Author: Shri Nutan Saurashtra

તા.12-04-2026 રવિવાર તિથિ દશમી (દશમ) – 25:19:57 સુધી નક્ષત્ર શ્રાવણ – 15:14:40 સુધી કરણ વાણિજ – 13:06:00 સુધી, વિષ્ટિ ભદ્ર – 25:19:57 સુધી પક્ષ કૃષ્ણ યોગ સાધ્ય – 18:14:38 સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:22:25 સૂર્યાસ્ત 18:59:08 ચંદ્ર રાશિ મકર – 27:45:22 સુધી ચંદ્રોદય 27:26:59 ચંદ્રાસ્ત 14:05:00 ઋતુ વસંત હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1948   પરાભવ વિક્રમ સંવત 2083 કાળી સંવત 5127 પ્રવિષ્ટા / ગત્તે 29 મહિનો પૂર્ણિમાંત વૈશાખ મહિનો અમાંત ચૈત્ર દિન કાળ 12:36:42 અશુભ સમય દુર મુહુર્ત 17:18:14 થી 18:08:41 ના કુલિક 17:18:14 થી 18:08:41 ના દુરી / મરણ 10:34:39 થી 11:25:06 ના રાહુ કાળ 17:24:32 થી 18:59:08 ના કાલવેલા/અર્ધ્યામ 12:15:33 થી 13:06:00 ના યમ ઘંટા 13:56:27…

Read More

તા.12-04-2026 રવિવાર મેષ આજે તમને ખાસ મિત્રો ભરપુર સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય. જીવન ની જટિલતાઓ ને સમજવા માટે તમે આજે ઘર ના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો. તમારા જીવનસાથીના જૂઠાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે, જો કે એ સાવ નાની બાબત હશે. વૃષભ આજે અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારૂં સ્વાસ્થ્ ખીલી ઉઠશે. પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે. તમારા પ્રિયપાત્ર સાથે…

Read More

ભાજપે ‘નો રિપીટ થિયરી’ નો કડક અમલ કરતા અમદાવાદના રાજકારણમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે Ahmedabad,તા.૧૧ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસની ગણતરીના કલાકો પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ મહાનગરપાલિકા માટે ભારે સસ્પેન્સનો અંત લાવી દીધો છે. મોડી રાત્રે ભાજપે ૪૮ વોર્ડ માટે પોતાના તમામ ૧૯૨ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. ટિકિટ વહેંચણીમાં ભાજપે ‘નો રિપીટ થિયરી’ નો કડક અમલ કરતા અમદાવાદના રાજકારણમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ભાજપે મોટો ઉલટફેર કરતા ગત ટર્મના ૧૬૦ પૂર્વ કોર્પોરેટરોમાંથી માત્ર ૩૬ કોર્પોરેટરોને જ રિપીટ કર્યા…

Read More

Amreli,તા.૧૧ અમરેલી જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બનતી જોવા મળી રહી છે, ખાસ કરીને ચાવંડ તાલુકા પંચાયત બેઠકને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. લોકસાહિત્યકાર માયા આહીરની દીકરીએ રાજકારણમાં એન્ટ્રી કરતાં આ બેઠક પર રાજકીય રસાકસી વધતી દેખાઈ રહી છે. ચાવંડ તાલુકા પંચાયત બેઠક માટે ભાજપ તરફથી સોનલબેન ડેરએ ઉમેદવારી નોંધાવી છે. તેઓ અમરેલી જિલ્લા ભાજપના આગેવાન જીતુ ડેરના પુત્રવધુ છે, જેને કારણે આ ઉમેદવારીને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારના કારણે સોનલબેન ડેરની ઉમેદવારી ચર્ચાનો વિષય બની છે. નોંધનીય છે કે ગત કાર્યકાળ દરમિયાન જીતુ ડેરની પત્ની જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવી હતી, જે પરિવારના…

Read More

Ahmedabad,તા.૧૧ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ રદ કરવા માટે રાજકોટ એમ્સ ના પાંચ વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં અરજી કરી છે. આ મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગયા મહિને છેલ્લા વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરતા તેનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે મૃતક વિદ્યાર્થીએ સુસાઈડ નોટ પણ લખી હતી. ગત મહિને એમ્સના પાંચ વિદ્યાર્થીઓ પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, આયુષ યાદવ, નિર્વિઘ્નમ નૂર અને યુવરાજ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાનના રતન કુમાર મેઘવાલ તેમનો ક્લાસમેટ હતો અને ૧૪મી માર્ચે તેણે આપઘાત કર્યું હતું. ત્યારબાદ આ પાંચેય વિરુદ્ધ બીએનએસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો…

Read More

Ahmedabadતા.૧૧ ગુજરાતમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં વધી રહેલા તાપમાન વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં અંગત દાઝતી ગરમી પડવાની આગાહી કરી છે. આગાહી મુજબ, રાજ્યના લોકોને હવે ’આગ ઝરતી ગરમી’ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે ૧૨ થી ૨૦ એપ્રિલ વચ્ચે ભારે કરમી પડવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ૧૨ થી ૨૦ એપ્રિલ દરમિયાન રાજ્યમાં ગરમીનું જોરદાર મોજું જોવા મળશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના શહેરોમાં બપોરના સમયે ગરમ પવનો…

Read More

Ahmedabad,તા.૧૧ પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોને લઈને એક મહત્વપૂર્ણ અને રાજકીય રીતે ચર્ચાસ્પદ વિકાસ સામે આવ્યો છે. હાર્દિક પટેલ વિરુદ્ધ દાખલ થયેલા કેસને પરત ખેંચવા માટે રાજ્ય સ્તરે કવાયત તેજ કરવામાં આવી છે. આ સંદર્ભે અમદાવાદના કલેક્ટર દ્વારા જિલ્લા સરકારી વકીલને સત્તાવાર પત્ર લખીને સરકારના નિર્ણયથી અવગત કરાવવામાં આવ્યા છે અને જરૂરી કાનૂની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. આ કેસનો મૂળ આધાર વર્ષ ૨૦૧૮નો છે, જ્યારે નિકોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સહિત પાટીદાર આંદોલનના કેટલાક આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ પાટીદાર અનામતની માંગ સાથે યોજાયેલા પ્રતિક ઉપવાસ અને વિરોધ કાર્યક્રમ દરમિયાન થયેલી ઘટનાઓને આધારે…

Read More

Bhavnagar,તા.૧૧ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બબાલ સર્જાઈ છે. આ ઘટનામાં બોટાદ શહેર ભાજપના પ્રમુખ પર હુમલો થયો હોવાની વિગતો સામે આવી રહી છે. ચૂંટણી માટે ટિકિટ મામલે ભાજપના પૂર્વ આગેવાને બોલાચાલી બાદ બોટાદ શહેર ભાજપના પ્રમુખ પર પથ્થરમારો કર્યો હોવાની વાતો વહેતી થઈ છે, જેમાં એક કાર્યકરને ઈજાઓ પહોંચી છે. ત્યારે હાલ આ મામલે પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. વિગતે વાત કરીએ તો, હાલ ગુજરાતમાં ચારેય તરફ ચૂંટણીનો માહોલ છવાયો છે. આ વચ્ચે બોટાદમાં પણ રાજકીય રંગ હાલ લોહિયાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. બોટાદ ચૂંટણી માટે…

Read More

Anandતા.૧૧ આણંદ જિલ્લાના ઉમેટા માનપુરા રોડ પર ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર મોડી રાત્રે પોલીસ ત્રાટકીને મોટી કાર્યવાહી કરી છે. ફાર્મ હાઉસમાં વડોદરાના જાણીતા બિઝનેસમેનો દ્વારા બિઝનેસ પાર્ટીના બહાને દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના દરોડા દરમિયાન ત્રણ મહિલાઓ સહિત કુલ ૧૯ લોકો નશાની હાલતમાં ઝડપાયા છે. આ ઘટનાની મળતી માહિતી મુજબ, આણંદના ઉમેટા રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં વડોદરાના બિઝનેસમેનોએ એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ બિઝનેસ પાર્ટીમાં પુરુષોની સાથે મહિલાઓ પણ હતી અને દારૂની મહેફિલ માણી રહી હતી. આ પાર્ટી વિશે પોલીસને ગુપ્ત બાતમી મળતા જ આંકલાવ પોલીસે ફાર્મ હાઉસ પર ઓચિંતો છાપો માર્યો…

Read More

Vadodara,તા.૧૧ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ધીમે-ધીમે ગરમાઈ રહ્યો છે. ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસોમાં રાજકીય પારો સાતમા આસમાને પહોંચ્યો છે, ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સાવલી તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં ફોર્મ ભરવા આવેલ બે જૂથો વચ્ચે અચાનક ઉગ્ર બબાલ થઈ હતી, જે જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. કચેરીના મેદાનમાં જ સર્જાયેલા આ હાઈડ્રામાના કારણે ભારે નાસભાગ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા. આ ભીડભાડ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બે જૂથના લોકો વચ્ચે…

Read More