- Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા
- Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક
- Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ
- Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક
- Rajkot સહિત રાજ્યભરમાં સૌપ્રથમવાર ડીજીટલ માધ્યમથી વસ્તી ગણતરીનો પ્રારંભ
- Gujarat સહિત 20 રાજ્યોમાં આંધી – વરસાદની ચેતવણી
- સ્વદેશી હથિયાર સેનામાં સામેલ કરવાનું કામ ઝડપી કરીશું : CDS
- Virat ની ફરી વીનિંગ ઇનિંગ …. જીત બાદ RCB નો જબરદસ્ત જશ્ન
Author: Shri Nutan Saurashtra
New Delhi,તા.13 મહિલા અનામત બિલ પર કેન્દ્ર સરકાર અત્યંત સક્રિય થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે સતત વિપક્ષી દળો પાસેથી સમર્થનની માંગ કરી રહ્યા છે. શનિવારે બંને ગૃહોમાં તમામ પક્ષોના ફ્લોર લીડર્સ(રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરનારા)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, PM મોદીએ રાજકીય પક્ષોને પત્ર લખીને આ બિલ પર સમર્થન માંગ્યું છે. વડાપ્રધાને પોતાના પત્રમાં આગામી સપ્તાહે મહિલા અનામત બિલોને સર્વસંમતિથી પસાર કરાવવા માટે તેમનો ટેકો માંગ્યો છે. આ બિલોનો હેતુ 2029થી લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાનો છે. જો કે PM મોદીના પત્ર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી છે.…
Uttar Pradesh,તા.13 હરિયાણાના ગુરુગ્રામ બાદ હવે ઉત્તર પ્રદેશના નોઈડામાં પગાર વધારાની માંગણીને લઈને કર્મચારીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું છે. નોઈડાના ફેઝ-2 વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના કર્મચારીઓએ રસ્તા પર ઉતરી આવી તોડફોડ અને આગજની કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસને આસુ ગેસના ગોળા છોડવાની અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.મળતી વિગતો મુજબ, નોઈડા ફેઝ-2 માં સ્થિત ‘મધરસન’ (Motherson) કંપનીના કર્મચારીઓ પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા હતા. સોમવારે સવારે હજારોની સંખ્યામાં કર્મચારીઓ કંપનીના ગેટ પાસે એકઠા થયા હતા. શરૂઆતમાં શાંતિપૂર્ણ લાગતું આ પ્રદર્શન અચાનક હિંસક બની ગયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ કંપનીની આસપાસ પાર્ક…
New Delhi,તા.13 છેલ્લા ઘણા સમયથી બિહારના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારા રાજ્યસભામાં શપથ લઈ લીધા છે, ત્યારે હવે બિહારમાં નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરાવની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને બિહારના નવા સીએમના નામ પર મહોર મારવાની જવાબદારી સોંપાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટીએ શિવરાજ સિંહ ચૌહાણને બિહારમાં પર્યવેશન બનાવ્યા છે. ભાજપ મહાસચિવ અરૂણ સિંહ દ્વારા જાહેર કરાયેલ પ્રેસ રિલીઝમાં આ માહિતી અપાઈ છે. જોકે વિધાયક દળની બેઠક ક્યારે યોજાશે અને નવા મુખ્યમંત્રીનું નામ ક્યારે જાહેર કરાશે, તે અંગેની કોઈપણ તારીખ જાહેર…
New Delhi,તા.13 ભારતીય સેનાની તાકાતમાં ટૂંક સમયમાં જબરદસ્ત વધારો થવા જઈ રહ્યો છે. DRDO દ્વારા વિકસિત અને સંપૂર્ણપણે સ્વદેશી એવી એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ ધ્રુવાસ્ત્ર હવે સેનાના બેડામાં સામેલ થવા માટે તૈયાર છે. આ મિસાઈલ ખાસ કરીને લદ્દાખ જેવા ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં ચીન અને પાકિસ્તાનના ટેન્કોનો કાળ સાબિત થશે. ધ્રુવાસ્ત્ર એ પ્રખ્યાત નાગ મિસાઈલનું હવાઈ સંસ્કરણ (HELINA) છે. જેને હેલિકોપ્ટર પરથી લોન્ચ કરવામાં આવશે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. એકવાર લક્ષ્ય નક્કી થયા પછી આ મિસાઈલ જાતે જ દુશ્મનના ટેન્કનો પીછો કરીને તેને નેસ્તનાબૂદ કરે છે. તે ફાયર એન્ડ ફરગેટ ટેક્નોલોજી ધરાવે છે. દુનિયાના આધુનિક ટેન્કોનું ઉપરનું પડ સૌથી નબળું…
Ahmedabad,તા.13 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીઓ પહેલા ગુજરાત હાઈકોર્ટે મતાધિકારના રક્ષણ માટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય ચૂંટણી પંચ પાસે મતદાર યાદીમાં નામ ઉમેરવા કે કાઢી નાખવા માટે કોઈ સ્વતંત્ર અધિકાર નથી, પરંતુ તેની પ્રાથમિક જવાબદારી વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીની નકલ તૈયાર કરવાની જ છે. આ આદેશ સાથે અદાલતે એક મહિલા અરજદારને મોટી રાહત આપી છે, જેનું નામ પ્રાથમિક યાદી પ્રસિદ્ધ થયા બાદ મંજૂર થયું હોવાના આધારે ચૂંટણી પંચે મતદાર યાદીમાં સમાવવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ એન. એસ. સંજય ગૌડા અને જસ્ટિસ જે. એલ. ઓડેદરાની ડિવિઝન બેન્ચે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું…
Auckland,તા.13 ન્યૂઝીલેન્ડના ઉત્તરના ટાપુ (નોર્થ આઈલેન્ડ) ઉપર રવિવારે પ્રચંડ ચક્રવાત ત્રાટક્યો હતો. તેથી અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં. વીજળીના થાંભલાઓ પણ પડી ગયા હતા. પરિણામે સેંકડો ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. સૌથી વધુ ભયજનક બાબત તો તે છે કે ન્યૂઝીલેન્ડના હવામાન વિભાગે જાહેર કર્યું છે કે, સંભવતઃ હજી પણ વધુ પ્રબળ તોફાન આવવાની ભીતિ છે. તેથી હજ્જારો નાગરિકોને ઉંચાઈવાળા સ્થળોએ લઈ જવાયા હતા. ચક્રવાતનું નામ વૈયાનુ આપવામાં આવ્યું છે. કેટલાયે વિસ્તારોમાં રેડ-લેવલ-વોર્નિંગ જાહેર કરાઈ છે. ન્યૂઝીલેન્ડના ઈમર્જન્સી મેનેજમેન્ટ મિનિસ્ટર માર્ક માઇકેલે પણ જણાવ્યું હતું કે તટપ્રદેશનાં વિસ્તારોમાં તો ભારે તબાહી થઈ ગઈ હતી. કારણ કે પ્રચંડ વેગ (કલાકના 130…
Jammu,તા.13 હિન્દુઓની પવિત્ર અમરનાથ યાત્રા આગામી 3 જુલાઈથી શરૂ થવાની છે તે પુર્વે 15 જુલાઈથી તેનું રજીસ્ટ્રેશન શરૂ કરવાનુ જાહેર કરાયુ છે. આ વર્ષે અમરનાથ યાત્રા 57 દિવસ ચાલશે અને 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગષ્ટે ખત્મ થશે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, પવિત્ર યાત્રા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવામાં આવ્યું છે. 13થી70 વર્ષના યાત્રાળુઓ યાત્રા કરી શકશે. દેશભરની 556 બેંક બ્રાંચો તથા ઓનલાઈન ધોરણો રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામા આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એકસીસ બેંક તથા યસ બેંકને રજીસ્ટ્રેશન પ્રોસેસમાં જોડવામાં આવી છે. પહેલગામ તથા બાલતાલ એમ બે રૂટ પરથી યાત્રા યોજાશે. પ્રથમ…
Mumbai,તા.13 83 વર્ષની કેરિયરમાં ૨૦થી વધુ ભાષામાં ૧૨૦૦૦થી વધુ ગીતો ગાઈને, બોલિવુડના ૧૯૫૦-૬૦ના દાયકાના સંગીતમય સુવર્ણયુગથી માંડીને ક્લબ, કેબરે ડાન્સ, વેસ્ટર્ન ધૂનો પરના થિરકાટ, ગઝલો, કવ્વાલી, અર્થગાંભીર્ય ધરાવતી અટપટી ધૂનો, પોપ કલ્ચર અને વિદેશી ગાયકો સાથેના કોલબરેશનથી અનેક પેઢીનો ડોલાવનારી, થિરકાવનારી, મધુબાલાથી સાધના, રેખા , ઝિન્નત, ઉર્મિલા માતોંડકર સુધીની હિરોઈનોને કંઠ આપનારી બોલિવુડના સૌથી નશીલા અને નટખટ અવાજની માલિકણ આશા ભોસલેનું આજે ૯૨ વર્ષની વયે મુંબઈમાં નિધન થતાં હિંદી સિને સંગીતના એક સુવર્ણ યુગનો આજે અંત આવ્યો હતો. ગઈકાલે રાતે ચેસ્ટ ઈન્ફેક્શનને પગલે હોસ્પિટલ લઈ જવાયા બાદ આશા તાઈના લાડકાં નામે જાણીતાં આશા ભોસલેએ આજે સવારે અંતિમ શ્વાસ લીધા ત્યારે…
Mumbai,તા.13 ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના નિધનથી સમગ્ર દેશ શોકતુર છે, પરંતુ ગુજરાત માટે આ ખોટ વ્યક્તિગત છે. આશાજીનો ગુજરાત સાથેનો નાતો માત્ર પ્રોફેશનલ નહોતો, લોહીનો પણ હતો. બહુ ઓછા લોકો જાણે છે કે આશા ભોસલે અને લતા મંગેશકરના માતા શેવંતીબેન (લગ્ન પછી શુદ્ધમતી) મૂળ ગુજરાતી પરિવારના હતા. આશાજીના નાના શેઠ હરિદાસ રામદાસ લાડ એક પ્રતિષ્ઠિત ગુજરાતી વેપારી અને બોમ્બે પ્રેસિડેન્સી વખતના થાલનેરના (હવે ઉત્તરપશ્ચિમ મહારાષ્ટ્રમાં) જમીનદાર હતા આ જ કારણ છે કે આશાજીના ઉચ્ચારણમાં જે ગુજરાતી લહેકો અને મીઠાશ હતી તે તેમને વારસામાં મળી હતી. બાળપણમાં તેમણે તેમની નાની અને મામા પાસેથી ગુજરાતી લોકગીતો અને હાલરડાં સાંભળ્યા…
Mumbai,તા.13 ભારતીય સંગીતનો ઝળહળતો સિતારો આશા ભોસલે હવે આપણી વચ્ચે નથી રહ્યા. હવે માત્ર તેમની સુરીલી યાદો જ આપણી સાથે રહી છે. જો કે આશા ભોસલે અને લત્તા મંગેશકર બહેનો હતા. જો કે બહેન દિગ્ગજ ગાયક હોવા છતા આશા ભોસલેએ પોતાની મહેનતથી પોતાનું અદકેરુ સ્થાન બનાવ્યું હતું. ભારતીય સંગીત જગતમાં મંગેશકર બહેનોનું યોગદાન અમૂલ્ય છે. જોકે, દાયકાઓ સુધી એવી ચર્ચાઓ ચાલતી રહી કે, લતા મંગેશકર અને આશા ભોસલે વચ્ચે અણબનાવ છે. આશા ભોસલેએ પોતે એક ઈન્ટરવ્યુમાં આ બાબતે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની વચ્ચે કેવી હેલ્ધી કોમ્પિટિશન હતી. 8 દાયકાની લાંબી કારકિર્દીમાં આશા ભોસલેએ અનેક સન્માન મેળવ્યા…
