા ફરે છે તેથી જે લોકો પોતાની મૃત્યુતિથિ ભૂલી ગયા હોય કે જેમનું શ્રાદ્ધ કોઈ કારણસર છૂટી ગયું હોય તેઓ આ દિવસે સામૂહિક શ્રાદ્ધ અને તર્પણ કરી શકે છે. ’શ્રદ્ધા’ પરથી ’શ્રાદ્ધ’ શબ્દ બન્યો છે.શ્રદ્ધાપૂર્વક કરેલા કાર્યને શ્રાદ્ધ કહે છે.જેમણે આપણી ઉપર ઉપકાર કર્યો હોય,જેના દ્વારા આપણને કંઈક લાભ થયો હોય તેમના પ્રત્યે આદર પ્રગટ કરવો અને કૃતજ્ઞ બનવું એ શ્રદ્ધાળુનું પરમ કર્તવ્ય છે.શ્રાદ્ધ એ…
(અહેવાલ નિમેશ ગોંડલીયા ) અતિથિ દેવો ભવઃથની પરંપરા ધરાવતું ભારત ભૌગોલિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક વિવિધતાથી સમૃદ્ધ છે. હિમાલયનાં બરફાચ્છાદિત શિખરોથી લઈને દક્ષિણના દરિયાકિનારા સુધી અને રાજસ્થાનના રણથી લઈને પૂર્વોત્તર ભારતનાં હરિયાળાં જંગલો સુધી ભારત પ્રવાસન માટે વિશાળ સંભાવનાઓ ધરાવે છે.આજે પ્રવાસન માત્ર મનોરંજન કે મુસાફરીનું માધ્યમ નથી, પરંતુ રોજગારી સર્જન, વિદેશી હૂંડિયામણની આવક, સ્થાનિક ઉદ્યોગોના વિકાસ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનનું મહત્ત્વપૂર્ણ સાધન છે. તેથી પ્રવાસન ક્ષેત્રને ભારતીય અર્થતંત્રના વિકાસના એક મહત્ત્વપૂર્ણ ચાલકબળ તરીકે ઓળખવામાં આવે છે. ૧. Indian Economyમાં પ્રવાસનનું મહત્ત્વઃપ્રવાસન ક્ષેત્રની આર્થિક ભૂમિકાને સત્તાવાર આંકડા અને આંતરરાષ્ટ્રીય અહેવાલો દ્વારા સમજી શકાય છે.સ્થાનિક પ્રવાસન પ્રવાસન મંત્રાલયના ઈંક્ષમશફ ઝજ્ઞીશિતળ ઉફફિં ઈજ્ઞળાયક્ષમશીળ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯ઃ Wankaner તાલુકાના ખાનપર ગામે દીકરી ભગાડી જતા પરિવારના સભ્યો આરોપીના ઘરે દીકરીની શોધખોળ માટે ગયા હતા જ્યાં મારામારી થતા વૃદ્ધને માથામાં લાકડીનો ઘા મારી દેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે હત્યાની ફરિયાદ નોધી આરોપીઓને ઝડપી લીધા હતા તો હવે સામાપક્ષે પણ આઠ ઈસમો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે Wankanerના ખાનપર ગામના દેવાભાઈ ઉકાભાઈ મકવાણાએ આરોપીઓ સગરામભાઈ સામતભાઈ સરવૈયા, સુરેશ સગરામભાઈ, હેમુ સગરામભાઈ, ગોરધન પોપટ સરવૈયા, છગન પોપટ સરવૈયા, જેસા પ્રેમજીભાઈ સરવૈયા, મેઘા પ્રેમજીભાઈ સરવૈયા રહે બધા ખાનપર તા. વાંકાનેર અને સગરામભાઈનો ભાણો રઘાભાઈ ડાભી રહે સરધારકા વાંકાનેર વિરુદ્ધ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯ઃ Morbi હળવદ રોડ પરથી યુવાન એકટીવા લઈને ઘરે જતા હતા ત્યારે આગળ જતા ટ્રેઇલર ચાલકે રોડ વચ્ચે અચાનક બ્રેક મારતા એકટીવા ટ્રક પાછળ અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી છે મોરબી હળવદ રોડ પર ઉમા રેસીડેન્સીના રહેવાસી વિપુલભાઈ વાન્જીવ્ભાઈ કૈલા (ઉ.વ.૩૬) વાળાએ ટ્રેઇલર ટ્રક આરજે ૦૫ જીબી ૨૫૭૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૭ ના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં ફરિયાદીના ભાઈ જીતેન્દ્રકુમાર એકટીવા જીજે ૩૬ એએસ ૧૮૩૪ લઈને ઘરે જતા હતા ત્યારે હળવદ મોરબી…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯ઃ Morbi અને ટંકારા પંથકમાં અપમૃત્યુના બનાવોમાં વિદ્યાર્થીની અને સગીરા સહીત ત્રણના મોત થયા છે ગર્લ્સ હોસ્ટેલમાં ધોરણ ૪ ની વિદ્યાર્થીની વાંચતી વખતે બેડ પરથી નીચે પડી જતા સારવારમાં મોત થયું હતું તો ટંકારામાં માતાએ ઠપકો આપતા સગીરાએ કુવામાં ઝંપલાવી આયખું ટૂંકાવી લીધું હતું પ્રથમ બનાવમાં સાયલા તાલુકાના ખીટલા ગામની રહેવાસી રાજલબેન રાજાભાઈ ઝાપડીયા (ઉ.વ.૦૯) નામની વિદ્યાર્થીની મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ નવજીવન સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં પોતાના બેડ પર બેઠા બેઠા નીચે પડી જતા પ્રાથમિક સારવાર મોરબી આપી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવી હતી જ્યાં સારવારમાં બાળકીનું મોત થયું હતું મોરબી…
