Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન
    • Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો
    • Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત
    • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક
    • Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિ:શુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે
    • રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ Rajkot ડિવિઝનના ૦૬ રેલવે કર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
    • Jamnagar: એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનની આગામી મિટિંગોમાં હોદેદારોની શપથવિધિ, પત્રકાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સાહિત્ય જગત»ગ્રહોની ‘શક્તિ’ તમારા ખિસ્સામાં નથી; તમારા આચરણમાં છે
    સાહિત્ય જગત

    ગ્રહોની ‘શક્તિ’ તમારા ખિસ્સામાં નથી; તમારા આચરણમાં છે

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2026Updated:August 7, 2026No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ધર્મશાસ્ત્રોમાં સફળતાના સૂત્રો , સંકેતોના રૂપમાં રહેલાં છે. માતૃ દેવો ભવ , પિતૃ દેવો ભવ , ગુરુ દેવો ભવ , અતિથિ દેવો ભવ , એ વેદ વાણી છે. આ જ પ્રકારે શાસ્ત્ર કહે છે , માત્ર પ્રણામ કરવાથી , સદાચારના પાલનથી તેમજ નિત્ય વૃદ્ધોની સેવા કરવાથી આયુષ્ય , વિદ્યા , યશ અને બળની વૃદ્ધિ થાય છે. જો આપણે જીવો પ્રત્યે પરોપકારની ભાવના રાખીએ , તો પોતાની કુંડળીમાં નારાજ ગ્રહોની નારાજગીને ન્યૂનતમ કરી શકીએ છીએ.

    ગ્રહોનો ’ પારિવારિક નકશો ’ : તમારી પાસે જ છે તમારા દેવતા 
    દરેક વ્યક્તિ પર કોઈ ને કોઈ ગ્રહનો પોતાનો એક વિશેષ પ્રભાવ રહે છે , આ પ્રકારનો વિશેષ પ્રભાવ તેના આચાર – વિચાર , વ્યવહાર અને જીવનની કેટલીક વિશેષ તથા મુખ્ય ઘટનાઓના માધ્યમથી પ્રકટ થાય છે. નવ ગ્રહ આ ચરાચર જગતમાં પદાર્થ , વનસ્પતિ , તત્ત્વ , પશુ – પક્ષી વગેરે બધામાં પોતાનું પ્રતિનિધિત્વ સમાવીને રાખે છે. આવી જ રીતે ઋષિ , મહર્ષિઓએ પારિવારિક સભ્યો અને આસપાસનાં લોકોમાં પણ ગ્રહોનું પ્રતિનિધિત્વ જણાવ્યું છે.

    અવારનવાર આપણે જોઈએ છીએ કે લોકો પોતાની આંગળીઓમાં મોંઘા રત્નો પહેરી રાખે છે , ગળામાં માળાઓ છે અને તેઓ દિવસ – રાત કઠિન મંત્રોનો જાપ કરી રહ્યા છે. છતાં પણ , તેમની ફરિયાદ રહે છે કે ” કિસ્મત નથી બદલાઈ રહી. ” શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે ? અસલમાં , આપણે ’ જડ ’ ની પૂજા તો કરી રહ્યા છીએ , પરંતુ ’ ચેતન ’ (જીવંત) ને ભૂલી રહ્યા છીએ.

    જ્યોતિષ શાસ્ત્ર માત્ર ભવિષ્ય બતાવવાનું સાધન નથી , પરંતુ આ જીવવાની એક કળા છે. પ્રાચીન ઋષિઓએ જણાવ્યું છે કે આપણા જીવનમાં આવતા સુખ અને દુ:ખ આપણા પૂર્વ જન્મોના કર્મોનું જ પ્રતિબિંબ છે. વિજ્ઞાન પણ કહે છે કે ” ઊર્જા ક્યારેય નષ્ટ થતી નથી , માત્ર રૂપ બદલે છે. ” બરાબર તેવી જ રીતે , આપણા કર્મ પણ ફળના રૂપમાં પોતાનું રૂપ બદલીને ગ્રહોના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે.

    રાહુ અને કેતુ ( અજ્ઞાત અને દીન – હીન ) 
    રાહુનો સંબંધ અંગહીન ( વિકલાંગ ) લોકો સાથે છે અને કેતુનો સંબંધ દીન – હીન , રક્તપિત્તિયા (કોઢી) અને રોગીઓ સાથે છે. જો તમે કોઈ અસહાયની મદદ કરો છો , કોઈ અંધ વ્યક્તિને રસ્તો બતાવો છો કે કોઈ લાચાર રોગીની દવાની વ્યવસ્થા કરો છો , તો રાહુ – કેતુના અનિષ્ટ પ્રભાવો તરત જ સમાપ્ત થઈ જાય છે.

     ’ જીવ – સેવા ’ થી ’ ઈશ્વર – સેવા ’ સુધીની સફર 
    શાસ્ત્રો કહે છે – ’ માતૃ દેવો ભવ , પિતૃ દેવો ભવ. ’ આ માત્ર કહેવાની વાત નથી , આ એક વૈજ્ઞાનિક સત્ય છે. જ્યારે આપણે કોઈનું સન્માન કરીએ છીએ , ત્યારે એક સકારાત્મક ઊર્જાનું ચક્ર બને છે. આ સકારાત્મકતા આપણા ઓરા ( ઈફિ ) ને મજબૂત કરે છે , જેનાથી અશુભ ગ્રહોના કિરણો આપણને પ્રભાવિત કરી શકતા નથી.

    સંબંધોને સન્માન આપીને સુધારી શકો છો દશા
    શાસ્ત્રોમાં દરેક ગ્રહનો સંબંધ આપણાં કોઈ ને કોઈ સગા-સંબંધી અથવા આપણી આસપાસ રહેતાં લોકો સાથે જણાવવામાં આવ્યો છે. જો તમે તે વિશિષ્ટ સંબંધને સન્માન આપો છો , તો તે ગ્રહ સ્વત: જ શુભ ફળ આપવા લાગે છે. આને ’ જીવ – સેવા ’ ના માધ્યમથી ’ ગ્રહ – શાંતિ ’ કહેવામાં આવે છે.

     સૂર્ય ( આત્મા અને પિતા ) :-
    સૂર્ય ગ્રહોનો રાજા છે અને આપણી આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ ભૌતિક સંસારમાં સૂર્યનો સીધો સંબંધ તમારા પિતા સાથે છે. જો તમે સવારે ઉઠીને તમારા પિતાના ચરણ સ્પર્શ કરો છો , તેમની આજ્ઞાનું પાલન કરો છો અને તેમને સન્માન આપો છો , તો તમારી કુંડળીમાં સૂર્ય ગમે તેટલો નીચનો કેમ ન હોય , તે પોતાનો ખરાબ પ્રભાવ છોડીને તમને તેજ , યશ અને સફળતા પ્રદાન કરવા લાગશે. પિતાનું અપમાન કરવું એ સીધું સૂર્યને નારાજ કરવા સમાન છે , જેનાથી સરકારી અડચણો અને આત્મવિશ્વાસમાં ઉણપ આવે છે.

    ચંદ્રમા ( મન અને માતા ) :-
    ચંદ્રમા આપણા મન અને શીતળતાનો કારક છે. આનો સીધો સંબંધ તમારી માતા અને માતા સમાન સ્ત્રીઓ સાથે છે. જો તમે તમારી માતાને કષ્ટ આપો છો કે ઘરની વડીલ મહિલાઓનું અનાદર કરો છો , તો તમારો માનસિક તણાવ વધશે અને આર્થિક સ્થિતિ બગડી શકે છે. ચંદ્રમાને પ્રસન્ન કરવા માટે કોઈ મોંઘા મોતીની જરૂર નથી , બસ તમારી માતાના ચહેરા પર એક સ્મિત લાવી દો.

     મંગળ ( પરાક્રમ અને ભાઈ ) :-
    મંગળ ઊર્જા અને સાહસનું પ્રતીક છે. આનો સંબંધ આપણા ભાઈ – બહેનો સાથે છે. જો તમે તમારા ભાઈઓ સાથે વિવાદ કરો છો કે તેમનો હક છીનવી લો છો , તો તમારો મંગળ ખરાબ થઈને તમને અકસ્માતો , કોર્ટ કેસો અને રક્ત સંબંધી રોગો તરફ દોરી શકે છે. ભાઈઓ પ્રત્યે પ્રેમ એ મંગળની સૌથી મોટી શાંતિ છે.

    બુધ ( વાણી અને મોસાળ ) :-
    બુધ આપણી બુદ્ધિ અને વાણીનો સ્વામી છે. આનો સંબંધ મામા , માસી અને બહેન – દીકરીઓ સાથે છે. જો તમે તમારા મામા સાથે સંબંધ ખરાબ રાખો છો કે પોતાની બહેન – દીકરીને કષ્ટ આપો છો , તો તમારી બુદ્ધિ ભ્રમિત રહેશે અને વેપારમાં નુકસાન થશે.

     ગુરુ ( જ્ઞાન અને ગુરુ ) :-
    દેવગુરુ બૃહસ્પતિ જ્ઞાન , સંતાન અને ભાગ્યના કારક છે. આનો વાસ તમારા ગુરુ , દાદા – દાદી અને વૃદ્ધોમાં છે. જે વ્યક્તિ પોતાનાં ગુરુનો અનાદર કરે છે કે વૃદ્ધોની મજાક ઉડાવે છે , તેનું ભાગ્ય ક્યારેય સાથ આપતું નથી. નિત્ય વૃદ્ધોની સેવા કરવાથી આયુષ્ય , વિદ્યા , યશ અને બળ સ્વત: જ વધી જાય છે.

    શુક્ર ( ઐશ્વર્ય અને જીવનસાથી ) :-
    શુક્ર ભૌતિક સુખ અને ઐશ્વર્યનો સ્વામી છે. આના સીધો સંબંધ તમારા જીવનસાથી ( પતિ / પત્ની ) સાથે છે.  જે પુરુષ પોતાની પત્નીને અપમાનિત કરે છે કે જે સ્ત્રી પોતાનાં પતિને કષ્ટ આપે છે , તેમનો શુક્ર ખરાબ થઈ જાય છે. આવા લોકો પાસે ગમે તેટલા પૈસા કેમ ન હોય , તેઓ સુખ ભોગવી શકતાં નથી. જીવનસાથીનો સત્કાર જ શુક્રની અસલી પૂજા છે.

    શનિ ( કર્મફળ અને સેવક ) :-
    શનિ દેવ ન્યાયના દેવતા છે. તેઓ સમાજના નીચલા વર્ગનાં લોકો, મજૂરો , સફાઈકર્મીઓ અને તમારી નીચે કામ કરવા વાળા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવે છે. જો તમે તમારી ઓફિસના પ્યુન કે ઘરના નોકરને સતાવો છો , તેમની મજૂરી સમય પર નથી આપતા કે તેમને નીચા દેખાડો છો , તો શનિનો કોપ તમને બરબાદ કરી શકે છે. શનિને પ્રસન્ન કરવા માટે ગરીબો અને સેવકો પ્રત્યે દયાળું બનો.

    જ્યોતિષ શાસ્ત્ર માત્ર ભવિષ્ય બતાવવાનું
    સાધન નથી , પરંતુ આ જીવવાની એક કળા છે
    પ્રાચીન ઋષિઓએ જણાવ્યું છે કે આપણાં જીવનમાં આવતાં સુખ અને દુ:ખ આપણાં પૂર્વ જન્મોના કર્મોનું જ પ્રતિબિંબ છે. વિજ્ઞાન પણ કહે છે કે ’ ઊર્જા ક્યારેય નષ્ટ થતી નથી , માત્ર રૂપ બદલે છે. ’ બરાબર તેવી જ રીતે , આપણાં કર્મ પણ ફળનાં રૂપમાં પોતાનું રૂપ બદલીને ગ્રહોનાં માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે એક પણ પૈસો ખર્ચ કર્યા વગર , માત્ર તમારા ’ આચરણ ’ અને ’ વ્યવહાર ’ ને સુધારીને નવ ગ્રહોને તમારા પક્ષમાં કરી શકો છો.

    આચરણ જ કેમ છે સૌથી મોટો ઉપાય ? 
    અવારનવાર લોકો પૂછે છે કે રત્ન અને પૂજા પાઠ પછી પણ લાભ કેમ નથી થતો ? આનો જવાબ બહુ સીધો છે- ’ જો તમે કોઈ ગ્રહનાં જીવંત પ્રતિનિધિ ( જેમ કે પિતા , માતા કે સેવક ) ને નારાજ કરી રહ્યા છો , તો પથ્થર કે મંત્ર તે ઊર્જાને સંતુલિત કરી શકતાં નથી. ’ કલ્પના કરો , એક વ્યક્તિ શનિની પનોતીથી પરેશાન છે અને તે શનિવારે શનિ મંદિરમાં તેલ ચડાવે છે , પરંતુ તે જ વ્યક્તિ પોતાના ઘરના નોકરને ગાળો આપે છે અને તેને ભૂખ્યો રાખે છે. અહીં ’ ચેતન ’ શનિ ( નોકર ) દુ:ખી છે , તો ’ જડ ’ પ્રતિમાને તેલ ચડાવવું નિષ્ફળ જ રહેશે.

    તમારું ભવિષ્ય તમારા વ્યવહારમાં છે
    ગ્રહોના નકારાત્મક પ્રભાવને ઓછો કરવાનો સૌથી સરળ અને સસ્તો ઉપાય છે- ’ માનવતા ’. જો આપણે જીવો પ્રત્યે પરોપકારની ભાવના રાખીએ અને પોતાનાં પારિવારિક સભ્યો સાથે યોગ્ય વ્યવહાર કરીએ , તો ચોક્કસપણે નારાજ ગ્રહો પોતાનો કોપ ત્યાગીને શાંત થશે.

    યાદ રાખો , કુંડળીના નવ ગ્રહ આપણી બહાર નહીં , પરંતુ આપણા વ્યવહારની અંદર છે. રત્ન પહેરવા અને મંત્ર જપવા ખોટા નથી , પરંતુ આ ત્યાં સુધી કામ નહીં કરે જ્યાં સુધી તમારું આચરણ શુદ્ધ નહીં હોય. તેથી , આજથી જ એક સંકલ્પ લો- પોતાના સંબંધોને સાચવો , વડીલોનું સન્માન કરો અને નાનાઓને પ્રેમ આપો. તમે જોશો કે વગર કોઈ મોંઘા અનુષ્ઠાનથી તમારા જીવનમાં સુખ , શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થવા લાગ્યો છે.

    સફળતાનાં સરળ સૂત્રો 
    સ્મત : પોતાની વાણીમાં મધુરતા લાવો , તેનાથી બુધ અને શુક્ર શુભ થાય છે.
    ક્ષમા : બીજાની ભૂલોને માફ કરતાં શીખો , તેનાથી ગુરુ અને સૂર્યનો પ્રભાવ વધે છે.
    ઈમાનદારી : પોતાનાં કામ પ્રત્યે ઈમાનદાર રહેવું એ શનિનો સૌથી મોટો ઉપાય છે.
    પરોપકાર : અબોલ પક્ષીઓને ચણ અને કૂતરાઓને રોટલી આપવી એ રાહુ , કેતુ અને શનિને શાંત રાખે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleહે પ્રભુ, એવો કયો ઉપાય છે જેના દ્વારા મનુષ્ય બધા દુ:ખોને દુર કરી શકેછે ?
    Next Article લિવરમાં જમા થયેલી વધારાની ચરબીને ઓગળવામાં હેલ્ધી પીણાં મદદરૂપ સાબિત થઈ શકે
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    મંગળવારે Parivartini Ekadashi: વિષ્ણુ ભગવાનને દહીં ધરાવવાનું મહત્વ

    September 21, 2026
    ધાર્મિક

    શનીવારે Radhashtamiનુ વ્રત કરવાથી ઘરમા, વાણીમા આવશે મધુરતા, રાધાજીના પૂજનથી લક્ષ્મી પ્રાપ્તિના યોગ બનશે

    September 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દરબારમાં ભક્તોની ભીડ, વિવિધ કાર્યક્રમોનું આયોજન

    September 7, 2026
    ધાર્મિક

    બુધવારે રાંધણછઠ્ઠનુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત, હળછઠ્ઠ, બલરામ જયંતી

    September 1, 2026
    ધાર્મિક

    યાત્રાધામ દ્વારકામાં ભાવિકોમાં જબરો ઉત્સાહ: જગતમંદિર કલાત્મક રોશનીથી ઝળહળ્યું

    September 1, 2026
    ધાર્મિક

    Somnathમાં સદાશિવના જોડીયા શિવલિંગો, 12 ફુટ ઉંચા ઓટલા ઉપર બિરાજમાન છે શિવલિંગો

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,530
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹233,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-09-2026 17:39
    Categories
    Latest News

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026

    Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિ:શુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

    September 21, 2026
    Search
    Main News

    New Delhi: કોંગ્રેસે SIR પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026

    Chandigarh: ફરિદકોટમાં ૪૭ કિલોથી વધુ હેરોઇન, હથિયાર જપ્ત, ચારની ધરપકડ

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો: નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી SMC ત્રાટકી, ૮૬.૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: AIIMS હોસ્પિટલ નજીક કારે બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.