Author: Vikram Raval

રાનીએ સામાજિક મુદ્દાઓ, મહિલા સશક્તિકરણ અને મહત્વના માનવીય પ્રશ્નોને ઉજાગર કરતી અનેક ફિલ્મો પસંદ કરી Mumbai, તા.૧૯ રાની મુખર્જીની કારકિર્દીમાં વધુ એક પ્રતિષ્ઠિત સિદ્ધિ ઉમેરાઈ છે. લા ટ્રોબ યુનિવર્સિટીએ તેને માનદ ડૉક્ટર ઑફ લેટર્સની પદવીથી સન્માનિત કરી છે. આ સાથે રાની મુખર્જી ઓસ્ટ્રેલિયાની આ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટ મેળવનારી શાહરુખ ખાન બાદ બીજી ભારતીય ફિલ્મી હસ્તી બની છે.આ સન્માન રાની મુખર્જીની ભારતીય સિનેમામાં લગભગ ત્રણ દાયકાની સફર તેમજ માનવતાવાદી ક્ષેત્રે તેનાં યોગદાનને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. પોતાની કારકિર્દી દરમિયાન તેણે સામાજિક મુદ્દાઓ, મહિલા સશક્તિકરણ અને મહત્વના માનવીય પ્રશ્નોને ઉજાગર કરતી અનેક ફિલ્મો પસંદ કરી છે. સન્માન અંગે રાની મુખર્જીએ…

Read More

Amreli,તા.19 રાજ્યમાં દેશી-વિદેશી દારૂ અને ખનીજચોરો બાદ હવે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જાફરાબાદ નજીક વાપાળીયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારના અડ્ડા પર રેડ પાડી હતી. સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને પાડેલા દરોડાથી જુગારીઓની સાથે પોલીસ તંત્રમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. અહીં રૂા. ૩.૨૮ લાખના મુદ્દામાલ સાથે ૧૫ શખ્સો ઝડપાયા હતા.જાફરાબાદના વાપાળીયા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાન પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળીને જુગાર રમી રહ્યા હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર.કે. કરમટાને બાતમી મળતા તેમની ટીમ સાથે વોચ ગોઠવીને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. એસએમસીની ટીમે સ્થળ પરથી રોકડ રકમ રૂા. ૧,૬૧,૬૦૦, ગંજીપત્તા, મોબાઇલ ફોન તેમજ ૩ વાહનો…

Read More

Rajkot,તા.19 બાલભવનના ગેઇટ સામે જીઇબીના સબ સ્ટેશન પાસેથી પીસીબીએ દેશી બનાવટની પિસ્તોલ અને ૯ જીવતા કાર્ટિસ સાથે યાકીબ સિકંદર મામટી (ઉ.વ.૩૭, રહે. નહેરૂનગર મેઇન રોડ, રૈયા રોડ)ને ઝડપી લીધા બાદ રેસકોર્સ મેદાનમાંથી અરબાઝ ઉર્ફે ફીરોઝ અમીનભાઇ કાજી (ઉ.વ.૨૮, રહે. હાથીખાના મેઇન રોડ)ને પણ દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ સાથે ઝડપી લીધો હતો.પીસીબીના સુત્રોએ જણાવ્યું કે, યાકીબને લાખાજીરાજ રોડ પર લેડીઝ વેરની દુકાન છે. એવું રટણ કરી રહ્યો છે કે, બાળપણના મિત્ર સાથે તેને તકરાર થતાં તે મિત્રએ કોઇ ડાયલોગ જેવું સ્ટેટસ મૂક્યું હતું. જેનાથી ગભરાઇ પિસ્તોલ ખરીદી હતી. આ જ રીતે અરબાઝને પણ લાખાજીરાજ રોડ પર લેડીઝ વેરની…

Read More

Surat,તા.19  સુરતના પુણામાં ફૂડ પોઈઝનિંગની આશંકા વચ્ચે 4 વર્ષીય બાળકીના મોતની ગંભીર ઘટના બાદ સુરત પાલિકાના આરોગ્ય વિભાગે શહેરભરમાં હોટલ-રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી શરૂ કરી હોવાના દાવા કર્યા છે. અલગ-અલગ ઝોનમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન સફાઈના અભાવ અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ભંગ બદલ 17 એકમોને સીલ કરવામાં આવ્યા હતા. જોકે, અર્ચના ખાડી બ્રિજ પાસે આવેલી ‘ધ દિલ્હી રેસ્ટોરન્ટ એન્ડ ચાઈનીઝ’ને પણ ગઈકાલે રાત્રે સફાઈના અભાવે બંધ કરાવવામાં આવ્યા બાદ આજે સવારથી જ ફરી ધમધમતી જોવા મળતાં પાલિકાની કાર્યવાહી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પુણા વિસ્તારમાં પાર્સલમાં મંગાવવામાં આવેલા શાક બાદ એક જ પરિવારના સભ્યોની તબિયત લથડવાની અને ચાર વર્ષીય…

Read More

Ahmedabad,તા.19 લાયસન્સ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બને તેમજ વચેટિયાને કોઈ અવકાશ ન રહે તે માટે ગુજરાતની 39 આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એઆઈ ટ્રેક તૈયાર કરાયા છે. પરંતુ એઆઈ ટ્રેક અમલમાં આવ્યાં ત્યારથી વિવાદનું કેન્દ્ર બન્યાં છે. ખાસ કરીને ફોર વ્હીલર ટ્રેક ટેસ્ટમાં ફેલ થવાનો રેશિયો 80 ટકાએ પહોંચતા આરટીઓમાં ટેસ્ટ માટે મહિનાઓનું વેઈટિંગ થઈ ગયું છે. ટેસ્ટમાં ફેલ થવાના વધતાં આંકડાના પગલે વાહનવ્યવહાર વિભાગ દ્વારા એઆઈ ટ્રેકમાં સુધારા કરવા માટે કવાયત હાથ ધરી છે.અમદાવાદમાં સુભાષ બ્રિજ આરટીઓમાં ટેસ્ટ ટ્રેક શરૂ કરાયો ત્યારથી તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ખાસ કરીને ફોરવ્હીલર ટ્રેક ટેસ્ટમાં ફેલ થવાનું પ્રમાણ 80 ટકાએ પહોંચતા અરજદારોમાં અજંપો પેદા…

Read More

Vadodara,તા.19 વડોદરા નજીક કુંઢેલા ખાતે કાર્યરત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં નિયમિત વાઈસ ચાન્સેલરની જગ્યા છેલ્લા નવ મહિનાથી ખાલી છે.સેન્ટ્રલ યુનિવર્સિટીનો વહીવટ કેન્દ્ર સરકારની હસ્તક છે.ભારતમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત સહિત ૫૬ સેન્ટ્રલ યુનિવર્સિટીઓ છે.સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નિયમિત વાઈસ ચાન્સેલર તરીકે પ્રોફેસર રમાશંકર દુબે ૨૦૨૫ના નવેમ્બર મહિનામાં નિવૃત્ત થયા હતા.સૂત્રોનું કહેવું છે કે, એ પછી પ્રોફેસર અતાનુ ભટ્ટાચાર્યની ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.દરમિયાન નવા વાઈસ ચાન્સેલરની નિમણૂક માટે સર્ચ કમિટિ પણ બનાવાઈ હતી. સેન્ટ્રલ યુનિવર્સિટીની સર્ચ કમિટિમાં રાષ્ટ્રપતિ દ્વારા એક સભ્યની, યુજીસી ચેરમેન દ્વારા એક સભ્યની અને યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલર દ્વારા એક સભ્યની નિમણૂક કરવામાં આવતી હોય…

Read More

Vadodara,તા.19 વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાત્રી દરમિયાન બંધ મકાનોને ટાર્ગેટ કરતી ગેંગને ઝડપી પાડતા જુદા જુદા વિસ્તારની 17 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે.વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી બંધ મકાનોને નિશાન બનાવી નકુચો તોડીને સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતની ચીજ વસ્તુઓ ઉઠાવી જવાના બનાવો બનતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સીસ મારફતે આરોપીઓને ઓળખવામાં આવ્યા હતા.આ દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે પોલીસને ચોર ટોળકી એરફોર્સ સામેના ગ્રાઉન્ડમાં ભાગ પાડવા માટે ભેગી થઈ હોવાની વિગતો મળતા પોલીસે દરજીપુરા એરફોર્સની સામે આવેલા ગ્રાઉન્ડ ઉપર વોચ રાખી મોટરસાયકલ સાથે ચાર જણાને ઝડપી પાડ્યા હતા. જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે.પીઆઇ સંજય…

Read More

Vadodara,તા.19  વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલબારા ગામ નજીક મુજપુર કેનાલ ચોકડી પાસે રહેતા 30 વર્ષીય પરપ્રાંતીય યુવાને પત્ની સાથે ફોન પર થયેલા ઝઘડા બાદ ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.મળતી વિગતો મુજબ મૂળ બિહારના બક્સર જિલ્લાના રહેવાસી પુષ્પેન્દ્રસિંહ વિજયબહાદુરસિંહ નામનો યુવાન હાલ એકલબારા ગામે પરમારની ઓરડીમાં રહેતો હતો. તા.18 ઓગસ્ટના રોજ સવારે સાડા અગિયાર વાગ્યાથી બપોરના પોણા ત્રણ વાગ્યા દરમિયાન કોઈ સમયે તેણે ઓરડીમાં ખાટલો ભરવા માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળા ફાંસો ખાઈ લીધો હતો.બાદમાં પરિવારજનોને યુવાન ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, અગાઉ પત્ની સાથે ફોન પર…

Read More

Vadodara,તા.19 વડોદરા શહેરના દાંડિયાબજારમાં આવેલી હોટલ વિન્ટેજ ઇનમાંથી 29 વર્ષીય યુવાનનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. હોટલના રૂમ નંબર 302માંથી પાણીગેટના ખાટકીવાડ વિસ્તારમાં રહેતા ગુલામમુસ્તફા ખુર્શીદઅહેમદ નૈયરનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.મળતી માહિતી મુજબ મોડી રાત્રે ગુલામમુસ્તફા નૈયર અને ભાયલી ગામના કિશન વસાવા હોટલમાં આવ્યા હતા. હોટલ મેનેજમેન્ટ દ્વારા બંનેને શરૂઆતમાં રૂમ નંબર 304 આપવામાં આવ્યો હતો. જોકે રૂમ નંબર 304માં વીજ પુરવઠો ખોરવાઈ જતા બંનેને રાત્રે આશરે 3 વાગ્યે રૂમ નંબર 302માં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.બંને યુવાનો છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં આવ્યા…

Read More

Vadodara,તા.19 વડોદરાના ભાલીયાપુરા ગામમાં ભાથીજીના મંદિર પાસે ખુલ્લામાં પત્તા પાના વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કપુરાઈ પોલીસે દરોડો પાડી નવ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ.23,580નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તા.18 ઓગસ્ટ, 2026ના રોજ કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભાલીયાપુરા ગામમાં ભાથીજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા જુગાર રમતા નવ શખ્સો ઝડપાઈ ગયા હતા.પોલીસે આરોપીઓની અંગઝડતીમાંથી રૂ.12,600 રોકડા, જમીન ઉપરથી રૂ.980 રોકડા,…

Read More