- લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ
- Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા
- Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક
- Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ
- Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક
- Rajkot સહિત રાજ્યભરમાં સૌપ્રથમવાર ડીજીટલ માધ્યમથી વસ્તી ગણતરીનો પ્રારંભ
- Gujarat સહિત 20 રાજ્યોમાં આંધી – વરસાદની ચેતવણી
- સ્વદેશી હથિયાર સેનામાં સામેલ કરવાનું કામ ઝડપી કરીશું : CDS
Author: Shri Nutan Saurashtra
Morbi તા 13 મોરબીના ઝીકિયારી ગામ નજીક ડેમની ગોળાઈ પાસેથી ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક ઉપર જઇ રહેલા બે યુવાનોને ઈજા થઈ હોવાથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા પડધરી તાલુકાના બોડી ઘોડી ગામે રહેતા દેવશીભાઈ તેજાભાઈ ભરવાડ (29)એ ટ્રક નંબર જીજે 14 ઝેડ 7828 ના ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે ઝીકિયારી ગામ પાસે ડેમની ગોળાઈ નજીકથી ફરિયાદીનું બાઈક નંબર જીજે 3 પીએફ 7586 ને ટ્રક ચાલકે ફરિયાદીને તથા બાઈક ચલાવી રહેલા વાછાભાઈને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને બંને ઇજાગ્રસ્તોએ સારવાર લીધા બાદ હાલમાં…
Rajkot. તા.13 રાજકોટમાં આર.કે.પ્રાઈમ બિલ્ડીંગમાં ઓફિસ ભાડે રાખી ચાલતાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી. વોર્ડ નં.7 ના આપના ઉમેદવારના પુત્ર વત્સલ શીંગાળાએ આપેલ માસ્ટર આઇડીમાંથી બેટીંગ થતી હોવાનું ખુલતાં રાજકીય કનેક્શન પણ સામે આવ્યું છે. હાલ પોલીસે માસ્ટર આઇડી આપનાર વત્સલ શીંગાળા, આઇડીમાં રમનાર દેવાંગ ડાભી, જે.ડી અને વિજય ઉર્ફે વી.એમ. વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. દરોડાની વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ એસ.વી.ચુડાસમા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ કરણભાઇ કોઠીવાળ અને અરવિંદકુમાર ફતેપરાને શહેરના 150 ફુટ રીંગ રોડ આર.કે. પ્રાઈમ બિલ્ડીંગ પાસે પહોંચતા આર.કે. પ્રાઈમ બિલ્ડીંગ બીજો માળ…
Jasdan. તા.13 જસદણના છેતરપિંડીના ગુનામાં ચાર માસથી ફરાર આરોપીને રૂરલ એલસીબીની ટીમે ઝડપી લીધો હતો.જયારે શાપર પોલીસે મધ્યપ્રદેશમાંથી સગીરાને ભગાડી જવાના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી લીધો હતો. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, જસદણ પોલીસ મથકમાં ગત તા.13/12/2025 ના છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી તરીકે સાગર વિઠ્ઠલભાઇ ટાઢાણી(રહે. પાંચવડા તા. જસદણ) નું નામ ખુલવા પામ્યું હતું. જે ગુનામાં નામ ખુલ્યા બાદ આરોપી ચાર મહિનાથી નાસતો ફરતો હતો. આરોપી સાગર ટાઢાણીને ઝડપી લઇ…
Rajkot, તા.13 નારણકામાં ઝેરી દવા પી ધીરજીભાઈ રોજમાળાએ આપઘાત કર્યો હતો. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડી ડેટા પરિવારમાં શોક છવાયો હતો. મળતી માહિતી અનુસાર, ધીરજીભાઈ જીવરાજભાઈ રોજમાળા (ઉંમર વર્ષ 55,રહે.નારણકા ગામ, જિ. રાજકોટ) ગઈકાલે સાંજે 4 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. યુનિવર્સીટી પોલોસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. પરિવારની પુછપરછમાં જાણવા મળેલ કે, ધીરજીભાઈને સંતાનમાં 2 દીકરા છે. પોતે 2 ભાઈ અને 1 બહેન નાના હતા. ખેતીકામ કરતા હતા. તેમણે ક્યાં કારણોસર પગલું ભર્યું એ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી…
Rajkot, તા.13 સાસુ સાથે ઘરકામ અંગે બોલાચાલી થતા શાપરમાં પરિણિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, રિયાબેન મયુરભાઈ મકવાણા (ઉંમર વર્ષ 26, રહે. શિવમ પાર્ક, શાપર) ગઈકાલે બપોરે 12 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા પ્રથમ શાપર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરાયા હતા. રિયા બેન ના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા તેમને સંતાનમાં એક દીકરો છે. તેઓ પોતાના પતિ પુત્ર અને સાસુ સસરા સાથે રહે છે. ઘરકામ બાબતે સાસુ સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. શાપર પોલીસે રિયાબેનનું નિવેદન લેવા તજવીજ કરી હતી.
Rajkot,તા.13 રાજકોટ મહાપાલિકાની ચુંટણીમાં ભાજપે છેલ્લી ઘડી સુધી ઉમેદવારો અંગે સસ્પેન્સ રાખ્યા બાદ ગઈકાલે રાત્રીના 8 વાગ્યે જાહેર કરેલા નામોમાં પણ પક્ષે ખુદે જે માપદંડ નિશ્ચિત કર્યા હતા તેમાં લાગતા વળગતાને `સાચવી’ લેવા માટે મોટાપાયે બાંધછોડ કરી હોવાનું ખુલતા જ કાર્યકર્તાઓ જેને જે તે વોર્ડ, મતદાર, જયાં હોય ત્યાં જ ટિકીટ દંડો પછાડીને કાપી નખાયા તેવો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ અનેક વોર્ડમાં ઉમેદવારોની પસંદગીમાં બાંધછોડ કરવામાં આવી છે તો પરિવારજનોને ટિકીટ નહી તેવો જે ક્રાઈટેરીયા અપનાવાયો તેમાં પણ બાંધછોડ થઈ છે જેના કારણે મોટા પાયે કાર્યકર્તાઓનો ઉત્સાહને બ્રેક લાગી છે. વોર્ડ નં.17માં ભાજપે ડો.…
Rajkotતા.13 ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બપોરે રાજકોટના મહેમાન બનશે. રાજકોટ એઈમ્સ ખાતે યોજાનાર દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહીને મેડીકલ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરશે. રાષ્ટ્રપતિ આજથી ચાર દિવસની ગુજરાત-મહારાષ્ટ્રની મુલાકાતે રહેશે. ગુજરાતના રાજકોટથી પ્રવાસની શરૂઆત કરશે. આવતીકાલે ગાંધીનગરમાં આંબેડકર જન્મજયંતિ નિમિતે લોકભવન ખાતે સામાજીક સમરસતા મહોત્સવમાં હાજરી આપશે. ઉપરાંત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદ્વીદાન સમારોહમાં ઉપસ્થિત થશે. 15 અને 16મીએ મહારાષ્ટ્રમાં કાર્યક્રમોમાં હાજરી આપશે. એઈમ્સ રાજકોટ ખાતે તેનો પહેલો દીક્ષાંત સમારોહ યોજશે, જે દરમિયાન 2020માં જોડાયેલા એમબીબીએસ વિદ્યાર્થીઓની પ્રથમ બેચને તેમની ડિગ્રી એનાયત કરવામાં આવશે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને દીક્ષાંત સંબોધન કરશે.…
Rajkot તા.13 રાજકોટ સહિત રાજયમાં તાપમાનનો પારો સતત ઉપર ચડવા લાગ્યો છે. ત્યારે આજે કચ્છમાં હિટવેવની ચેતવણી પણ અપાઈ છે. દરમ્યાન ગઈકાલે રાજકોટ ઉપરાંત 11 શહેરોમાં 38થી 31 ડીગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું. 41.7 ડીગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ રહેવા પામ્યું હતું. અમદાવાદમાં 40.7 વડોદરામાં 40.4, ભાવનગરમાં 38.9 ડીગ્રી તેમજ ભુજમાં 40.7, ડાંગમાં 39, ડીસામાં 39.8, તથા ગાંધીનગરમાં 40.2, કંડલામાં 40.7, નલીયામાં 39.4 અને પોરબંદરમાં 38 ડીગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. એપ્રિલના પ્રારંભમાં બેવડી ઋતુ રહ્યાં બાદ હવે રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિતના શહેરોમાં આભમાંથી જાણે કે અગનગોળા વરસતા હોય તેવી…
Rajkot, તા. 13 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ-2026 અન્વયે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયા મુજબ, જિલ્લાની 11 તાલુકા પંચાયતોની 202 બેઠકો માટે કુલ 796 ઉમેદવારી પત્રો ભરાયા છે. જે પૈકી ભારતીય જનતા પાર્ટીમાં 284, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં 249, આમ આદમી પાર્ટીમાં કુલ 215, બહુજન સમાજ પાર્ટીમાં 4 તેમજ અન્યમાં કુલ 44 ઉમેદવારી પત્રકો ભરાયા છે. તાલુકાવાર આંકડાકીય વિગતો જોઈએ તો, રાજકોટ તાલુકામાં સૌથી વધુ 105 ઉમેદવારી પત્રો ભરાયા છે. જ્યારે ઉપલેટામાં 71, ધોરાજીમાં 70, ગોંડલમાં 63, જામ કંડોરણામાં 50, જસદણમાં 88, જેતપુરમાં 77, કોટડાસાંગાણીમાં 76, લોધિકામાં 63, પડધરીમાં 73 અને વિંછીયામાં 60 ઉમેદવારી પત્રો ભરાયા છે. ગોંડલ નગરપાલિકાના કુલ 11…
Rajkot, તા. 13 રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા 11મી એપ્રિલે પૂર્ણ થઈ છે. આ દરમિયાન 18 વોર્ડની બેઠકો માટે કુલ 554 નામાંકન ફોર્મ ભરવામાં આવ્યા છે. આજે આ તમામ ઉમેદવારોના નામાંકનપત્રની ચકાસણી કરવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ, રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા સૌથી વધુ 243 ફોર્મ ભરવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષ તરફથી 144 ફોર્મ, આમ આદમી પાર્ટી દ્વારા 129 ફોર્મ, બહુજન સમાજ પાર્ટી તરફથી 10 અને અપક્ષ તથા અન્ય ઉમેદવારો દ્વારા 28 ફોર્મ ભરવામાં આવ્યા છે. વોર્ડ વાઈઝ વિગત જોઈએ તો, વોર્ડ નંબર-1 માં કુલ 32 ફોર્મ ભરાયા છે,…
