Author: Vikram Raval

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭ વિસીપરા વિસ્તારમાં રહેતા ૯૦ વર્ષીય માતાને પુત્ર અને પુત્રવધુએ મકાન નામે કરવાનું કહેતા માતાએ ઇનકાર કર્યો હતો જેનો ખાર રાખી દંપતીએ માતા સાથે ઝપાઝપી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબીના વિસીપરા ચાર ગોદામ પાછળ રહેતા પુરીબેન વિરાભાઈ ચાવડા (ઉ.વ.૯૦) નામના વૃદ્ધાએ આરોપી પુત્ર રામજીભાઈ વિરાભાઈ ચાવડા અને પુત્રવધુ ભાનુબેન રામજીભાઈ ચાવડા રહે બંને આંબેડકરકોલોની વિસીપરા મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પુરીબેનનું મકાન પોતાના નામે કરવાનું કહેતા પુરીબેને ના પાડી હતી જેથી પુત્ર રામજીભાઈ અને પુત્રવધુ ભાનુબેને ઉશ્કેરાઈ જઈને ગાળો આપી ઝપાઝપી કરી હતી તેમજ શરીરે મુંઢ ઈજા કરી જાનથી…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭ ટંકારા તાલુકાના વીરવાવ ગામમાં આવેલ મહિલાની ૫ વીઘા જમીનમાં એક ઇસમેં કબજો કરી પચાવી પાડી હતી જે બનાવ અંગે ટંકારા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે રાજકોટના જુના મોરબી રોડ પર રહેતા દમયંતીબેન અમરશીભાઈ ચૌધરી (ઉ.વ.૩૭) નામની પરિણીતાએ આરોપી આલજી અમરાભાઈ ચાવડા રહે વીરવાવ (ગણેશપર) તા. ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી આલજીભાઈ ચાવડાએ તા. ૧૭-૦૧-૨૦૨૫ ના રોજ દસ્તાવેજ નંબર ૧૧૫/૨૦૨૫ થી ફરિયાદી દમયંતીબેનની ખરીદી કરેલ ટંકારા તાલુકાના વીરવાવ/ગણેશપર ગામના સર્વે નંબર ૫૬૯ પૈકી ૨૩ પૈકી ૦૨ વાળી ખેડાણની ૦૫ વીઘા જમીન ક્ષેત્રફળ ૦-૮૦-૯૪ હે.આર.…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી એસઓજી ટીમે ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી એસઓજી ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી વિજય ઉર્ફે ગાંડો રઘાભાઈ સરાણીયા રહે અલંકાર હોટેલ પાછળ વાંકાનેર વાળો હાલ મોટી મોલડી ગામે હોવાની બાતમી મળતા એસઓજી ટીમે મોટી મોલડી ગામ હકાબાપાની તલાવડી પાસે તા. ચોટીલા ખાતેથી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭ પંચાસર મોરબી રોડ પર મામાદેવ મંદિર પાસેથી ૬૦ વર્ષીય વૃદ્ધ બાઈક લઈને પસાર થતા હતા અને કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા માથા અને હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધનું સર્વર દરમિયાન મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મોરબીના શિવનગર (પંચાસર) ગામના રહેવાસી વાલજીભાઈ લવજીભાઈ રૂપાલા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગત તા. ૦૬ ના રોજ સવારના દશેક વાગ્યે પોતાનું બાઈક જીજે ૦૩ એજે ૭૭૯૮ લઈને પંચાસરથી મોરબી આવતા હતા ત્યારે પંચાસર રોડ પર મામાદેવ મંદિર પાસે બાઈક સ્લીપ થતા વાલજીભાઈ પડી ગયા હતા અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા અને જમણા હાથે અને જમણા…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭ મોરબી-વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત થયા છે તમામ બનાવોની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પ્રથમ બનાવમાં મોરબીના વિસીપરા ભીમરાવનગર શેરી નં ૩ માં રહેતા લીલાબેન જગદીશભાઈ ચૌહાણ (ઉ.વ.૫૮) નામની પરિણીતાને આચ્કીની બીમારી હોય અને તા. ૦૫ ના રોજ સાંજે આચકી આવતા પડી જતા સારવાર માટે ખસેડાયા હતા સારવારમાં મોત થયું હતું બીજા બનાવમાં મોરબીના કૃષ્ણનગર કોયલી ગામમાં રહેતા દિપીકાબેન સરદારભાઇ ભાભર (ઉ.વ.૨૫) નામની પરિણીતા પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું મૃતકનો લગ્નગાળો ત્રણ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે ત્રીજા બનાવમાં થાન્ગાહના…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૭ મોરબીના વાલ્મીકીવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી ત્રિપુટીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૨,૫૦૦ જપ્ત કરી છેમોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વાલ્મીકીવાસમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા દિનેશ લાભુભાઈ વાઘેલા, શ્યામ ભુપતભાઈ સોલંકી અને સુજલ શૈલેષભાઈ ઝાલા રહે ત્રણેય વાલ્મીકીવાસ મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૫૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે

Read More

દાણચોરીના કેસમાં જપ્ત કરાયેલું સોનું કોઈપણ સંજોગોમાં મુસાફરને પરત આપવામાં આવતું નથી Ahmedabad, તા.૭ અમદાવાદ અને સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી છેલ્લા બે વર્ષ દરમિયાન કસ્ટમ વિભાગે દાણચોરીના સોનાના મોટા જથ્થા સામે કાર્યવાહી કરતાં કુલ ૨૨૮ કરોડનું ગોલ્ડ જપ્ત કરી કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા કરાવ્યું છે. કસ્ટમ વિભાગના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ, એપ્રિલ-૨૦૨૪થી માર્ચ-૨૦૨૫ દરમિયાન ૧૩૫ કિલોગ્રામ ગોલ્ડ જપ્ત કરાયું હતું. તે સમયે બજારમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ અંદાજે ૮૦ હજારથી ૮૫ હજાર હોવાથી તેની કિંમત આશરે ૧૧૦ કરોડ આંકવામાં આવી હતી. એપ્રિલ-૨૦૨૫થી માર્ચ-૨૦૨૬ દરમિયાન વધુ ૯૫ કિલોગ્રામ દાણચોરીનું ગોલ્ડ ઝડપાયું હતું. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવ વધીને પ્રતિ ૧૦ ગ્રામ…

Read More

Ahmedabad તા.૭ શહેરમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે ઈસનપુરમાં એક ચોંકાવનારી ઘટના નોંધાઈ છે. અમદાવાદ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલને મોડી રાત્રે કેસ આપવાના બહાને બોલાવી, તેના ગળે છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી એક્ટિવા લૂંટી લેવાયું હતું. આ મામલે વકીલે વટવાના માથાભારે શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.શહેરના કલાપીનગરમાં રહેતા અને સેશન્સ કોર્ટમાં વકીલાત કરતા હર્ષ પ્રજાપતિને ગત સાંજે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ મોહંમદ સુહાન શેખ(રહે. વટવા) જણાવી તેની સામે ગુનો નોંધાયેલો હોવાથી તે ફરાર છે અને કોર્ટ કે ઓફિસે આવી શકે તેમ નથી તેમ કહીને વકીલને કેસ…

Read More

Morbi,તા.૭ મોરબી જિલ્લામાં સીઆઇડી ક્રાઈમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એક બંધ સિરામિક ફેક્ટરીમાંથી યુરિયા ખાતરનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. રંગપર નજીક આવેલી ફેક્ટરીમાં તપાસ દરમિયાન મોટી સંખ્યામાં યુરિયાની બેગ મળી આવી હતી. આ મામલે સીઆઇડી ક્રાઈમ અને ખેતીવાડી વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ,સીઆઇડી ક્રાઈમની ટીમે રંગપર વિસ્તારમાં આવેલી એક બંધ સિરામિક ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી ૮૦૪ બેગ યુરિયા ખાતર મળી આવ્યું હતું.એક બેગમાં આશરે ૪૫ કિલો યુરિયા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રમાણે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ખાતરનો જથ્થો મળી આવ્યો છે. સમગ્ર મામલે સીઆઇડી ક્રાઈમ દ્વારા ખેતીવાડી…

Read More

Ahmedabad,તા.૭ ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની તાબાની અદાલતો (સબઓર્ડિનેટ કોર્ટ્‌સ)માં કાર્યરત ન્યાયાધીશોની મોટા પાયે બદલી અને બઢતી (પ્રમોશન)ના આદેશ કરવામાં આવ્યા છે. હાઇકોર્ટના આ મહત્વના નિર્ણય બાદ જે ન્યાયાધીશોની બદલી કે બઢતી થઈ છે, તેમણે પોતાની વર્તમાન જગ્યા પરથી મુક્ત થઈને ૧૭ ઓગસ્ટ સુધીમાં નવી નિમણૂકની જગ્યાએ ચાર્જ સંભાળી લેવાનો રહેશે. ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર, બદલી અને બઢતી મેળવનારા તમામ ન્યાયાધીશોએ પોતાની વર્તમાન જગ્યાએથી છૂટા થઈને આગામી ૧૭ ઓગસ્ટ સુધીમાં નિયત થયેલી નવી જગ્યાઓ પર પહોંચીને પોતાનો હોદ્દો અને ચાર્જ સંભાળી લેવાનો રહેશે. રાજ્યની તાબાની અદાલતોમાં કાર્યરત ૬૩ સિવિલ જજ ની એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં (આંતર જિલ્લા) બદલી કરવામાં આવી છે.…

Read More