Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે

    August 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા
    • Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ
    • શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે
    • ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં,નિવૃત જજ મારફત તપાસ-વળતરની માંગ
    • કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત
    • 22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked
    • તહેવારો સુધી ખાદ્ય તેલનાં ભાવ ઉચા જ રહેશે
    • ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહી પણ ચીન છે : General M.M. Naravane
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: કાલે સીલ મારી એ જ રેસ્ટોરન્ટે સવાર પડતાં જ ધમધમતી થઈ ગઈ,પાલિકાની કામગીરી સામે સવાલો
    સુરત

    Surat: કાલે સીલ મારી એ જ રેસ્ટોરન્ટે સવાર પડતાં જ ધમધમતી થઈ ગઈ,પાલિકાની કામગીરી સામે સવાલો

    Vikram RavalBy Vikram RavalAugust 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.19 

    સુરતના પુણામાં ફૂડ પોઈઝનિંગની આશંકા વચ્ચે 4 વર્ષીય બાળકીના મોતની ગંભીર ઘટના બાદ સુરત પાલિકાના આરોગ્ય વિભાગે શહેરભરમાં હોટલ-રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી શરૂ કરી હોવાના દાવા કર્યા છે. અલગ-અલગ ઝોનમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન સફાઈના અભાવ અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ભંગ બદલ 17 એકમોને સીલ કરવામાં આવ્યા હતા. જોકે, અર્ચના ખાડી બ્રિજ પાસે આવેલી ‘ધ દિલ્હી રેસ્ટોરન્ટ એન્ડ ચાઈનીઝ’ને પણ ગઈકાલે રાત્રે સફાઈના અભાવે બંધ કરાવવામાં આવ્યા બાદ આજે સવારથી જ ફરી ધમધમતી જોવા મળતાં પાલિકાની કાર્યવાહી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
    પુણા વિસ્તારમાં પાર્સલમાં મંગાવવામાં આવેલા શાક બાદ એક જ પરિવારના સભ્યોની તબિયત લથડવાની અને ચાર વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત થવાની ઘટના બાદ પાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો. ઘટનાને પગલે માતાવાડી વિસ્તારમાં આવેલી શીતલ હોટલમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને હોટલ સામે સીલિંગ સહિતની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ શહેરના તમામ ઝોનમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીના એકમોમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
    ગત રોજ આરોગ્ય વિભાગની ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં સંયુક્ત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોનો સંગ્રહ, કચરાના નિકાલ સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. નિયમોનું પાલન ન કરનારા અને સ્વચ્છતાના અભાવવાળા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન શહેરમાં કુલ 17 હોટલ-રેસ્ટોરન્ટ સહિતના એકમોને સીલ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી.
    આ કાર્યવાહી અંતર્ગત અર્ચના ખાડી બ્રિજ પાસે આવેલી ‘ધ દિલ્હી રેસ્ટોરન્ટ એન્ડ ચાઈનીઝ’ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. રેસ્ટોરન્ટમાં જરૂરી ધોરણો મુજબની સફાઈ અને સ્વચ્છતાનો અભાવ જણાતા આરોગ્ય વિભાગની ટીમે ગઈકાલે રાત્રે રેસ્ટોરન્ટ બંધ કરાવી હતી. ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ પાલિકા દ્વારા સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને લઈને કડકાઈ દાખવવામાં આવી રહી હોવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ સવાર પડતાં જ આ જ રેસ્ટોરન્ટ ફરી રાબેતા મુજબ ચાલુ થઈ જતાં પાલિકાની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા છે. ગઈકાલે રાત્રે જે એકમ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તે બીજા જ દિવસે ફરી ગ્રાહકો માટે ખુલ્લું જોવા મળ્યું હતું. જેના કારણે પાલિકાએ કરેલી સીલિંગ કાર્યવાહી માત્ર દેખાડો બની રહી છે કે કેમ તે અંગે સ્થાનિકોમાં પણ ચર્ચા શરૂ થઈ છે.
    સ્થાનિકોનું કહેવું છે કે એક માસૂમ બાળકીના મોત બાદ તંત્રએ માત્ર દરોડા અને સીલિંગ પૂરતી કામગીરી કરવાને બદલે નિયમભંગ કરનારા એકમો સામે સતત દેખરેખ અને કડક અમલવારી કરવી જરૂરી છે. નહિતર રાત્રે સીલ અને સવારે ફરી ધંધો શરૂ થવાની ઘટનાઓથી પાલિકાની કાર્યવાહીનો ભય જ સમાપ્ત થઈ શકે છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: RTOમાં AI ટ્રેક: 80 ટકા લોકો ફેઈલ થતાં ઊહાપોહ, હવે નિયમો બદલાશે!
    Next Article Rajkot: બે પિસ્તોલ અને 11 જીવતા કાર્ટિસ સાથે બે વેપારી ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણમાં પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લાને સસ્પેન્ડ કરાયા

    August 20, 2026
    સુરત

    Surat: ફરાળી લોટની ગુણવત્તા સામે સવાલો વચ્ચે સુરત પાલિકા સફાળી જાગી

    August 18, 2026
    સુરત

    IPS Nakum સામે ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો કાર્યવાહી; આરોપીને જાહેરમાં માર મારવાના મામલે ૧૪ ઓગસ્ટે સુનાવણી

    August 13, 2026
    સુરત

    Surat: પ્રેમપ્રકરણમાં પરિણીત યુવક અને સગીરાનો આપઘાત

    August 13, 2026
    સુરત

    Surat: ભેળસેળિયા ખાદ્ય પદાર્થો સામે નવી પહેલની માંગ

    August 13, 2026
    સુરત

    Surat પાલિકાની સીધી ભરતીમાં હવે માજી સૈનિકોને અનામત મળશે

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,900
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹246,280
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-08-2026 15:58
    Categories
    Latest News

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે

    August 21, 2026

    ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો હાઈકોર્ટમાં,નિવૃત જજ મારફત તપાસ-વળતરની માંગ

    August 21, 2026

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026
    Search
    Main News

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    કાનુની દતક વિધિ બાદ પાલક પિતાના સ્થાને મૂળ પિતાનું નામ રાખી શકાય નહી : અદાલત

    August 21, 2026

    22 ભારતીય નાવિકો સાથેના બે જહાજ યમન-સોમાલીયામાં Hijacked

    August 21, 2026

    ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહી પણ ચીન છે : General M.M. Naravane

    August 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    6 ડોકટરોની ટીમે ચેક-અપ કર્યા બાદ Imran Khan ને ફરી જેલ મોકલાયા

    August 21, 2026

    Telangana ના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને અમેરિકાની મુલાકાતની મંજુરી ન અપાઈ

    August 21, 2026

    શ્રાવણ માસમાં શ્રધ્ધા સાથે ખીલવાડ ભેળસેળ કરનારાઓની ખેર નહીં રહે

    August 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.