Author: Vikram Raval

New Delhiતા, 19 શ્રીલંકા સામે ગોલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 165 રને શાનદાર વિજય મેળવ્યા બાદ પણ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2025-27) ના પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમના સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. મેચ પહેલાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને હતી અને આ ભવ્ય જીત બાદ પણ તે પાંચમાં ક્રમે જ યથાવત રહી છે. બીજી તરફ, હાર છતાં શ્રીલંકન ટીમ પણ પોતાનાં છઠ્ઠા સ્થાને જ બનેલી છે. જોકે, આ જીતથી ભારતને WTC પોઈન્ટ ટેબલમાં 12 મહત્ત્વપૂર્ણ અંકો પ્રાપ્ત થયાં છે. મેચ પહેલાં ભારતની જીતની ટકાવારી  48.15 ટકા હતી, જે વધીને હવે 53.33 ટકા થઈ ગઈ છે. લાંબા સમય પછી ભારતીય…

Read More

New Delhi તા, ૧૯ ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં 165 રને શાનદાર વિજય મેળવીને 1-0ની સરસાઈ હાસિલ કરી લીધી છે. ગોલ ખાતે રમાયેલી આ ટેસ્ટ મેચના પાંચમાં અને અંતિમ દિવસે ભારતીય બોલરોએ યજમાન ટીમને બીજી ઇનિંગ્સમાં માત્ર 206 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. 372 રનનાં મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ ભારતીય સ્પિન એટેક સામે ટકી શકી નહોતી. આ જીતનો મુખ્ય હીરો ભારતનો યુવા ડાબોડી સ્પિનર માનવ સુથાર રહ્યો, જેણે પોતાની બીજી જ ટેસ્ટ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. તેણે બીજી ઇનિંગ્સમાં 55 રન આપીને 6 વિકેટ ઝડપી,…

Read More

New Delhi તા.19 ભારતમાં ડીજીટલ યુગમાં પણ રોકડાનો વ્યવહાર ‘સદાબહાર’ છે ત્યારે સરકયુલેશનમાં રહેલા રૂપિયા સતત વધી જ રહ્યા છે. હવે દુનિયાના મોટાભાગના દેશોમાં ઉપયોગમાં લેવાતા અમેરિકન ચલણ ડોલર કરતા પણ ભારતીય રૂપિયાનુ સરકયુલેશન વધી ગયુ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર શીરીષચંદ્ર મુર્મુએ કહ્યું કે અમેરિકી ડોલર કરતા ત્રણ ગણી અને યુરો નોટની સરખામણીએ છ ગણી રૂપિયાની નોટો ચલણમાં છે. ચલણી નોટોની સંખ્યા જીડીપી વિકાસ, મોંઘવારી, વ્યાજદર સહિતના પરિબળોને આધિન હોય છે. રિઝર્વ બેંક હવે પોલીમરની નોટો ચલણમાં મુકી તેનુ આયુષ્ય વધારવા સાથે નોટો પાછળ થતા ખર્ચ પર અંકુશ મુકવા માંગે છે. તેઓએ કહ્યું કે છેલ્લા કેટલાંક વર્ષોમાં…

Read More

New Delhi તા.19 એક તરફ પાકિસ્તાન કબ્જાના કાશ્મીરમાં આંતરિક બળવો વધુ ઉગ્ર બની રહ્યો છે તે સમયે જ ભારત ખાતેના અમેરિકાના રાજદૂત સર્જીયો ગોરએ કાશ્મીરની મુલાકાત લેવાની જાહેરાત કરતા જ પાકિસ્તાન ચોંકી ઉઠયું છે. શ્રી ગોર કાશ્મીરમાં ઉપરાજયપાલ મનોજસિંહા અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને પણ મળશે તથા રાજયના કેટલાક વિસ્તારોમાં પ્રવાસ પણ કરશે. આમ અમેરિકાએ કાશ્મીર અંગે તેમનું વલણ બદલ્યુ હોવાના સંકેત છે. જો કે અગાઉ પણ અમેરિકી રાજદૂતો કાશ્મીરનો પ્રવાસ કરી ચૂકયા છે અને ભારત સરકારે પણ કલમ 370ની નાબુદી બાદ વિદેશી રાજદૂતોને કાશ્મીરનો પ્રવાસ કરાવ્યો હતો પણ હાલ જે રીતે પાક કબ્જાના કાશ્મીરમાં ભારે આંતરિક અસંતોષ છે તે ભૂમિકાના…

Read More

Shweta Patel (Setu)-Ahmedabad ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શિવનું સ્થાન અનન્ય છે. ભગવાન શિવને દેવોના દેવ, મહાદેવ, ભોળાનાથ અને કલ્યાણકારી તરીકે ઓળખવામાં આવે છે. “શિવ” શબ્દનો અર્થ જ કલ્યાણ કરનાર એવો થાય છે. શિવનું સત્વ એટલે તેમના જીવન અને સ્વભાવમાંથી મળતું સત્ય, સાદગી, ત્યાગ, કરુણા, સમતા અને ધૈર્યનું તત્વ. શિવનું વ્યક્તિત્વ આપણને જીવન જીવવાની એક સુંદર દિશા આપે છે. ભગવાન શિવનું સ્વરૂપ સાદગીનું પ્રતીક છે. તેઓ રાજમહેલમાં નહીં, પરંતુ કૈલાસ પર્વત પર નિવાસ કરે છે. શરીર પર ભસ્મ, જટામાં ગંગા, મસ્તક પર ચંદ્ર અને ગળામાં સર્પ ધારણ કરનાર શિવ આપણને શીખવે છે કે સાચી મહાનતા વૈભવમાં નથી, પરંતુ સાદગી અને સંયમમાં છે.…

Read More

Dubai,તા.19 મધ્યપુર્વમાં અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં સેન્ડવીચ જેવી હાલતમાં ફસાયેલા દુબઈ સહિત યુએઈ- સાઉદી અરેબીયા તથા કતાર સહિતના દેશો પર પણ ઈરાન હુમલા કરી રહ્યું છે અને ખાસ કરીને આ ક્ષેત્રમાં અમેરિકી લશ્કરી થાણાઓને નિશાન બનાવી રહ્યું છે. તે સમયે હવે અમેરિકા-ઈરાન વચ્ચેના 60 દિવસના યુદ્ધ વિરામની ડેડલાઈનનો અંત આવવાની તૈયારી હોવાથી ફરી માહોલમાં તનાવ છે તે વખતે ઈરાને દુબઈ સહિત યુએઈમાં સમુદ્રમાં રહેલા વ્યાપારી જહાજો તથા અન્ય સ્થળોને નિશાન બનાવી ઈરાને મિસાઈલ દાગી હતી. જો કે યુએઈના દાવા મુજબ બન્ને મિસાઈલોને હવામાંજ આંતરી તોડી પાડવામાં આવી હતી પણ એક આકરા નિર્ણયમાં યુએઈએ ઈરાન સાથેના તમામ વ્યાપારી તથા નાણાકીય વ્યવહારો પર…

Read More

New Delhi તા.19 સરકારી કોન્ટ્રાકટ મેળવવા એમએસએમઈ અને નાના કારોબારીઓને મોટી રાહત મળી શકે છે. કેન્દ્ર સરકારી કોન્ટ્રાકટમાં પર્ફોર્મન્સ બેંકની અનિવાર્યતા ખતમ કરવા પર વિચાર કરી રહ્યું છે, તેના બદલામાં સરકાર પોતાની હાલ મોજૂદ ક્રેડીટ ગેરેંટી યોજનાઓનો ઉપયોગ શરૂ કરી શકે છે તેનો સીધો ફાયદો એ થશે કે નાના કારોબારીઓને કોન્ટ્રાકટ મળ્યા બાદ પોતાની રકમનો એક ભાગ બેંક ગેરંટી તરીકે રોકીને નહી રાખવો પડે. જો આ પ્રસ્તાવ લાગુ થાય છે તો એમએસએમઈના એ પૈસા બચી શકશે, જે હાલ બેંક ગેરંટી માટે ફસાયેલા રહે છે. આથી કારોબાર ચલાવવા અને વધારવા માટે વધુ પૈસા ઉપલબ્ધ થશે. આ મામલા સાથે સંકળાયેલા બે અધિકૃત…

Read More

New Delhi તા, 19 સીમા પારથી ભારત વિરુદ્ધ રચવામાં આવતાં આતંકી ષડયંત્રો અને પાકિસ્તાનની કરતૂતોની પોલ વધુ એક વખત તેની જ ધરતી પર ખુલ્લી પડી ગઈ છે. તાજેતરમાં હાર્ટ એટેક આવ્યાં બાદ ફરીથી જાહેર મંચ પર પાછા ફરેલા પાકિસ્તાની ધર્મગુરુ નસીર મદનીએ સરેઆમ એ વાતનો સ્વીકાર કર્યો છે કે લશ્કર-એ-તૈયબાના આકા અને આતંકી હાફિઝ સઇદે કાશ્મીરમાં 10,000 આતંકવાદીઓ મોકલ્યા હતાં. 14 ઓગસ્ટે બહાવલનગરમાં એક પ્રતિબંધિત આતંકી સંગઠનનાં કાર્યક્રમમાં આપવામાં આવેલાં આ નિવેદને સાબિત કરી દીધું છે કે જમ્મુ-કાશ્મીરમાં નિર્દોષોની હત્યા અને સરહદ પારથી ચાલતાં આતંકવાદ પાછળ કઈ કાળી શક્તિઓ સક્રિય હતી. હાફિઝ સઇદ ભારતમાં થયેલાં અનેક મોટા અને ઘાતક હુમલાઓનો…

Read More

New Delhi, તા. 19 સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન સાથે જોડાયેલા નાણાંની ગેરકાયદેસર હેરફેરના કેસમાં અમલદારીએ બુધવારે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં એકસાથે કાર્યવાહી શરૂ કરી છે. અમલદારીના અધિકારીઓએ ઉત્તર પ્રદેશના રામપુર અને સહારનપુર ઉપરાંત દિલ્હીમાં કુલ 10 જેટલા સ્થળોએ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી આઝમ ખાન સાથે જોડાયેલી મૌલાના મહંમદ અલી જૌહર ટ્રસ્ટ અને મહંમદ અલી જૌહર યુનિવર્સિટી સાથે સંકળાયેલી મિલકતોને લઈને કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ તપાસ નાણાંની ગેરકાયદેસર હેરફેરના કેસ સાથે સંબંધિત છે. અમલદારી દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન સંબંધિત સ્થળોએ દસ્તાવેજો અને અન્ય સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે. જોકે,…

Read More

Kolkata,તા.19 દેશમાં સસ્તી હોટેલોમાં આગના સીલસીલામાં હવે કોલકતામાં એક હોટેલમાં આગથી નવ લોકો જીવતા ભુંજાઈ ગયા હતા અને છ લોકોને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા છે. મૃતકો તમામ બાંગ્લાદેશી છે. જેઓ અહી તબીબી સારવાર માટે ભારત આવ્યા હતા. હજુ સોમવારે જ તારાપીઠમાં એક આગમાં મેઘાલયના એક જ કુટુંબના પાંચ લોકો જીવતા સળગી ગયા હતા તેના બે દિવસમાંજ આ બીજી ઘટના છે. મધ્ય કોલકતામાં મીર્ઝા ગાલીબ સ્ટ્રીટમાં એક સ્થાનિક હોટેલમાં મધરાતે 1 વાગ્યા બાદ આગ ફાટી નીકળી હતી અને ફાયરબ્રિગેડને પહોંચતા સમય લાગ્યો હતો. જેના કારણે આગ વિકરાળ હતી. જેમાં નવ લોકોના આગમાં સપડાઈ જવાની અને ગુંગળાઈ જતા મોત થયા હતા. અન્ય…

Read More