Author: Vikram Raval

New Delhi, તા.7 કોકરોચ જનતા પાર્ટી (CJP) એ પોતાનાં રાષ્ટ્રીય સંગઠનાત્મક માળખાની જાહેરાત કરતાં 14 પદો પર 11 નેતાઓને જવાબદારી સોંપી છે. આ સમિતિમાં પક્ષનાં સ્થાપક અભિજીત દીપકેને નેશનલ કન્વીનર તથા આશુતોષ રાંકા અને સૌરવ દાસને કો-કન્વીનર બનાવવામાં આવ્યાં છે. ઉપરાંત અજિંક્ય શિંદેને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઈન-ચાર્જ, આફરીન નવાઝને નેશનલ સેક્રેટરી, રત્ના સિંહને લીગલ અફેર્સ, વૈષ્ણવી ગૌરને રિસર્ચ એન્ડ પોલિસી લીડ, રોહણ દેશપાંડેને ટેકનોલોજી લીડ, યોગેશ ઇંગલેને ફાઇનાન્સ તથા વિજય રેડ્ડી મલંગીને મીડિયાની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત દેશનાં ચાર ઝોનમાં પ્રભારીઓ મુકીને આગામી છ મહિનામાં રાજ્ય, લોકસભા અને શહેર સ્તરે પણ સંગઠન વિસ્તરણનું આયોજન કરાયું છે. બીજી તરફ, પાર્ટી આવતાં…

Read More

New Delhi,તા.07 આરએસએસના વડા મોહન ભાગવતે ગઈકાલે મુંબઈમાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા 2000થી વધુ જેન-ઝી સાથેના સંવાદમાં નવી પેઢીને અગાઉની પેઢી કરતા વધુ દેશભકત તથા ઈમાનદાર છે તેવું જણાવીને એક તરફ આંદોલનકારીઓને દેશદ્રોહી-બંધારણ વિરોધી ગણાવવાના પ્રયાસને નિષ્ફળ કર્યા છે અને કહ્યું કે સરકાર જો અગાઉથી જ પરીસ્થિતિ પારખી આંદોલનકારીઓ સાથે વાતચીત કરી લીધી હોત તો આ સ્થિતિની જરૂર જ પડી ન હોત. તેઓએ કહ્યું કે સરકારમાં ખામીઓ હતી તેથી તો આંદોલન થયું. આંદોલન ભારે થાય છે. જયારે વાતચીત થતી નથી કે નિષ્ફળ નિવડે છે. તેઓએ આ કાર્યક્રમમાં યુવાઓના પ્રશ્નોના જવાબ આપ્યા અને તેઓએ એ પણ કહ્યું કે કદી આંદોલન થવું…

Read More

New Delhi,, તા. 6 કેન્દ્ર સરકારે દેશની સૌથી મોટી વીમા કંપની LICમાં પોતાનો 6.5 ટકાનો હિસ્સો વેચીને અંદાજે રૂા.31,500 કરોડ એકત્ર કર્યા છે. આ વિશાળ સ્ટેક સેલ પાછળ સરકારે અભૂતપૂર્વ ગુપ્તતા જાળવી હતી. આ સોદા માટે સલાહકાર તરીકે રોકાયેલા ચાર મોટા ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સને પણ ટ્રાન્ઝેક્શન શરૂ થવાનાં ગણતરીનાં કલાકો પહેલાં જ આ અંગે જાણ કરવામાં આવી હતી. દિલ્હી સ્થિત ‘દીપમ’ કાર્યાલયમાં એક બેંકરને કોઈ કારણ આપ્યાં વગર અચાનક બોલાવીને છેલ્લી ઘડીએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગ તૈયાર કરવા જણાવાયું હતું. સરકારે આ સમયરેખા અત્યંત ગુપ્ત એટલાં માટે રાખી હતી જેથી શેરબજારના ટ્રેડર્સને અગાઉથી જાણ ન થાય. જો ટ્રેડર્સને મોટા પ્રમાણમાં શેર બજારમાં…

Read More

New Delhi,તા. 7 ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લોન વસૂલાત અને રિકવરી એજન્ટોની મનમાની પર લગામ લગાવવા માટે અત્યાર સુધીની સૌથી કડક માર્ગદર્શિકા બહાર પાડી છે. આ નવા નિયમો 1 જાન્યુઆરી, 2027થી દેશની તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે ફરજિયાતપણે લાગું થઈ જશે. આરબીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ધિરાણ પૂરું પાડનાર બેંકો કે તેમની એજન્સીઓ લોન વસૂલાતના નામે ગ્રાહકોના આત્મસન્માન, ગોપનીયતા કે માનવતા સાથે કોઈ સમજૂતી કરી શકશે નહીં. જો એજન્ટો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કે ગેરવર્તણૂક કરવામાં આવશે તો તેની સીધી જવાબદારી બેંકની રહેશે અને તેના બદલ પીડિત ગ્રાહકને બેંકે આર્થિક વળતર પણ ચૂકવવું પડશે. નવા ફ્રેમવર્ક હેઠળ આરબીઆઈએ…

Read More

Dubai, તા.7 યમન સરહદ નજીક આવેલા સાઉદી અરેબિયાના નજરાન  વિસ્તારમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 4 વર્ષના બાળક સહિત 11 નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એપ્રિલ 2022 માં થયેલા યુદ્ધવિરામ બાદ સરહદી વિસ્તારમાં તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. સાઉદી સેનાએ આ હુમલાને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર અને કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે. સાઉદી અરેબિયાની સેનાના પ્રવક્તા તૂર્કિયે અલ-મલ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘાયલોમાં 7 સાઉદી નાગરિકો, 1 યમની, 2 ઈજિપ્તીયન અને 1 પાકિસ્તાની પ્રવાસી સામેલ છે. હુથી મિલિશિયાએ જાણીજોઈને સામાન્ય નાગરિકો અને રહેણાંક વિસ્તારો પર અંધાધૂંધ ગોળીબાર અને રોકેટ દાગ્યા હતા.…

Read More

Washington તા.7 અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જન્મના આધારે મળતી અમેરિકી નાગરિકતાને સીમીત કરવા અને `બર્થ ટુરિઝમ’ પર રોક લગાવવા માટે ગુરુવારે બે નવા કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશોમાં કેટલીક શ્રેણીઓના લોકોના બાળકોને નાગરિકતાથી બહાર રાખવાની જોગવાઈ છે. જો કે, કાનૂની વિશેષજ્ઞોએ તેને અદાલતમાં પડકાર આપવાની વાત કહી છે. આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે, જયારે કેટલાક સપ્તાહ પહેલા જ અમેરિકી સુપ્રીમ કોર્ટે આ મુદા પર ટ્રમ્પના પહેલા આદેશને ફગાવી દીધો હતો. પહેલા આદેશનો ઉદેશ એ લોકો પર કાર્યવાહી કરવાનો છે જે માત્ર બાળકોને જન્મ અપાવવા માટે અમેરિકા આવે છે. તેને `બર્થ ટુરિઝમ’ કહેવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસનનું…

Read More

Bangkok, તા. 7 થાઈલેન્ડની રાજધાની બેંગકોક નજીકનાં નોન્થાબુરી પ્રાંતનાં બાંગ ક્રુઆઈ જિલ્લાની એક જાણીતી હાઈસ્કૂલમાં આજે આઠમાં ધોરણનાં એક વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કરીને ભારે સનસનાટી મચાવી દીધી હતી. આ હિંસક ઘટનામાં આતંક મચાવનાર વિદ્યાર્થીએ સૌપ્રથમ પોતાનાં શિક્ષકને ગોળી મારી હતી અને ત્યારબાદ પોતે પણ શૂટ કરીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળે જ શિક્ષક અને શૂટર વિદ્યાર્થી બંનેનાં મોત નીપજ્યાં હતાં. સ્થાનિક પ્રસારક `થાઈ પીબીએસ’ અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફાયરિંગની ઘટનામાં 10થી 15 જેટલા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાએ થાઈલેન્ડમાં બંદૂકની સરળ ઉપલબ્ધતા અને સુરક્ષા સામે ફરી એકવાર…

Read More

આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ, જંક ફૂડ અને આળસના કારણે મોટાભાગના લોકોમાં ફેટી લિવરની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ સ્થિતિમાં લિવરમાં જરૂર કરતાં વધુ ફેટ એટલે કે ચરબી જમા થઈ જાય છે, જેના કારણે લિવર નબળું પડે છે અને તેની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. શરૂઆતના સમયમાં આ બીમારીના લક્ષણો સરળતાથી દેખાતા નથી, પરંતુ જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો તે આગળ જતાં ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે. જોકે, મોંઘી દવાઓ પાછળ ખર્ચ કરવાને બદલે તમે યોગ્ય ખાનપાન અને ઘરેલું હેલ્ધી ડ્રિંક્સની મદદથી આ સમસ્યાને સમયસર કંટ્રોલ કરી શકો છો. લિવરમાં જમા થયેલી વધારાની ચરબીને ઓગળવામાં કયા પીણાં…

Read More

ધર્મશાસ્ત્રોમાં સફળતાના સૂત્રો , સંકેતોના રૂપમાં રહેલાં છે. માતૃ દેવો ભવ , પિતૃ દેવો ભવ , ગુરુ દેવો ભવ , અતિથિ દેવો ભવ , એ વેદ વાણી છે. આ જ પ્રકારે શાસ્ત્ર કહે છે , માત્ર પ્રણામ કરવાથી , સદાચારના પાલનથી તેમજ નિત્ય વૃદ્ધોની સેવા કરવાથી આયુષ્ય , વિદ્યા , યશ અને બળની વૃદ્ધિ થાય છે. જો આપણે જીવો પ્રત્યે પરોપકારની ભાવના રાખીએ , તો પોતાની કુંડળીમાં નારાજ ગ્રહોની નારાજગીને ન્યૂનતમ કરી શકીએ છીએ. ગ્રહોનો ’ પારિવારિક નકશો ’ : તમારી પાસે જ છે તમારા દેવતા  દરેક વ્યક્તિ પર કોઈ ને કોઈ ગ્રહનો પોતાનો એક વિશેષ પ્રભાવ રહે છે ,…

Read More

ઋષિઓએ સૂતજીને ભગવાન નારાયણે નારદ સાથે જે ગુપ્ત ઉપદેશો શેર કર્યા હતા તે સમજાવવા વિનંતી કરી. ત્યારબાદ ભગવાન નારાયણે યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણ દ્વારા કહેલી એક પ્રાચીન ઘટના કહી. પાસાની રમતમાં બધું હાર્યા પછી, પાંડવોને વનમાં દેશનિકાલ કરવામાં આવ્યા. દ્રૌપદીનું રાજ દરબારમાં અપમાન થયું પરંતુ ભગવાન કૃષ્ણએ તેનું સન્માન બચાવ્યું. કામ્યવનમાં મુશ્કેલીમાં રહેતા પાંડવો મૂળ અને ફળો પર જીવતા હતા. એક દિવસ, ભગવાન કૃષ્ણ અનેક ઋષિઓ સાથે તેમની મુલાકાતે આવ્યા. તેમની દયનીય સ્થિતિ જોઈને, ભગવાન કૃષ્ણ કૌરવો પર ખૂબ જ ભાવુક અને ગુસ્સે થઈ ગયા. તેમનો ક્રોધ બ્રહ્માંડના વિનાશની અગ્નિ જેવો હતો. અર્જુને તેમને આદરપૂર્વક શાંત પાડ્યા અને યાદ અપાવ્યું કે…

Read More