- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
Gandhinagar,તા.20 ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની પૂરી સંભાવનાઓ છે. આગામી 22 થી 26 મે દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. હાલના સમયે એરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ વધુ મજબૂત પણ બની શકે છે. આ સિસ્ટમ ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ છે. જેના પગલે 22 તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય અને એક સપ્તાહ સુધી ગુજરાતમાં કેટલાક જિલ્લામાં મધ્યમ તો કેટલાકમાં ભારે અને અમુકમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 23મીએ છોટા ઉદેપુર-નર્મદા,…
Israel,તા.20 ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેત્યાન્હૂએ ગાઝાને નિયંત્રણમાં લેવાના શપથ લીધા છે. પરંતુ બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ નેતન્યાહૂની યોજના પર શંકા વ્યક્ત કરતા કહ્યું છે કે, ‘જ્યાં સુધી નેતન્યાહૂ સરકાર આ ઘૃણાસ્પદ કૃત્યો ચાલુ રાખશે ત્યાં સુધી અમે ચૂપ રહીશું નહીં. જો ઇઝરાયલ નવેસરથી લશ્કરી હુમલાઓ બંધ નહીં કરે, તો અમે જવાબમાં વધુ નક્કર પગલાં લઈશું.’ બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ ગાઝા સુધી અનાજ ન પહોંચવા દેવાના નિર્ણયની આકરી ટીકા કરી છે. આ દેશોએ કહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે. વધુમાં, આ દેશોએ ઇઝરાયલી સરકારના કેટલાક મંત્રીઓ દ્વારા ગાઝાની નાગરિક વસ્તીને બળજબરીથી વિસ્થાપિત કરવાની ધમકી આપતા નિવેદનોની નિંદા કરી, તેને…
મનુષ્ય ભગવાનને કેવી રીતે જાણશે? અને તેનું કલ્યાણ કેવી રીતે થશે? એનો ઉપાય બતાવતાં ભગવાન ગીતા(૧૦/૩)માં કહે છે કે.. યો મામજમનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરમ્ અસંમૂઢઃ સ મત્યેર્ષુ સર્વેપાપૈઃ પ્રમુચ્યતે જે મનુષ્ય મને અજન્મા-અનાદિ અને સર્વે લોકોનો મહાન ઇશ્વર જાણે છે તે મોહમુક્ત જ્ઞાની સર્વ પાપોથી છુટી જાય છે. અજ એટલે જેનો જન્મ ન થાય.ઇશ્વર ક્યારેય જન્મતા નથી તો પછી વાસુદેવ-દેવકીથી કૃષ્ણનો જન્મ, જન્માષ્ટમીનું શું? તેનું સમાધાન એ છે કે પિતાના વિર્ય અને માતાની રજથી સંતાન થતું હોય છે.શ્રીકૃષ્ણ માટે આવી પ્રક્રિયા થઇ નથી.રજ-વિર્યથી જન્મે તેને જન્મ કહેવાય,તે વિના પણ જન્મે તેને પ્રાગટ્ય કહેવાય છે એટલે લોકદ્રષ્ટિએ જન્મ હોવા છતાં ભગવાન અજ છે.જેનો આદિ ના હોય તે અનાદિ.દાર્શનિક ક્ષેત્રમાં…
Gandhinagar,તા.૧૯ વિધાનસભા ખાતે પ્રેસ વાર્તામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, દાહોદ જીલ્લામાં મનરેગા યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર-કૌભાંડ ચાલતું હોવા બાબતની સરકારને અનેક વખત લેખિત રજુઆતો કરવામાં આવેલ. ધાનપુર-દેવગઢ બારિયામાં અનેક ગામોમાં સ્થળ ઉપર કોઈપણ કામ કર્યા સિવાય બારોબાર લાખો રૂપિયાના એક એક ગામમાંથી બીલ બારોબાર ચૂકવાઈ ગયા હોવા બાબતના પુરાવા, સ્થાનિક લોકોની એફિડેવિટ સહિતની વિગતો સાથે અમારા દ્વારા સરકારને લેખિતમાં તપાસ માટે માંગણી કરવામાં આવેલ. પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ સમગ્ર હકીકતો, પુરાવા અને મંત્રીશ્રી બચુભાઈ ખાબડના પરિવારની સંડોવણીની તપાસ માટે માંગણી અનેક વખત કરવા છતાં સરકાર દ્વારા ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ મા.…
Surendranagar,તા.૧૯ સુરેન્દ્રનગરના ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણનું વિવાદિત નિવેદન આપતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરેન્દ્રનગરના મુળીના ગઢડા ગામમાં એક જાહેર કાર્યક્રમમાં સ્ન્છ શામજી ચૌહાણનો અફીણના નશાને પ્રોત્સાહન આપતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે બોલી રહ્યા છે કે, “૨૦૦ નહીં પણ ૫૦૦ બંધાણીઓ એમ કહેને કે, આપણા જિલ્લામાં એકપણ ધારાસભ્યને જીતવા નહીં દઈએ જો અમને લાયસન્સ ન મળે તો.” ( અમે આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતા.) આ વાયરલ વીડિયો અંગે અમારી ટીમે ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ સાથે વાત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “સુરેન્દ્રનગરના મુળીના તાલુકાના ગઢડા ગામે માતાજીના પ્રસંગમાં ૫૦૦થી ૬૦૦ લોકો ત્યાં હાજર…
તા.20-05-2025 મંગળવાર મેષ આજે અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારૂં સ્વાસ્થ્ ખીલી ઉઠશે. પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે. આજે તમને પોતાના ભાઈ અથવા બહેન ની મદદ થી ધન લાભ થવા ની શક્યતા છે. ઘરના પ્રવર્વતમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો. પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે. તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો – તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય અ જરૂરી છે. કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે. આજે તમારૂં લગ્નજીવન મસ્તી,…
તા.20-05-2025 મંગળવાર તિથિ અષ્ટમી (આઠમ) – 28:58:48 સુધી નક્ષત્ર ધનિષ્ઠા – 19:33:23 સુધી કરણ બાલવ – 17:31:32 સુધી, કૌલવ – 28:58:48 સુધી પક્ષ કૃષ્ણ યોગ ઇન્દ્ર – 26:49:36 સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:56:45 સૂર્યાસ્ત 19:15:31 ચંદ્ર રાશિ મકર – 07:36:34 સુધી ચંદ્રોદય 25:30:59 ચંદ્રાસ્ત 12:18:59 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 6 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત વૈશાખ દિન કાળ 13:18:46 અશુભ સમય દુર મુહુર્ત 08:36:30 થી 09:29:45 ના કુલિક 13:56:00 થી 14:49:15 ના દુરી / મરણ 06:50:00 થી 07:43:15 ના રાહુ કાળ 15:55:49 થી 17:35:40 ના કાલવેલા/અર્ધ્યામ 08:36:30 થી 09:29:45 ના યમ ઘંટા 10:23:00 થી 11:16:15 ના યમગંડ 09:16:26 થી 10:56:17 ના ગુલિક કાલ 12:36:08 થી 14:15:58 ના શુભ…
Surat,તા.૧૯ સુરતના લસકાણા વિસ્તારમાં ૨૨ વર્ષીય ચિત ગાબાણીના આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છ. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેની સ્યૂસાઈડ નોટમાં જર્મની જવાના ૧૦ લાખ હારવા સાથે વધુ ૧૦ લાખનું દેવું થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમજ જુગાર રમવા માટે લીધેલા ૮૦ હજાર સામે અજય શિરોયા ૨ લાખની પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આરોપ મૂક્યો છે. જેથી ચિત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો. પોલીસે આરોપી અજય મહાકાલની ધરપકડ કરી છે. મૂળ બોટાદના ખોડાભાઈ ગાબાણી સુરતના હીરાના કારખાનામાં કામ કરે છે. તેમને ત્રણ સંતાન છે. તેમાંથી એક ચિત ગાબાણી જર્મની જવાનો પ્રયાસ…
બાંગ્લાદેશમાં લાલમોનીરહાટ ખાતે બીજા વિશ્વયુદ્ધ યુગના એરબેઝને પુનર્જીવિત કરવામાં ચીન મદદ કરી શકે છે. New Delhi,,તા.૧૯ ઉત્તર-પૂર્વ ભારતમાં ભારત માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્થાન નજીક ચીન બાંગ્લાદેશને મદદ કરી શકે છે. આ મદદ લાલમોનિરહાટ ખાતે બીજા વિશ્વયુદ્ધ યુગના એરબેઝને ફરીથી શરૂ કરવાના સ્વરૂપમાં આવી શકે છે. લાલમોનિરહાટ બાંગ્લાદેશના રંગપુર વિભાગમાં આવેલું છે અને ભારતીય સરહદથી માત્ર ૧૨-૧૫ કિલોમીટર દૂર છે. તાજેતરમાં કેટલાક ચીની અધિકારીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે. આ એરફિલ્ડ હાલમાં બાંગ્લાદેશ વાયુસેનાના નિયંત્રણ હેઠળ છે, પરંતુ ઘણા દાયકાઓથી તે નિષ્ક્રિય છે. અહેવાલો અનુસાર, ઢાકા તેને ફરી શરૂ કરવા માટે ચીન પાસેથી મદદ માંગી રહ્યું છે. આ એરબેઝ સિલિગુડી…
